Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ સાંસદે લોકસભામાં રેલવે પ્રશ્નો ઉઠાવ્યા:વંદે ભારત, શતાબ્દી સ્ટોપેજ અને બંધ લોકલ ટ્રેનો શરૂ કરવા માંગ

    8 hours ago

    વલસાડના નવનિર્વાચિત સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે સંસદમાં વલસાડ જિલ્લાના રેલવે સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે રેલવે બજેટ પરની ચર્ચા દરમિયાન વલસાડ રેલવે સ્ટેશન પર પ્રીમિયમ ટ્રેનોના સ્ટોપેજ અને કોરોના મહામારીથી બંધ પડેલી ટ્રેનોને ફરીથી શરૂ કરવાની માંગ કરી હતી. સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે વલસાડ એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર છે. તેમણે મુંબઈ-ગાંધીનગર અને મુંબઈ-દિલ્હી વચ્ચે દોડતી નવી વંદે ભારત સ્લીપર ટ્રેન તેમજ શતાબ્દી એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર સ્ટોપેજ આપવા રજૂઆત કરી. આ ઉપરાંત, સુરતથી વલસાડ તરફ રાત્રે 7 થી 11 વાગ્યા દરમિયાન ટ્રેનોની અછત હોવાથી નવી ટ્રેન શરૂ કરવાનું પણ સૂચન કર્યું. કોરોના મહામારી દરમિયાન બંધ થયેલી કેટલીક લોકલ ટ્રેનો હજુ સુધી શરૂ ન થતાં હજારો શ્રમિકો અને અપ-ડાઉન કરતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. ધવલ પટેલે આ ટ્રેનો સત્વરે શરૂ કરવાની માંગ કરી. તેમણે સંજાણ, ભીલાડ અને ઉમરગામ રેલવે સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા, ફ્લાઈંગ રાણી, અવધ અને રાણકપુર એક્સપ્રેસના સ્ટોપેજ આપવા પર પણ ભાર મૂક્યો. વલસાડ, વાપી અને સરીગામ જેવા વિસ્તારોમાં મહારાષ્ટ્રના ડાહણુ અને પાલઘરથી પણ અનેક લોકો રોજગારી માટે આવે છે. આથી મુસાફરોની કનેક્ટિવિટી વધારવા માટે તેમણે પાલઘરના સાંસદ હેમંત સાવરા, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના સાંસદો સાથે મળીને સંયુક્ત રીતે સ્ટોપેજ વધારવા માટે સરકારનું ધ્યાન ખેંચ્યું. સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, "લોકસભામાં જનહિતના પ્રશ્નો ઉઠાવવા એ મારી પ્રાથમિકતા છે. વલસાડના મુસાફરોને પૂરતી સુવિધા મળે તે માટે હું કટિબદ્ધ છું."
    Click here to Read More
    Previous Article
    એક પછી એક 4 સિલિન્ડર ફાટ્યા:બિઝનેસમેન સહિત 7 જીવતાં ભડથું, 3 દાઝ્યા, ઇન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ, આખું ઘર બળીને ખાખ
    Next Article
    In Big Relief For Fliers, Centre Says No Selection Fee On 60% Seats

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment