Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઈ:પ્રદેશ મંત્રી, જિલ્લા પ્રભારી સહિતના આગેવાનોની હાજરીમાં સંગઠનને મજબૂત કરવા ચર્ચા

    9 hours ago

    વલસાડમાં જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ વલસાડ’ ખાતે શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઈ. જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને આગામી કાર્યક્રમો, જનસંપર્ક અને પક્ષની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ચર્ચા કરાઈ. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શન હેઠળ થઈ. પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી (જૈન) અને જિલ્લા પ્રભારી વિનયભાઈ શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા. આગેવાનોએ સંગઠનને મજબૂત કરવા, પક્ષની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ રજૂ કરાઈ. જિલ્લા ભાજપ મહામંત્રી નિખિલભાઈ ચોકસી, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત, પ્રભારી કેયુરભાઈ પટેલ, મહામંત્રીઓ તુષારભાઈ વશી, કૌશિકભાઈ માકડિયા, નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ સહિત હોદ્દેદારો-કાર્યકરો હાજર રહ્યા. કાર્યકરોએ કાર્યક્રમો સફળ બનાવવા સંકલ્પ લીધો.
    Click here to Read More
    Previous Article
    પારડીમાં રોડ કિનારે ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી:4 જુગારીઓ 92 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા, 2 ભાગી છૂટ્યા
    Next Article
    વધુ એક પાણીકાપ ઝીંકાયો:પાઈપલાઈન રીપેરીંગનાં બહાને 13-14 ઓટોબરે વોર્ડ નંબર 4-5નાં 125 કરતા વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રખાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment