Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં યોગ પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનો પ્રારંભ:સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને દર્શન યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક-સંશોધન સહકાર માટે MoU થયા

    8 hours ago

    વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે વિકાસ સપ્તાહ-2026 અંતર્ગત 'ભારતના નિર્માણમાં યોગ, શારીરિક શિક્ષણ, મર્મ અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા' વિષયક ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનો વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો. વિશિષ્ટ યોગ કેન્દ્ર, પતંજલિ વેલનેસ સેન્ટર અને શારીરિક શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સંગોષ્ઠીમાં ભારતીય જ્ઞાનપરંપરા અને આધુનિક ભારતના નિર્માણ અંગે વિચારમંથન થશે. સંસ્કૃત ગ્રંથોમાં યોગનું મૂળ : કુલપતિ ઉદ્ઘાટન સમારોહમાં પ્રભારી કુલપતિ ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે યોગ, પ્રાકૃતિક ચિકિત્સા અને શારીરિક શિક્ષણનાં મૂળ સંસ્કૃત ગ્રંથોમાં રહેલાં છે અને આ જ્ઞાન વિકસિત ભારતનો પાયો બની શકે છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને આપેલા યોગના ઉપદેશનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે યોગ ચંચળ મનને એકાગ્ર બનાવવાનું કાર્ય કરે છે. તેમણે સંગોષ્ઠીને સમુદ્રમંથન સાથે સરખાવી ત્રણ દિવસ દરમિયાન જ્ઞાનમંથન થવાની વાત કરી હતી. સંસ્કાર આધારિત શિક્ષણ પર ભાર મુખ્ય અતિથિ ડૉ.જગદીશચંદ્ર સાવલિયાએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર આધારિત શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જ્યારે સારસ્વત અતિથિ ડૉ. સી. નાગરાજે સંગોષ્ઠીની શૈક્ષણિક અને વ્યવહારુ પ્રાસંગિકતા સમજાવી હતી. બે યુનિવર્સિટી વચ્ચે મહત્વપૂર્ણ MoU સંગોષ્ઠી દરમિયાન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને દર્શન યુનિવર્સિટી, રાજકોટ વચ્ચે શૈક્ષણિક તથા સંશોધન ક્ષેત્રે સહકાર માટે MoU કરવામાં આવ્યું હતું. કરાર હેઠળ સંયુક્ત સંશોધન, શૈક્ષણિક કાર્યક્રમો, અધ્યાપક-વિદ્યાર્થી આદાન-પ્રદાન, સેમિનાર, વર્કશોપ, પરિસંવાદ અને સંયુક્ત પ્રકાશનોને પ્રોત્સાહન મળશે. ભારતીય જ્ઞાનપરંપરાને આધુનિક વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધન સાથે જોડવાની દિશામાં પણ બંને સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરશે. ત્રણ દિવસ વિવિધ વિષયો પર ચર્ચા સંગોષ્ઠીમાં નિષ્ણાતો, સંશોધકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા યોગ, શારીરિક શિક્ષણ, મર્મવિજ્ઞાન તથા પ્રાકૃતિક ચિકિત્સાના વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને વ્યવહારુ પાસાં અંગે વ્યાખ્યાનો તથા ચર્ચાઓ યોજાશે. આયોજનમાં ડૉ. ડી.એમ. મોકરીયા સહિતના આયોજકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. MoU કાર્યક્રમનું સંયોજન સંશોધન અધિકારી ડૉ.કાર્તિકકુમાર પંડ્યાએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    4 એન્જિનિયરિંગ કોલેજો માસ કોપી કેસમાં પકડાતા GTUએ કાર્યવાહી કરી:એક સરખું લખાણ સામે આવતા CCTV તપાસ બાદ ગેરરીતિ ઝડપાઈ, કોલેજને 2-2 લાખનો દંડ અને પરીક્ષા કેન્દ્રો રદ
    Next Article
    Junagadh Marketing Yard News | જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment