Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્યૂશન ક્લાસિસના શિક્ષિકાએ 4 વર્ષીય બાળકને તાવીથાના ડામ આપ્યા:રાજકોટમાં મહિલા શિક્ષકનો ગોળ ગોળ જવાબ, વાલીનો આક્રોશ, કોચિંગ ક્લાસ માટે કડક કાયદો બનાવવા માગ

    2 days ago

    રાજકોટમાં માનવતાને નેવે મૂકતી ઘટના સામે આવી છે. ચાર વર્ષ અને છ મહિનાના માસૂમ બાળકને ટ્યુશન દરમિયાન ગરમ તાવીથાથી ડાબા પગના સાથળ પર ડામ આપ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સમગ્ર મામલે બાળકના કાકા વિશાલ યાદવની ફરિયાદના પ્રદ્યુમનનગર પોલીસે ટ્યુશન શિક્ષિકા નિરાલી અશ્વિન વાઘેલા વિરુદ્ધ BNSની કલમ 352 અને 118 સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જોકે શિક્ષિકાએ આ આક્ષેપોને વખોડી કહ્યું છે કે, તે બાળક ખૂબ જ તોફાની છે અને ગાળો બોલે છે જેને લીધે બીજા વિદ્યાર્થીઓ પણ ગાળો બોલે છે. જેથી તેને ટ્યુશનમાં ન મોકલવા કહ્યું હતું. આમ છતાં પણ તેના વાલી ટ્યુશનમાં મૂકી ગયા હતા અને મેં માત્ર ઠંડો તાવીથો અડાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે કોચિંગ ક્લાસ રજીસ્ટ્રેશન બાબતે કડક કાયદો બનાવવા માગ કરી છે. 'બાળક લખતો ન હોવાથી શિક્ષિકાએ ગરમ તાવીથાથી ડામ આપ્યો' બાળકના કાકાએ જણાવ્યું હતું કે, હું રિક્ષા ડ્રાઇવિંગનો વ્યવસાય કરું છું. ગઈકાલે (6 જુલાઈ)ના હું રિક્ષા લઈને ઘરે આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે, મારો ભત્રીજો છેલ્લા પાંચથી છ મહિનાથી રેલનગર સ્થિત શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશિપમાં રહેતી ટ્યુશન શિક્ષિકા નિરાલી અશ્વિનના ઘરે અભ્યાસ માટે જતો હતો. ટ્યુશન દરમિયાન બાળક લખતો ન હોવાથી શિક્ષિકાએ ગરમ કરેલા તાવીથાથી તેના ડાબા પગના સાથળ પર ડામ આપ્યો હતો. બનાવની જાણ બાળકની માતાએ કરતાં હું શિક્ષિકાના ઘરે સ્પષ્ટતા માગવા પહોંચ્યો હતા. જોકે ત્યાંથી એવો જવાબ મળ્યો કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજો. જેથી મેં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ઇજાગ્રસ્ત બાળકને સારવારમાં ખસેડાયો, ગુનો નોંધાય ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને રજા આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પ્રધ્યુમનનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત અને અન્ય પાસાઓ કયા સામે આવે છે તે જોવું મહત્વનું બની રહેશે. કોચિંગ ક્લાસ રજીસ્ટ્રેશન બાબતે કડક કાયદો બનાવા માગ વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રેલનગર વિસ્તારમાં ખાનગી કોચિંગ ક્લાસમાં બાળક લખતો ન હોય તેવી સામાન્ય બાબતમાં શિક્ષક દ્વારા તાવીથાથી ડામ દેવાની ઘટના ખૂબ જ નિંદનીય અને ક્રૂરતા પૂર્વકની છે. જેને અમે વિપક્ષ તરીકે વખોડી કાઢીએ છીએ. પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે માત્ર આરોપીની ધરપકડ થઈ તે જ સોલ્યુશન નથી. કારણકે તાજેતરમાં જસદણના આલ્ફા સંકુલમાં તેમજ અન્ય ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના બની હતી. 'તાવીથો ઠંડો હતો અને માત્ર બિવડાવવા માટે તે અડાડ્યો હતો' આ સમગ્ર મામલે શિક્ષિકા નિરાલીબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં છોકરાને ડામ આપ્યો નથી, તેના વાલી ખોટા આક્ષેપો કરે છે. તેને મશીન વાગેલું છે અને મેં તેના વાલીને પણ કહ્યું હતું કે તમારો છોકરો એટલો તોફાની છે કે બીજા વિદ્યાર્થીઓ પણ ડિસ્ટર્બ થાય છે. જેથી મારે એને રાખવો નથી પરંતુ તેના બા ફરી તે વિદ્યાર્થીને મૂકી ગયા અને કહ્યું કે ગમે તે સજા કરો પરંતુ મારા છોકરાને સુધારો. વધુમાં શિક્ષિકાએ કહ્યું કે, જે તાવીથો બીજા છોકરાઓને પણ અડાડ્યો હતો. જો ગરમ હોય તો તેઓ પણ બોલે ને. હું છેલ્લા આઠથી દસ વર્ષથી ટ્યુશન ક્લાસ ચલાવું છું અને અહીં 25થી 30 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલ મારી સાથે ત્રણથી ચાર વાલીઓ પણ આવ્યા છે અને તેમને પૂછી જુઓ કે મેડમનો સ્વભાવ કેવો છે અને કઈ રીતે હું રાખું છું. છોકરાના કાકા મને ધમકી આપી ગયા કે હું તમારું ટ્યુશન ક્લાસ બંધ કરાવી દઈશ અને આવતીકાલથી એક પણ છોકરો તમારે ત્યાં નહીં આવે. છોકરાને લખતા જ આવડતું નથી કે અક્ષર સારા કઈ રીતે થાય.
    Click here to Read More
    Previous Article
    સોનારિયામાં નેત્ર નિદાન કેમ્પ, 102 દર્દીએ લાભ લીધો:જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉદ્ઘાટન કર્યું, જરૂરિયાતમંદોને ઓપરેશન માટે વીરનગર મોકલાયા
    Next Article
    તાપીમાં અતિવૃષ્ટિથી 28પંચાયત રસ્તા બંધ:વાહનવ્યવહાર ઠપ્પ, ગ્રામીણ વિસ્તારો પ્રભાવિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment