Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીમાં રોડ કિનારે ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી:4 જુગારીઓ 92 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા, 2 ભાગી છૂટ્યા

    9 hours ago

    પારડી પોલીસે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે ભેંસલાપાડામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે 2 આરોપીઓ અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 2,800/-, 4 મોબાઈલ ફોન અને બજાજ મોટરસાયકલ મળી કુલ રૂ. 92,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાંઈ મંદિર પાસે રોડ કિનારે કેટલાક લોકો ગંજીપત્તા વડે જુગાર રમી રહ્યા હતા. પોલીસ ટીમને જોતા જ જુગાર રમી રહેલા ડેનિશ દોલત પટેલ, બંસી મંગુ હળપતિ, સતિષ પ્રતાપ જોગી અને પ્રવિણ મગન પટેલને ઝડપી પાડ્યા હતા. ફરાર આરોપીઓમાં અરૂણ અશોક જોગી અને મામોનો સમાવેશ થાય છે. પારડી પોલીસે પકડાયેલા અને ફરાર તમામ 6 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:અમદાવાદની પીડિતાને 4 લાખ વળતર ચૂકવવા પોક્સો કોર્ટનો આદેશ
    Next Article
    વલસાડ શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઈ:પ્રદેશ મંત્રી, જિલ્લા પ્રભારી સહિતના આગેવાનોની હાજરીમાં સંગઠનને મજબૂત કરવા ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment