Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશ વિસર્જનના 4 દિવસ અહીંથી નિકળશો તો અટવાશો:90 રસ્તા બંધ રહેશે, 12 સ્થળે નો-પાર્કિંગ ઝોન જાહેર; જાણો વૈકિલ્પક રસ્તાઓ અને 11 કૃત્રિમ તળાવનું લિસ્ટ

    13 hours ago

    વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગણેશજીની મૂર્તિઓના વિસર્જનને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક-વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 18, 20, 23 અને 25 સપ્ટેમ્બરે અલગ-અલગ દિવસની ગણેશ મૂર્તિઓનું વિસર્જન શહેરના 11 કૃત્રિમ તળાવોમાં કરવામાં આવશે. આ દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે તે માટે શહેરના 90 જેટલા રસ્તાઓ બંધ કરાશે. 12 સ્થળોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 12 રસ્તાઓ પર ST બસો સહિતના ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ગણેશ વિસર્જન માટે જતા DJ વાહનો માટે પણ કેટલાક વિસ્તારોમાં પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા માટે નો-પાર્કિંગ, નો-એન્ટ્રી, વૈકલ્પિક માર્ગો તેમજ વાહનોના ડાયવર્ઝનની વ્યવસ્થા અમલમાં રહેશે. ચાર દિવસ ટ્રાફિક નિયંત્રણ અમલમાં રહેશે જાહેરનામા મુજબ 18, 20, 23 અને 25 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી ગણેશ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી, અથવા જરૂર જણાય ત્યાં સુધી, નિયત માર્ગો પર ટ્રાફિક નિયંત્રણો અમલમાં રહેશે. આ દરમિયાન સામાન્ય વાહનચાલકો, ગણેશ મંડળો અને વિસર્જન માટે જતા વાહનોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. ગણેશ વિસર્જન દરમિયાન બંધ રહેનારા મુખ્ય રસ્તાઓ તથા માર્ગોમાં રાજમહેલ રોડ, દાંડિયાબજાર રોડ, અકોટા બ્રિજ, મહારાણી નર્સિંગ હોમ રોડ, લાલબાગ બ્રિજ અને તેની આસપાસનો વિસ્તાર (જેમાં જ્યુપીટર ચાર રસ્તા, તુલસીધામ અને ભવન્સ સર્કલથી લાલબાગ/નવલખી તળાવ તરફ જતો માર્ગ), જેલ રોડ તથા કોઠી ચાર રસ્તા, માર્કેટ પોલીસ ચોકીથી નહરુ ભવન અને રાજમહેલ ગેટ તરફનો માર્ગ, ગોરવા-ઝાંસી કી રાણી સર્કલ અને સમતા ચાર રસ્તાથી દશામા તળાવ તરફનો રસ્તો, માંજલપુર મુક્તિધામ તરફ જતા સ્ટેલામેરી સ્કૂલ તથા સનસીટી સર્કલના માર્ગો, તરસાલી ગુરુદ્વારા અને દ્વારકેશ ફાર્મથી તરસાલી સર્કલ તરફનો રસ્તો, હરણી-સમા રોડ અને એરપોર્ટ સર્કલથી મોતીભાઈ પટેલ સર્કલ સુધીનો માર્ગ મુખ્ય છે.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડ પોલીસ જેને મૃત માની તે પરણિતા સુરતમાંથી મળી:સચિન GIDC પોલીસે સહી-સલામત શોધી, પિતાએ નોંધાવી હતી હત્યાની FIR; પતિ-સાસરિયાઓના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગઈ હતી
    Next Article
    જમનાકુંડ વિસ્તારમાં ગેરેજ ધારકના બંધ મકાનમાં ચોરી:ઘરના સભ્યો બહાર ગયા ને તસ્કરો ત્રાટક્યાં, સોનાના દાગીના, તેમજ રોકડ રકમ મળી 65 હજારના મુદ્દામાલની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment