Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં આંગણવાડીના કામોમાં વેઠ ઉતારનારાઓની ખેર નથી,કલેક્ટર યોગેશ નિરગુડે લાલઘૂમ:બાળકોને સમયસર દૂધ-નાસ્તો આપવા તાકીદ, પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા આદેશ

    12 hours ago

    દાહોદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ (ICDS) વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની આંગણવાડીઓની વર્તમાન સ્થિતિ અને બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આઈસીડીએસ વિભાગ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જેમાં ચાલી રહેલા, પૂર્ણ થયેલા અને ભવિષ્યના આયોજનોની સમીક્ષા થઈ. કલેક્ટર નિરગુડેએ આંગણવાડીના બાંધકામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા કડક સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આંગણવાડીનું સ્ટ્રક્ચર મજબૂત અને ટકાઉ હોવું જોઈએ. બાળકોને પીવાનું શુદ્ધ પાણી, પંખા, લાઈટ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉચ્ચ ગુણવત્તાની મળવી જ જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કામગીરીમાં કોઈ પ્રશ્નો નડતા હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવવું જોઈએ, પરંતુ સુવિધામાં કોઈ ખામી રહેવી ન જોઈએ. બાળકોને સમયસર પૌષ્ટિક દૂધ, નાસ્તો અને જમવાનું મળી રહે તે સુનિશ્ચિત કરવા પણ આદેશો અપાયા હતા. કલેક્ટરે બાળકોની હાજરી વધારવા માટે આંગણવાડીઓમાં વિવિધ બાળ પ્રવૃત્તિઓ કરાવવા પર ભાર મૂક્યો હતો. આંગણવાડીનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે વધુમાં વધુ બાળકો ત્યાં આવવા માટે પ્રેરાય.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ સહિત તમામ સીડીપીઓ (CDPO) ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓને સરકારી યોજનાઓનો સીધો લાભ બાળકો સુધી પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    માતા પાસેથી 4 માસની બાળકીને રમાડવા લઈ અપહરણ, CCTV:સુરત પોલીસને માસુમ જીવજંતુઓ વચ્ચેથી મળી; 1500 કેમેરા તપાસી દંપતિને દબોચ્યું, ભિક્ષાવૃતિ માટે ઉઠાવ્યાની કબૂલાત
    Next Article
    Kinjal Rabari | સિંગર કિંજલ રબારીનો વધુ એક વિડિઓ આવ્યો સામે | Singer | Gujarati New|News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment