Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિપક્ષના ગઈકાલના પ્રદર્શન સામે 4 FIR:રાહુલે આજે વિપક્ષી નેતાઓને ચા માટે બોલાવ્યા; INDIA બ્લોક પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે

    14 hours ago

    INDIA બ્લોકના સોમવારના પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસે ચાર FIR નોંધાવી છે. આ FIR કનોટ પ્લેસ, તિલક માર્ગ, બારાખંભા અને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવી છે. રાહુલ ગાંધીએ આજે સાંજે 4 વાગ્યે તમામ વિપક્ષી નેતાઓને પોતાના ઘરે હાઈ ચા માટે આમંત્રિત કર્યા છે. INDIA બ્લોકના નેતાઓ આજે SIR અને જ્ઞાનેશ કુમારના મુદ્દે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. વિપક્ષે ગઈકાલે SIRના વિરોધમાં બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરી હતી. તેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ સહિત 11 પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. વિપક્ષી સાંસદોએ સુપ્રીમ કોર્ટમાં SIR અંગે પિટિશન પણ દાખલ કરી હતી. વિપક્ષી સાંસદોએ 6, 7, 8, 9 અને 12 ઑક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામા અને SIRના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધીને ત્રણ વખત કસ્ટડીમાં પણ લીધા હતા. INDIA ગઠબંધનના 7 દિવસમાં 5 પ્રદર્શન વિપક્ષના નિશાન પર મુખ્ય ચૂંટણી કમિશનર કેમ; 4 કારણો… 1. SIR પર 14 વખત વાંધો: SIRને લઈને વિપક્ષ પહેલેથી જ સવાલો ઉઠાવી રહ્યો છે. આ દરમિયાન ધ ઈન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ પ્રકાશિત થયો. અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં SIR સાથે જોડાયેલા નિર્ણયો અને આદેશો પર ઓછામાં ઓછા 14 વખત વાંધો ઉઠાવ્યો હતો. 2. મતદાર યાદી પર સવાલ: બંને કમિશનરોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા, દૂર કરવા અને ફરી સામેલ કરવાની પ્રક્રિયા સાથે ચૂંટણીલક્ષી ડેટા અને સોફ્ટવેર સાથે જોડાયેલા મુદ્દાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. 3. ફોર્મ-6માં ફેરફાર સામે વાંધો: એક મામલામાં ફોર્મ-6માં SIR સાથે જોડાયેલો સવાલ ઉમેરવા પર બંને ચૂંટણી કમિશનરોએ વાંધો વ્યક્ત કર્યો હતો. 4. ડેટા અને કામના વિતરણ અંગે ચિંતા: બંનેએ ચૂંટણી ડેટા અને સોફ્ટવેર સુધીની પહોંચને લઈને કેબિનેટ સચિવને પત્ર લખ્યો હતો. ઉપરાંત, કામના વિતરણ સાથે જોડાયેલા એક આદેશને પણ તેમણે નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી હાલમાં અટકાવી દેવામાં આવી:સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો, પીએમ પર વિવાદિત નિવેદન આપવાનો આરોપ
    Next Article
    છોટા ઉદેપુરના ડકવાડા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત:બાઇક સવાર કનાસ ગામના ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત, બે ઇજાગ્રસ્ત; ટ્રક ચાલક ફરાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment