Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતા પાસેથી 4 માસની બાળકીને રમાડવા લઈ અપહરણ, CCTV:સુરત પોલીસને માસુમ જીવજંતુઓ વચ્ચેથી મળી; 1500 કેમેરા તપાસી દંપતિને દબોચ્યું, ભિક્ષાવૃતિ માટે ઉઠાવ્યાની કબૂલાત

    13 hours ago

    મહારાષ્ટ્રના નંદુરબારના એક દંપતીએ સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર 4 મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું. આ લોકોનો હેતુ માત્ર એટલો જ હતો કે, ખોળામાં બાળક હોય તો લોકો દયા ખાઈને વધુ ભીખ આપે. જોકે, સુરત પોલીસની સતર્કતાએ આ 'ભિખારી ગેંગ'ના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. મૂળ દાહોદના અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહી મજૂરી કરતા નીતાબેન ચંદાણા પોતાની 3 માસ અને 23 દિવસની બાળકીને લઈને નાનપુરા મટન માર્કેટ પાસે બેઠા હતા. ગત 11 માર્ચના રોજ સવારે 10:15 વાગ્યાની આસપાસ એક અજાણ્યું દંપતી ત્યાં આવ્યું હતું. બાળકીને રમાડવાના બહાને તેમણે માતા પાસેથી લીધી અને નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હતા. માતાએ આસપાસ શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે રડતી આંખે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નહોતો આરોપી પાસે ફોન કે નહોતો કોઈ બાળકનો ફોટો આ કેસ પોલીસ માટે અત્યંત જટિલ હતો. સામાન્ય રીતે ગુનેગારોને ટ્રેક કરવા માટે પોલીસ મોબાઈલ લોકેશનનો સહારો લેતી હોય છે, પરંતુ આ કિસ્સામાં અપહરણકર્તા પાસે મોબાઈલ ફોન જ નહોતો. વધુમાં, ભોગ બનનાર માતા નિરક્ષર હોવાથી તે આરોપીઓનું સ્પષ્ટ વર્ણન આપી શકતી નહોતી. બાળકી એટલી નાની હતી કે, પોલીસ પાસે તેનો કોઈ ફોટો પણ ઉપલબ્ધ નહોતો. અજાણ્યા વિસ્તારમાં બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક કડક સૂચનાઓ આપી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. 1500 CCTV અને 'હ્યુમન ઇન્ટેલિજન્સ'નો મહાસંગમ અઠવાલાઇન્સ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-4 ની ટીમોએ ઓપરેશન શરૂ કર્યું. નાનપુરાથી લઈને ઉધના દરવાજા સુધીના અંદાજે 1500 જેટલા CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતાં. હાલમાં રમઝાન માસ ચાલતો હોવાથી મસ્જિદોની બહાર દાન-દક્ષિણાની લાઈનોમાં પણ પોલીસે સાદા ડ્રેસમાં માણસો તૈનાત કર્યા હતા. તપાસ દરમિયાન સીસીટીવીમાં જણાયું કે, આરોપીઓ બાળકીને લઈને ઉધના દરવાજા તરફ ગયા છે. પોલીસે શહેરના તમામ ઓવરબ્રિજ નીચેની વસાહતો અને રેલવે સ્ટેશનો ખૂંદી વળ્યા હતા. ટ્રેન પકડીને પોલીસ બારડોલી પહોંચી, રસાકસીભર્યો પીછો તપાસ દરમિયાન અઠવાલાઇન્સ પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ કડી મળી કે, આરોપીઓ ટ્રેન માર્ગે બારડોલી તરફ ગયા હોઈ શકે છે. સમય બગાડ્યા વિના, પોલીસ અધિકારીઓ જે ટ્રેન સામે આવી તેમાં બેસીને બારડોલી પહોંચ્યા હતા. બારડોલી રેલવે આઉટ પોસ્ટના જવાનોની મદદ લઈને સ્થાનિક ખબરીઓને સક્રિય કરવામાં આવ્યા. બાતમી મળી કે, એક દંપતી રેલવે પ્લેટફોર્મના છેડે આવેલી ઝાડીઓમાં છુપાયેલું છે. કીડીઓ અને જંતુઓ વચ્ચેથી માસૂમનો છુટકારો જ્યારે પોલીસની ટીમે બારડોલીમાં પ્લેટફોર્મ નજીકના વેરાન અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં દરોડો પાડ્યો, ત્યારે દૃશ્યો હૃદયદ્રાવક હતા. માસૂમ બાળકી જમીન પર કીડીઓ અને જીવજંતુઓ વચ્ચે પડી હતી. પોલીસે ત્વરિત તરાપ મારીને આરોપી મીના વસાવા અને સુનીલ વસાવાને દબોચી લીધા હતા. બાળકીને તાત્કાલિક સુરક્ષિત કબજે લઈ બારડોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે મોકલાઈ હતી, જ્યાં તે હેમખેમ હોવાનું જાણવા મળ્યું હતું. કોણ છે આ અપહરણકર્તા દંપતી? પકડાયેલ આરોપીઓમાં મીનાબેન સુનિલ વસાવા (ઉં.વ. 35) અને તેનો પતિ સુનિલ રતીલાલ વસાવા (ઉં.વ. 32) સામેલ છે. આ દંપતી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના જલખા ગામનું વતની છે. તેઓ સુરત અને બારડોલીના રેલવે સ્ટેશન વિસ્તારોમાં રખડતું જીવન જીવે છે અને પ્લાસ્ટિક વીણવાનું કામ કરે છે. તેમની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભિક્ષાવૃત્તિ માટે માસૂમનો 'ઢાલ' તરીકે ઉપયોગ કરવાના હતાં આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેઓ પ્લાસ્ટિક વીણવાની સાથે ભિક્ષાવૃત્તિ પણ કરે છે. તેમને એવું લાગ્યું કે જો તેમની સાથે નાનું બાળક હશે, તો મુસ્લિમ વિસ્તારોમાં રમઝાન દરમિયાન અને અન્ય જગ્યાએ લોકો દયા ખાઈને વધુ પૈસા (ભિક્ષા) આપશે. માત્ર થોડા વધુ રૂપિયા કમાવવાની લાલચે તેમણે એક માતા પાસેથી તેના કાળજાના ટુકડાને છીનવી લીધો હતો. આ ઘટનાએ શહેરમાં ભીખ માંગતી ગેંગ અને બાળકોના ઉપયોગ અંગે ચિંતા જગાવી છે. બારડોલીથી પોલીસે દંપતિને ઝડપી પાડ્યાં અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ. એમ.હુધડએ જણાવ્યું હતું કે, CCTV કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું. ફૂટેજ પરથી અમે એક શંકાસ્પદ મહિલાની ઓળખ કરી જે તે વિસ્તારમાંથી ગુમ હતી. અમે તે ફૂટેજ ફરિયાદીને બતાવ્યા, જેમણે તેની ઓળખની પુષ્ટિ કરી. ત્યારબાદ અમે અન્ય ઘણા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને તેની હિલચાલ પર નજર રાખી. અમને જાણવા મળ્યું કે તેણીએ પોલીસથી બચવા માટે ત્રણ અલગ-અલગ રિક્ષાઓ બદલી હતી અને અનેક સાંકડી ગલીઓમાંથી પસાર થઈ હતી. તે જ સમયે, બીજી ટીમ રેલવે અને બસ સ્ટેશનો પર સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી હતી. અંતે અમે તેને ઉધના રેલવે સ્ટેશન સુધી ટ્રેસ કરી. અમારી સર્વેલન્સ ટીમના પીએસઆઈ મહિડાને માહિતી મળી હતી કે, વર્ણન મુજબની એક મહિલા ટ્રેનમાં બાળક સાથે જોવા મળી છે. અમે તેનો પીછો કર્યો અને જાણવા મળ્યું કે તે બારડોલી ગઈ હતી. અમારી સર્વેલન્સ ટીમના પીએસઆઈ અને અન્ય સ્ટાફ મેમ્બરોને બારડોલી મોકલવામાં આવ્યા હતા. અમે રેલવે પોલીસ સાથે સંકલન કર્યું અને અંતે શંકાસ્પદ સુનિલ રતિલાલ વસાવા અને મીના વસાવાની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, બાળકનું અપહરણ કરવાનો તેમનો ઈરાદો તેને ભીખ માંગવા માટે ઉપયોગમાં લેવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગોને સહાય વિતરણ યોજનાનો શુભારંભ કર્યો:પાટણના 167 દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસીકલ, જોયસ્ટીક વ્હીલચેર મળી; આત્મનિર્ભર બનશે
    Next Article
    દાહોદમાં આંગણવાડીના કામોમાં વેઠ ઉતારનારાઓની ખેર નથી,કલેક્ટર યોગેશ નિરગુડે લાલઘૂમ:બાળકોને સમયસર દૂધ-નાસ્તો આપવા તાકીદ, પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment