Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનારિયામાં નેત્ર નિદાન કેમ્પ, 102 દર્દીએ લાભ લીધો:જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉદ્ઘાટન કર્યું, જરૂરિયાતમંદોને ઓપરેશન માટે વીરનગર મોકલાયા

    2 days ago

    વેરાવળ તાલુકાના સોનારિયા ગામે સામાજિક સેવા અને આરોગ્ય ક્ષેત્રે એક પ્રશંસનીય પહેલરૂપે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વેરાવળ, તાલાલા અને સુત્રાપાડા તાલુકાના કુલ 102 દર્દીએ આંખોની તપાસ કરાવી લાભ લીધો હતો. કેમ્પનું ઉદ્ઘાટન ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી. બોરીચાએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું. તેમણે આવા આરોગ્યલક્ષી સેવા કાર્યોને સમાજ માટે અત્યંત ઉપયોગી ગણાવી આયોજકોની કામગીરીને બિરદાવી હતી. આ નેત્રયજ્ઞ શ્રીમતી રમાબેન અનિલભાઈ પારેખના સહયોગથી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ ગીર સોમનાથ, ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથ અને જન સમાજ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે શિવાનંદ મિશન હોસ્પિટલ, વીરનગરના સહયોગથી યોજાયો હતો. શિવાનંદ મિશન હોસ્પિટલના આંખના નિષ્ણાત તબીબોએ દર્દીઓની વિગતવાર તપાસ કરી જરૂરી માર્ગદર્શન સાથે દવાઓ પણ વિનામૂલ્યે આપી હતી. જે દર્દીઓને મોતિયાબિંદ અથવા અન્ય આંખના ઓપરેશનની જરૂરિયાત હોવાનું નિદાન થયું હતું, તેમને કેમ્પ સ્થળેથી જ વીરનગર હોસ્પિટલમાં સારવાર અને ઓપરેશન માટે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અગાઉ હોસ્પિટલમાં ઓપરેશન કરાવી ચૂકેલા દર્દીઓનું ફોલો-અપ ચેકઅપ પણ આ કેમ્પ દરમિયાન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન વેરાવળ બ્લડ બેન્કના જયંતીભાઈ આંજણીએ પણ પોતાની સેવાઓ આપી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા સોનારિયા પ્રાથમિક શાળાના આચાર્ય અજયસિંહ ઝાલા, મુળાભાઈ સોલંકી, પ્રફુલભાઈ સોલંકી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથના અધ્યક્ષ અને કેમ્પના આયોજક ભગવાનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોના લોકોને નિઃશુલ્ક અને ગુણવત્તાસભર નેત્ર સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ચાંદીપુરા વાયરસથી 3 અને 4 વર્ષના બે બાળકોના મોત:વાયરસનો ફેલાવો અટકાવવા આરોગ્ય વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ, 682 ટીમો દ્વારા સર્વે અને સેમ્પલિંગ
    Next Article
    ટ્યૂશન ક્લાસિસના શિક્ષિકાએ 4 વર્ષીય બાળકને તાવીથાના ડામ આપ્યા:રાજકોટમાં મહિલા શિક્ષકનો ગોળ ગોળ જવાબ, વાલીનો આક્રોશ, કોચિંગ ક્લાસ માટે કડક કાયદો બનાવવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment