Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ચાંદીપુરા વાયરસથી 3 અને 4 વર્ષના બે બાળકોના મોત:વાયરસનો ફેલાવો અટકાવવા આરોગ્ય વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ, 682 ટીમો દ્વારા સર્વે અને સેમ્પલિંગ

    2 days ago

    પંચમહાલ જિલ્લામાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસે ચિંતા ઊભી કરી છે. ગોધરા તાલુકાના વીંઝોલ અને સરદારપુરા ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ બે માસૂમ બાળકોના મોત થતાં સમગ્ર જિલ્લામાં ફફડાટનો માહોલ સર્જાયો છે. મૃતક બાળકોની ઉંમર માત્ર 3 અને 4 વર્ષની હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગે કુલ ચાર શંકાસ્પદ કેસોની ઓળખ કરી હતી, જેમાંથી બે બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને તેમની સારવાર વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે અન્ય બે બાળકો સારવાર દરમિયાન જીવ ગુમાવી બેઠા છે. મૃતક બાળકોની વિગત વિરાજ રંગીતસિંહ ચૌહાણ - ઉંમર 3 વર્ષ, વીંઝોલ ગામ, ગોધરા પ્રિન્સ જીતેન્દ્રભાઈ બારીઆ - ઉંમર 4 વર્ષ, સરદારપુરા ગામ, ગોધરા હાલમાં સમગ્ર જિલ્લામાં આરોગ્યની 682 આરોગ્ય ટીમો કાર્યરત : જિલ્લા આરોગ્ય અધિકારી બે બાળકોના મોત બાદ જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. વાયરસનો વધુ ફેલાવો અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિતે જણાવ્યું કે હાલમાં સમગ્ર જિલ્લામાં 682 આરોગ્ય ટીમો કાર્યરત છે, જ્યારે વીંઝોલ અને સરદારપુરા ગામમાં ખાસ દસ જેટલી ટીમોને સર્વે, સેમ્પલિંગ અને સારવાર માટે તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ ઘર-ઘર જઈને લોકોની તપાસ કરી રહ્યા છે તેમજ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂનાઓ એકત્ર કરીને તપાસ માટે મોકલી રહ્યા છે. સરકારની માર્ગદર્શિકા મુજબ કેસ નોંધાયેલા વિસ્તારોમાં 100 મીટરની ત્રિજ્યામાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરીને સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખીઓનો નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સાથે જ ગ્રામજનોને બાળકોની ખાસ કાળજી રાખવા અને કોઈપણ લક્ષણ જણાય તો તરત જ હોસ્પિટલમાં પહોંચવાની અપીલ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ સંક્રમણના લક્ષણો આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસ ખાસ કરીને 0થી 15 વર્ષના બાળકો માટે વધુ જોખમી માનવામાં આવે છે. રાત્રિના સમયે અચાનક તીવ્ર તાવ આવવો, ઝાડા-ઊલટી (ડાયેરિયા), શરીરમાં ખેંચ આવવી અને બાળકની સ્થિતિ ઝડપથી ગંભીર બનવી તેના મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર બાળકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવું અત્યંત જરૂરી હોવાનું તંત્રે જણાવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિતે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે શરૂઆતની વરસાદી ઋતુ દરમિયાન સક્રિય થતી સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. ખાસ કરીને પ્લાસ્ટર વગરના કાચા મકાનોમાં આ માખીઓનું પ્રમાણ વધુ હોવાથી આવા વિસ્તારોમાં જોખમ વધે છે. વાયરસનો ઇન્ક્યુબેશન પિરિયડ ખૂબ ઓછો હોવાથી બાળકને ચેપ લાગ્યા બાદ ખૂબ જ ઝડપથી લક્ષણો દેખાવા લાગે છે અને મગજમાં સોજો (એન્કેફેલાઇટિસ) જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. 2024માં પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી 7 બાળકોના મોત થયા હતા ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ 2024 દરમિયાન પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના રાજ્યમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા હતા, જેમાં 7 બાળકોના મોત થયા હતા. તે સમયે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ની બે ટીમોએ જિલ્લામાં આવીને 14 ગામોમાંથી 600થી વધુ લોકોના બ્લડ સેમ્પલ તેમજ વિવિધ પશુઓના 271 બ્લડ સેમ્પલ એકત્ર કર્યા હતા. ઉપરાંત ચાંદીપુરા વાયરસ ફેલાવતી 200થી વધુ સેન્ડ ફ્લાય પણ પકડવામાં આવી હતી. આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે બાળકોને તાવ, ઝાડા, ઊલટી અથવા ખેંચ જેવા લક્ષણો દેખાય તો કોઈપણ પ્રકારની બેદરકારી રાખ્યા વગર તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું જોઈએ. સમયસર સારવાર જ ચાંદીપુરા વાયરસ સામે સૌથી અસરકારક બચાવ હોવાનું આરોગ્ય તંત્રએ ભારપૂર્વક જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જુનિયર NTRની નવી ફિલ્મ વિવાદમાં સપડાઈ:પોસ્ટર રિવીલ થતાં જ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ, ભગવાન મુરુગન પર વાર્તા આધારિત
    Next Article
    સોનારિયામાં નેત્ર નિદાન કેમ્પ, 102 દર્દીએ લાભ લીધો:જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉદ્ઘાટન કર્યું, જરૂરિયાતમંદોને ઓપરેશન માટે વીરનગર મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment