Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગોને સહાય વિતરણ યોજનાનો શુભારંભ કર્યો:પાટણના 167 દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસીકલ, જોયસ્ટીક વ્હીલચેર મળી; આત્મનિર્ભર બનશે

    14 hours ago

    ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે એક યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મોટરાઇઝડ ટ્રાયસીકલ અને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સહાય વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, પાટણ જિલ્લામાં કુલ 167 દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પાટણ દ્વારા કરાયું હતું. યોજના અંતર્ગત, લોકોમોટર અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 123 લાભાર્થીઓને મોટરાઇઝડ ટ્રાયસીકલ આપવામાં આવી. જ્યારે સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા 44 લાભાર્થીઓને જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયું. આ સાધનો દિવ્યાંગોને હરવા-ફરવામાં સરળતા પૂરી પાડશે અને તેમની અન્ય પરની નિર્ભરતા ઘટાડશે. લાભાર્થીઓએ આ સહાય મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સાધનો મળવાથી તેઓ હવે સ્વતંત્ર રીતે અવરજવર કરી શકશે અને અન્ય પરની નિર્ભરતા ઘટશે. લાભાર્થીઓએ ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો આભાર માન્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણનો સ્ટાફ હાજર રહ્યો હતો. સ્ટાફે લાભાર્થીઓને સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું અને અન્ય સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. ગુજરાત સરકાર દિવ્યાંગોના ઉત્થાન અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. આધુનિક સાધનો દિવ્યાંગોના જીવનમાં ગતિશીલતા લાવશે અને તેમને સામાજિક રીતે વધુ સક્રિય બનાવશે. સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.
    Click here to Read More
    Previous Article
    'VC તુમ એક કામ કરો, સાડી પેરી રાજ કરો':સૌરાષ્ટ્ર યુનિ.માં કુલપતિની ચેમ્બરમાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ, ઝપાઝપીમાં એક ઈજાગ્રસ્ત
    Next Article
    માતા પાસેથી 4 માસની બાળકીને રમાડવા લઈ અપહરણ, CCTV:સુરત પોલીસને માસુમ જીવજંતુઓ વચ્ચેથી મળી; 1500 કેમેરા તપાસી દંપતિને દબોચ્યું, ભિક્ષાવૃતિ માટે ઉઠાવ્યાની કબૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment