Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક પછી એક 4 સિલિન્ડર ફાટ્યા:બિઝનેસમેન સહિત 7 જીવતાં ભડથું, 3 દાઝ્યા, ઇન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ, આખું ઘર બળીને ખાખ

    12 hours ago

    ઇન્દોરના બંગાળી ચોકડી પાસે ગ્રેટર બ્રિજેશ્વરી કોલોનીમાં બુધવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે ભયાનક અકસ્માત થયો. અહીં એક ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગમાં હતી, ત્યારે તેમાં શોર્ટ સર્કિટ થયું અને આગ લાગી, જેણે જોતજોતામાં ત્રણ માળના મકાનને પોતાની ઝપેટમાં લીધાં. આમાં શહેરના મોટા બિઝનેસમેન સહિત 7 લોકો બળીને મૃત્યુ પામ્યા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પુગલિયા પરિવારના ઘરની બહાર મોડી રાત્રે એક ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પર હતી. સવારે લગભગ 4 વાગ્યે ચાર્જિંગ પોઈન્ટમાં શોર્ટ સર્કિટ થયું, જેના કારણે કારમાં આગ લાગી. આગ ઝડપથી ઘર સુધી પહોંચી અને અંદર રાખેલા ગેસ સિલિન્ડરોને પોતાની ઝપેટમાં લીધા. આગ લાગતા જ સિલિન્ડરોમાં જોરદાર ધડાકા શરૂ થઈ ગયા. એક પછી એક ઘણા સિલિન્ડર ફાટ્યા, જેના કારણે આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો. ધડાકો એટલો જોરદાર હતો કે મકાનનો એક ભાગ ધરાશાયી થઈ ગયો અને અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો. અકસ્માત સંબંધિત ફોટા… ઘરમાં રાખેલા કેમિકલમાં પણ આગ લાગી ઇન્દોરના પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે, 'પ્રાથમિક તપાસ મુજબ, ઘરની બહાર એક ઇલેક્ટ્રિક ગાડી ચાર્જ કરવામાં આવી રહી હતી અને તેનો ચાર્જિંગ પોઇન્ટ ફાટી ગયો. ત્યારબાદ આગ ગાડીમાંથી ઘર સુધી ફેલાઈ ગઈ. ઘરની અંદર 10થી વધુ ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક ફાટી ગયા. આ ઘટનામાં છ લોકોના મોત થયા છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘર મનોજ પુગલિયાનું હતું, જેઓ પોલિમરનો વ્યવસાય કરતા હતા. ઘરમાં કેટલાક એવા કેમિકલ પણ રાખવામાં આવ્યા હતા જે જ્વલનશીલ હતાં.' આ દુર્ઘટનામાં આ લોકોના મોત થયા આ 3 લોકો ઘાયલ થયા વીજળી પુરવઠો બંધ થયો, ઘરમાં ઇલેક્ટ્રોનિક લોક ખુલ્યા નહીં પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, તિલક નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે 4 વાગ્યે આગ લાગવાની જાણ થઈ. તરત જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી. ફાયર ટીમે પહોંચીને સતત આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. ત્રણ માળનું મકાન છે જ્યાં મનોજ સેઠિયાનો પરિવાર રહેતો હતો. પ્રારંભિક કાર્યવાહીમાં ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. 6 લોકોના મોત થયા છે. પ્રારંભિક અનુમાન મુજબ, ઘરની બહાર ચાર્જ થઈ રહેલા એક ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ પોઈન્ટ પર વિસ્ફોટ થયો, જેના કારણે આગ લાગી. આગ પહેલા વાહનમાં ફેલાઈ અને પછી ધીમે ધીમે ઘરની અંદર પહોંચી ગઈ. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘરમાં ઇલેક્ટ્રોનિક લોક લાગેલા હતા. આગ લાગવા દરમિયાન જ્યારે વીજળી સપ્લાય બંધ થઈ ત્યારે આ લોક ખુલી શક્યા નહીં, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી. દરવાજા તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો. સંભાવના છે કે ઘરની અંદર રાખેલા ગેસ સિલિન્ડરોમાં પણ આગના કારણે વિસ્ફોટ થયો, જેનાથી સ્થિતિ વધુ ગંભીર બની ગઈ.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલે કહ્યું- નવા ઈરાની સુપ્રીમ લીડરને શોધીને મારીશું:ગઈકાલે સિક્યોરિટી ચીફની હત્યા કરી; અમેરિકાએ ઈરાની સૈન્ય ઠેકાણા પર 2700Kgનો બોમ્બ ફેંક્યો
    Next Article
    વલસાડ સાંસદે લોકસભામાં રેલવે પ્રશ્નો ઉઠાવ્યા:વંદે ભારત, શતાબ્દી સ્ટોપેજ અને બંધ લોકલ ટ્રેનો શરૂ કરવા માંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment