Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના 200થી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ હડતાળ પર:14 પડતર માંગણીઓ ન સંતોષાતા સરકાર સામે મોરચો માંડ્યો, કામકાજ ઠપ

    10 hours ago

    રાજ્યના મહેસૂલી કર્મચારીઓની ઘણી માંગણીઓ લાંબા સમયથી પડતર છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે હડતાળનું એલાન કર્યું હતું. સરકારે આ માંગણીઓ પૂરી ન કરતા મોરબી જિલ્લાના 200થી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. મોરબી તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં આ હડતાળ શરૂ થઈ છે. કર્મચારીઓએ અગાઉ આવેદનપત્ર આપ્યું હતું અને પછી માસ સીએલ પણ લીધી હતી. તેમ છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા હવે અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરાઈ છે. મોરબી જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ હિતેશ ગઢવીએ જણાવ્યું કે, તેમની 14 માંગણીઓ છે. જેમાં મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગના કામ હટાવવા, નાયબ મામલતદારોને બઢતી આપવી, જિલ્લા ફેર બદલીમાં પારદર્શકતા લાવવી અને સીધી ભરતીની પ્રક્રિયા બંધ કરવી જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    'મારી સાથે આવી જા, તને પૈસા-શારીરિક સુખ આપીશ':મોટાભાઈએ નાનાભાઈની પત્નીને ફસાવવાનો પ્રયાસ કર્યો, શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
    Next Article
    12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો:કંપની બનાવીને ક્રિપ્ટો કરન્સીમાં રોજના 1.5 ટકા વળતરની લાલચ આપી 4 વેપારી પાસે 1.46 કરોડની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment