Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સિક્યોરિટી ગાર્ડ સહિત 4 લોકોનો યુવક પર હુમલો:પોલીસે યોગ્ય કાર્યવાહી કરી ન હોવાના આક્ષેપ સાથે પરિવારે CPને રજૂઆત કરી, ઇજાગ્રસ્તના ભાઈએ કહ્યું: મારા ભાઈની હાલત ગંભીર, હત્યાના પ્રયાસની કલમ દાખલ કરો

    13 hours ago

    વડોદરાના કોયલી ખાતે સિક્યોરિટી ગાર્ડ સહિત 4 લોકોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે જવાહર નગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે પરિવારે આક્ષેપ કર્યા છે કે, જવાહરનગર પોલીસે યોગ્ય કાર્યવાહીની કરી નથી. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે પરિવાર પોલીસ ભવન ખાતે ગયો હતો અને પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. વડોદરાના બાજવા ખાતે રહેતા અરુણભાઈ ગણપતભાઈ ચાવડા (ઉ.વ. 19)એ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 6 મેના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે અરુણભાઈ પોતાના મિત્ર કુશાન ધનસિંહ ચૌહાણ સાથે બાઈક પર કોયલી ખાતે આઇ.ઓ.સી. એલ. પ્રોજેક્ટની સાઇટ પર જઈ રહ્યા હતા. તેમના મિત્ર ઉપેન્દ્ર સજ્જનસિંહ ચૌહાણને ડેવા સીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી પેરામાઉન્ટ કંપનીનું કામ મળ્યું હોવાથી તેઓ સાઇટ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ન્યુબર્ગ કંપનીના ગેટ પાસે હાજર સિક્યુરિટી ગાર્ડ સુરેશ પરમારે તેમને રોકી રસ્તો બંધ હોવાનું કહી પાછા જવા જણાવ્યું હતું. આ બાબતે મિત્ર કુશાન સાથે બોલાચાલી થતાં સુરેશ પરમારે કુશાનને થપ્પડ મારી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અંદરથી વધુ 3 વ્યક્તિઓ આવી પહોંચી હતા. આ સમયે સિક્યુરિટી ગાર્ડ મેહુલ પઢીયારે પણ ઝપાઝપી કરી કુશાનને ધક્કો માર્યો હતો. બાદમાં મેહુલ પઢીયારે અન્ય લોકોને ફોન કરીને બોલાવ્યા હતા. થોડીવારમાં ભરત દલસુખભાઈ મકવાણા અને રોહિત ભાથીભાઈ ચૌહાણ ત્યાં આવ્યા હતા અને ભરત મકવાણાએ લાકડાના ડંડાથી કુશાનના માથાના ભાગે હુમલો કર્યો હતો જ્યારે રોહિત ચૌહાણે લોખંડની સળીયાથી શરીરે માર માર્યો હતો. મિત્રને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ અરુણભાઈ સહિત અન્ય યુવકો સાથે પણ ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલામાં કુશાનના માથામાં ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક ખાનગી વાહનમાં સારવાર માટે છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. જવાહરનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ના ભાઈ ઉપેન્દ્રસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે, જવાહર નગર પોલીસે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કર્યો નથી. સામાન્ય કલમો લગાવી છે. મારાભાઈની હાલત ખૂબ જ ગંભીર છે. મારા ભાઈને મારવામાં ઘણા લોકો સામેલ હતા. જે પૈકી માત્ર ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. હજુ અન્ય લોકો સામે પણ ફરિયાદ દાખલ થવી જોઈએ તેવી અમારી માંગણી છે. પોલીસ કમિશનર સાહેબને આજે રજૂઆત કરી છે તેમને એમને કાર્યવાહી કરવા માટેની હૈયાધારણા આપી છે. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનના પી.આઈ જે ટી દેસાઈએ જણાવ્યું હતું કે, જવાહર નગર પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ, એલસીબી ઝોન 1ની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓની શોધખોળમાં લાગી છે. હાલ પ્રાથમિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જરૂર પડશે તો અન્ય કલમોનો ઉમેરો કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં વસ્તીના ચોક્કસ આંકડા માટે તંત્રનો ધમધમાટ:મનપા દ્વારા વસ્તી ગણતરીનો એક્શન પ્લાન જાહેર, 1000 કર્મચારીઓ મોરચો સંભાળશે
    Next Article
    ગુજરાત હાઇકોર્ટ દ્વારા નીચલી કોર્ટમાં મોટાપાયે બદલી:ડિસ્ટ્રિક્ટ જજ, સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની બદલીઓ, 18 મે થી નવી કોર્ટમાં સંભાળશે હોદ્દો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment