Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં આજે સાંજે 4 વાગ્યે AAPની જનસભા:કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન હાજર રહેશે; સ્થાનિક સ્વરાજના ચૂંટણીપ્રચારનો થશે પ્રારંભ

    4 days ago

    આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ સભા દ્વારા AAP પોતાના પ્રચારનો પ્રારંભ કરશે. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા એક ખેતરમાં સાંજે 4 વાગ્યે આ સભા યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી AAPના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અપેક્ષા છે. આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો હાજર રહેશે. ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે. AAPએ ગઈકાલે પોતાના 445 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટી ગુજરાતમાં લોકોના મુદ્દાઓ પર લડત આપી રહી છે અને આ ચૂંટણીમાં પ્રથમવાર એકલા હાથે તમામ 12,000 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ પ્રવાસનો પ્રથમ કાર્યક્રમ અમરેલીની આ જનસભા છે. આ સભામાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ ઉપરાંત ગુજરાતનું પ્રદેશ નેતૃત્વ પણ હાજર રહેશે. AAP નેતા મનોજ સોરઠિયાના જણાવ્યા અનુસાર, આ સભા ગુજરાતમાં પરિવર્તનનો વિશ્વાસ અને સંદેશ લઈને આવશે. તેમણે દાવો કર્યો કે આ આંદોલન ગુજરાતને ભાજપની ગુલામી અને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાની શરૂઆત છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ સાથે સ્થાનિક પદાધિકારીઓ, અમરેલી જિલ્લાના અને આસપાસના જિલ્લાઓના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે. પાર્ટીને આશા છે કે આ સભાનો સંદેશ ગુજરાતના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચશે.
    Click here to Read More
    Previous Article
    કુવૈત એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો:ફ્યૂલ ટેંકમાં આગ લાગી; ઈરાકી ઉગ્રવાદી ગ્રુપે 23 અમેરિકી ઠેકાણા પર હુમલો કર્યો
    Next Article
    ચૈત્રી નવરાત્રી, હેલ્પ્સ ફાઉન્ડેશને બાલિકાઓને ભોજન-શૃંગારનું વિતરણ કર્યું:દેવગઢ બારીયાની શાળામાં 9 વસ્તુઓનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment