Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝારખંડ પોલીસ જેને મૃત માની તે પરણિતા સુરતમાંથી મળી:સચિન GIDC પોલીસે સહી-સલામત શોધી, પિતાએ નોંધાવી હતી હત્યાની FIR; પતિ-સાસરિયાઓના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગઈ હતી

    8 hours ago

    ઝારખંડ અને સુરત પોલીસને દોડતી કરી દેનાર એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મને પણ ટક્કર મારે તેવી આ ઘટનામાં, ઝારખંડના રાંચી જિલ્લાના ખલારી પોલીસ મથકમાં જે પરિણીતાની હત્યા થઈ ગઈ હોવાની અને લાશ સગેવગે કરી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, તે જ મહિલા સુરતના સચિન GIDC વિસ્તારમાંથી જીવિત મળી આવી છે. આ મહિલા ખરેખર મૃત્યુ પામી ન હતી, પરંતુ પતિ અને સાસરિયાઓના અમાનવીય ત્રાસથી પોતાનો જીવ બચાવવા ઘર છોડીને સુરત ભાગી આવી હતી. પિતાએ નોંધાવી હતી જમાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ આ સમગ્ર ઘટનાની શરૂઆત ઝારખંડથી થઈ હતી. 65 વર્ષીય વૃદ્ધ પિતા છઠુ ગોપએ ખલારી પોલીસ મથકમાં એક અત્યંત ગંભીર ફરિયાદ નોંધાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમની 36 વર્ષીય દીકરી વીણી ઉર્ફે વીણા દેવીના લગ્ન વર્ષ 2010માં સામુ મહતો સાથે થયા હતા. દહેજ આપવા છતાં પતિ વીણાને સતત મારઝૂડ કરતો હતો. પિતાનો ગંભીર આરોપ હતો કે, 24 ઓગસ્ટ 2026ના રોજ જમાઈ સામુ મહતો અને અન્ય વ્યક્તિઓએ ભેગા મળી વીણાની નિર્મમ હત્યા કરી નાખી છે અને પુરાવાનો નાશ કરવા લાશને છુપાવી દીધી છે. પોલીસ દ્વારા અગાઉ કોઈ કાર્યવાહી ન થતા આખરે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આખરે કેમ મહિલાએ સુરત તરફ દોટ મૂકી? આ કેસ પાછળનું અસલી કારણ કંઈક અલગ જ હતું. વાસ્તવમાં મહિલાની હત્યા થઈ જ ન હતી. વીણા દેવી તેના પતિ અને સાસરિયા પક્ષ તરફથી અપાતા શારીરિક અને માનસિક ત્રાસથી એટલી હદે કંટાળી ગઈ હતી કે, તેને પોતાનો જીવ જોખમમાં લાગી રહ્યો હતો. રોજ-રોજના કંકાસ અને મારઝૂડથી બચવા તે કોઈને કહ્યા વગર 10 દિવસ પહેલા જ ઝારખંડથી સુરત આવવા નીકળી ગઈ હતી. સુરત આવીને તેણે એકલી રહીને નવું અને શાંતિપૂર્ણ જીવન શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તે નર્ક સમાન સાસરીમાંથી કાયમી મુક્તિ મેળવી શકે. મોબાઈલ લોકેશને ખોલ્યો સમગ્ર રહસ્ય પરથી પડદો બીજી તરફ, ઝારખંડમાં ખલારી પોલીસે પિતાની ફરિયાદના આધારે હત્યા અને પુરાવા નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને એક મોટી લીડ મળી. પોલીસે જ્યારે ટેક્નિકલ સર્વેલન્સ અને મોબાઈલ નંબરના આધારે તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે, જે મહિલાની તેઓ લાશ શોધી રહ્યા છે, તેનો મોબાઈલ સુરત વિસ્તારમાં એક્ટિવ છે! આ માહિતી મળતા જ ઝારખંડ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક અસરથી સુરતની સચિન GIDC પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સચિન GIDC પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાને શોધી કાઢી ઝારખંડ પોલીસ તરફથી સત્તાવાર માહિતી મળતા જ સુરત સચિન GIDC પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે મળેલી બાતમી અને લોકેશનના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ત્યારે સચિન GIDC વિસ્તારમાં શિવાંજલી સોસાયટી, રાજુભાઈની ચાલમાં દરોડો પાડ્યો હતો. આ રૂમમાંથી પોલીસે 36 વર્ષીય વીણી દેવી ઉર્ફે વીણા દેવીને એકદમ સલામત હાલતમાં શોધી કાઢી હતી, જે ત્યાં એકલી જ જીવન વિતાવી રહી હતી. મહિલાનો કબજો ઝારખંડ પોલીસને સોંપાયો મહિલા જીવતી મળી આવતા પિતાની હત્યાની ફરિયાદ પાછળની અસલ હકીકતનો પણ પર્દાફાશ થયો હતો. સચિન GIDC પોલીસે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી ઝારખંડ પોલીસને આ અંગે જાણ કરી દીધી હતી. ત્યારબાદ, વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે મહિલાનો કબજો સુરત પોલીસે ઝારખંડ પોલીસને સોંપી દીધો છે. હવે ઝારખંડ પોલીસ મહિલાનું સત્તાવાર નિવેદન નોંધીને સાસરિયાઓના ત્રાસ અંગે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    જોસ બટલરે રોહિતને પાછળ છોડ્યો:બ્રુકની 42 બોલમાં સદી, ઇંગ્લેન્ડની T-20માં શ્રીલંકા સામે સતત 13મી જીત
    Next Article
    ગણેશ વિસર્જનના 4 દિવસ અહીંથી નિકળશો તો અટવાશો:90 રસ્તા બંધ રહેશે, 12 સ્થળે નો-પાર્કિંગ ઝોન જાહેર; જાણો વૈકિલ્પક રસ્તાઓ અને 11 કૃત્રિમ તળાવનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment