Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી હાલમાં અટકાવી દેવામાં આવી:સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો, પીએમ પર વિવાદિત નિવેદન આપવાનો આરોપ

    15 hours ago

    સુપ્રીમ કોર્ટે મંગળવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી પર રોક લગાવી દીધી. આ કેસ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનો સાથે સંબંધિત છે. આ મામલો મહારાષ્ટ્રની ટ્રાયલ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપારેશ કુમાર સિંહની બેન્ચે મહારાષ્ટ્ર સરકાર અને ફરિયાદી એમ.એચ. શ્રીશ્રીમલને નોટિસ જારી કરી છે. રાહુલ ગાંધી વિરુદ્ધ દેશભરમાં નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસોની કુલ સંખ્યા 16 છે. તેમાંથી 15 કેસ તેમણે પોતાના 2024ના લોકસભા ચૂંટણીના સોગંદનામામાં જાહેર કર્યા છે, જ્યારે 1 કેસ પુણેમાં સાવરકર પરિવાર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. રાહુલે બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો રાહુલ ગાંધીએ બોમ્બે હાઈકોર્ટના 8 સપ્ટેમ્બરના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે તેમની વિરુદ્ધ જારી સમન્સ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. રાહુલ ગાંધી તરફથી વકીલ અભિષેક સિંઘવી હાજર રહ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓનો હવાલો આપ્યો હતો. સિંઘવીએ કહ્યું કે આ મામલે કાયદો પહેલેથી જ સ્પષ્ટ થઈ ચૂક્યો છે. હાઈકોર્ટે ફરિયાદી એમ.એચ. શ્રીશ્રીમલની અરજી પર ગિરગાંવ મેજિસ્ટ્રેટના 28 ઓગસ્ટ 2019ના આદેશને યથાવત્ રાખ્યો હતો. આ આદેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે તેનો 2021નો આદેશ યથાવત્ રાખ્યો. તેમાં મેજિસ્ટ્રેટને ફરિયાદ પરની સુનાવણી છ અઠવાડિયા સુધી મુલતવી રાખવા કહેવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ 25 સપ્ટેમ્બર 2018ના રોજ અમેઠીમાં રાફેલ વિમાન સોદાને લઈને નિશાન સાધતાં નિવેદન આપ્યું હતું. તેમણે પીએમ મોદી પર "ચોરોનો સરદાર" અને "ચોકીદાર ચોર છે" એવી ટિપ્પણી કરી હતી. ફરિયાદમાં શું આરોપ શ્રીશ્રીમલે હાઈકોર્ટમાં રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ BJPના સભ્ય છે અને પોતાના નેતા વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનોથી દુઃખી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીએ 20 સપ્ટેમ્બર 2018ના રોજ રાજસ્થાનમાં એક જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કર્યા હતા. ફરિયાદીનો આરોપ હતો કે રાહુલ ગાંધીનાં નિવેદનો BJPના તમામ સભ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા ભારતીય નાગરિકો વિરુદ્ધ સીધા આરોપો હતા.
    Click here to Read More
    Previous Article
    અમિતાભ બચ્ચને બાળકી સાથે હાથ મિલાવવાની ઘસીને ના પાડી દીધી:સિક્યોરિટી તોડીને નજીક આવી ગઈ હતી, સુરક્ષા ટીમને તેને દૂર લઈ જવા કહ્યું
    Next Article
    વિપક્ષના ગઈકાલના પ્રદર્શન સામે 4 FIR:રાહુલે આજે વિપક્ષી નેતાઓને ચા માટે બોલાવ્યા; INDIA બ્લોક પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment