Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ મોદીએ નાના પાટેકરને 'ક્રાંતિવીર' ગણાવ્યા:અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, જુનિયર NTR, મેહુલ કુમાર સહિતના સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી

    21 hours ago

    નાના પાટેકરનું આજે 75 વર્ષની ઉંમરે નિધન થયું. ગોવામાં કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહીં. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક લોકોએ નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના બીજા દિવસે પીએમ મોદીએ કહ્યું કે, 'નાના અસાધારણ કલાકાર હતા, જેમણે અલગ-અલગ પાત્રો દ્વારા દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું.' પીએમ મોદીએ કહ્યું કે, 'નાના પાટેકરજીનું જીવન તિરંગાની આન, બાન અને શાન માટે સમર્પિત રહ્યું. તેઓ બંધનોમાં રહ્યા નહીં, પરંતુ પક્ષીની જેમ ફિલ્મોના આકાશમાં ઉડ્યા. તેમણે સમાજમાં વ્યાપેલી વ્યવસ્થા પર પોતાની ફિલ્મો દ્વારા આકરો પ્રહાર કર્યો.' તેમણે આગળ કહ્યું કે, 'તેઓ એવા ક્રાંતિવીર હતા, જેમણે બુરાઈઓ વિરુદ્ધ કામ કર્યું. તેમની વાણી જેટલી તેજ હતી, તેમનું મૌન પણ એટલું જ અસરકારક હતું. તેઓ દેશવિરોધી તત્ત્વો પર સતત અંકુશના સમર્થક હતા. હું નાના પાટેકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.' અક્ષય કુમારે કહ્યું- તમારી યાદોને હંમેશા મારા દિલની નજીક રાખીશ અક્ષય કુમારે કહ્યું, 'નાનાજીના નિધનના સમાચારથી ખૂબ દુઃખી છું. તેઓ એવા પસંદગીના કલાકારોમાંના એક હતા, જેમને રોકાઈને જોવા માટે તમારે ઘણું કરવાની જરૂર પડતી નહોતી. હું પોતાને નસીબદાર માનું છું કે મને તેમની સાથે (વેલકમ) અને તાજેતરમાં (હાઉસફુલ 5)માં કામ કરવાની તક મળી. આ બંને ફિલ્મોના સેટની ઘણી બધી યાદો છે, જેને હું હંમેશા મારા દિલની નજીક રાખીશ.' રિતેશ દેશમુખ બોલ્યા- એક યુગનો અંત મારી પાસે શબ્દો નથી. નાના પાટેકરજીના નિધનના સમાચારથી એવું લાગી રહ્યું છે, જાણે મારા પરથી કોઈ ટ્રક પસાર થઈ ગયો હોય. હું ખૂબ જ દુઃખી છું. તેઓ એક અદભુત અભિનેતા હતા અને તેમનો કોઈ મુકાબલો નહોતો. તેઓ પડદાની બહાર પણ હીરો હતા. લોકોની ભલાઈ માટે તેમણે પોતાની ચેરિટી દ્વારા સતત કામ કર્યું. મેહુલ કુમાર બોલ્યા- ‘નાના પાટેકર હંમેશા જમીન સાથે જોડાયેલા માણસ રહ્યા’ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ડિરેક્ટર મેહુલ કુમારે નાના પાટેકરને યાદ કરતાં કહ્યું કે, 'તેમની સાથે 'તિરંગા', 'ક્રાંતિવીર' અને 'કોહરામ' જેવી ત્રણ યાદગાર ફિલ્મો કરી હતી.' તેમણે કહ્યું કે, 'નાના ખૂબ જ જમીન સાથે જોડાયેલા અને સચ્ચાઈના માર્ગે ચાલનારા વ્યક્તિ હતા. ફિલ્મોની સફળતા અને અનેક પુરસ્કારો મળ્યા પછી પણ તેમનું વર્તન ક્યારેય બદલાયું નહોતું.' મેહુલ કુમારે કહ્યું કે, 'નાનાએ અન્ય કોઈ ડિરેક્ટર સાથે ત્રણ ફિલ્મો કરી નહોતી. ક્રાંતિવીરને લઈને દિલીપ કુમારે પણ કહ્યું હતું કે, લોકો નાનાને હંમેશાં આ પાત્રના નામથી યાદ રાખશે.' તેમણે કહ્યું કે, ''કોહરામ' દરમિયાન શરૂઆતમાં અમિતાભ બચ્ચનને નાના સાથે કામ કરવામાં થોડો સંકોચ હતો, પરંતુ બાદમાં નાના અને અમિતાભ વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ. બીજી તરફ, 'તિરંગા'ના સેટ પર નાના અને રાજ કુમાર વચ્ચે પણ સારી બોન્ડિંગ બની ગઈ હતી.' મેહુલ કુમારે કહ્યું કે, 'નાના માત્ર એક સ્ટાર નહોતા, પરંતુ સારા માણસ પણ હતા. તેમણે ગરીબો અને ખેડૂતોની ઘણી મદદ કરી હતી. તેમનું નામ હંમેશાં યાદ રાખવામાં આવશે.' ઉદિત નારાયણ બોલ્યા- 'નાનાના નિધનના સમાચાર સાંભળીને હું હચમચી ગયો છું' દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સિંગર ઉદિત નારાયણે નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, 'સવાર-સવારમાં આ સમાચાર સાંભળીને મને વિશ્વાસ જ નહોતો થયો.' તેમણે આગળ કહ્યું કે, '75 વર્ષની ઉંમરે નાનાનું અવસાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દેશ માટે ખૂબ મોટી ખોટ છે. અભિનેતા તરીકે તેમનો કોઈ જવાબ નહોતો અને વ્યક્તિ તરીકે પણ તેમનું વ્યક્તિત્વ અદભુત હતું. ઉદિતે જણાવ્યું કે તેમને નાના સાથે કામ કરવાની તક મળી હતી. એક ફિલ્મના રેકોર્ડિંગ દરમિયાન નાનાએ પોતે માઇક પર ગાઈને જણાવ્યું હતું કે તેઓ ગીતને કેવી રીતે ઇચ્છે છે. ઉદિતે તેમના માટે એક જ ટેકમાં ગીત ગાયું, ત્યારબાદ નાનાએ તેમની પ્રશંસા કરી હતી. તેમણે 'તિરંગા'માં પણ નાના સાથે કામ કરવાની યાદો શેર કરી. જુનિયર NTR બોલ્યા- 'દરેક પાત્રમાં ઈમાનદારી દેખાતી હતી' સાઉથ સ્ટાર જુનિયર NTRએ નાનાને ભારતીય સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાંના એક ગણાવ્યા. તેણે કહ્યું કે, 'નાનાના દરેક પાત્રમાં એક ખાસ ઈમાનદારી અને ઇન્ટેન્સિટી જોવા મળતી હતી. તેમનું પર્ફોર્મન્સ અભિનય જેવું નહીં, પરંતુ પડદા પર જીવન સાકાર થતું હોય એવું લાગતું હતું.' NTRએ કહ્યું કે, 'ભારતીય સિનેમામાં નાનાનું યોગદાન પેઢીઓ સુધી યાદ કરવામાં આવશે.' પ્રકાશ રાજ બોલ્યા- 'વાતચીત અને ચર્ચાઓ હંમેશાં યાદ રહેશે' એક્ટર પ્રકાશ રાજે નાનાને યાદ કરતાં કહ્યું કે, 'હું તેમની સાથે વિતાવેલી ક્ષણો, વાતચીત, ચર્ચાઓ અને નાનાના હાથનું બનાવેલું ભોજન હંમેશાં યાદ રાખીશ.' તેમણે નાના પાસેથી મળેલા બોધને પણ યાદ કર્યો અને કહ્યું કે, 'મારા જીવનમાં આવવા બદલ હું હંમેશાં આભારી રહીશ.' નિતિન ગડકરીએ મિત્રતાને યાદ કરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેમના અને નાના પાટેકર વચ્ચે અત્યંત નજીકના અને મિત્રતાભર્યા સંબંધો હતા. તેમણે નાનાની પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી અને તેમની આગવી સંવાદ રજૂઆતને યાદ કરી. ગડકરીએ (નામ ફાઉન્ડેશન) દ્વારા ખેડૂતો અને ગ્રામીણ પરિવારો માટે નાનાએ કરેલા કાર્યને પણ શ્રદ્ધાંજલિ રૂપે યાદ કર્યું. સુવેન્દુ અધિકારી બોલ્યા- 'ભારતીય સિનેમાએ એક આગવો અવાજ ગુમાવ્યો' પશ્ચિમ બંગાળના નેતા સુવેન્દુ અધિકારીએ નાનાને ભારતીય સિનેમાનો નિર્ભીક અને આગવો અવાજ ગણાવ્યો. તેમણે 'પરિંદા', 'ક્રાંતિવીર', 'પ્રહાર' અને 'અબ તક છપ્પન'માં તેમના અભિનયને યાદ કર્યો. તેમણે નાનાના સામાજિક કાર્ય અને ગ્રામીણ સમુદાયો માટે કરાયેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો. નાનાની લગભગ પાંચ દાયકાની કારકિર્દી નાના પાટેકરે 1978માં ‘ગમન’થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે હિન્દી અને મરાઠી સિનેમાની સાથે થિયેટરમાં પણ કામ કર્યું. ‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘પ્રહાર’, ‘અબ તક છપ્પન’, ‘નટસમ્રાટ’, ‘વેલકમ’ અને ‘હાઉસફુલ 5’ જેવી ફિલ્મોમાં તેમના પાત્રો યાદગાર રહ્યા. તેમને ત્રણ નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યા હતા અને 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. , નાના પાટેકર સંબંધિત આ સમાચાર પણ વાંચો… રેપિસ્ટનો રોલ ઓફર કરતા નાના પાટેકરે ડિરેક્ટરને ગાળો ભાંડી:કારગીલ યુદ્ધમાં જોડાવા રક્ષા મંત્રીને ફોન કર્યો, થિયેટરમાં પ્રેક્ષકોએ ફેંકેલા જૂતાંને 'સન્માન' ગણીને સાચવતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન:કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, 45 મિનિટ સુધી CPR આપ્યા બાદ પણ જીવ બચાવી શકાયો નહીં; 100+ ફિલ્મો, 3 નેશનલ, 4 ફિલ્મફેર અવોર્ડ
    Click here to Read More
    Previous Article
    CEC ज्ञानेश कुमार की और बढ़ाई गई सुरक्षा, Z प्लस से इतर घर-दफ्तर के बाहर अतिरिक्त जवान तैनात
    Next Article
    શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનું રાજકોટ ગુરુકુલમાં સ્વાગત કરાયું:દેવકૃષ્ણદાસજી સ્વામી 20 દિવસની ઓસ્ટ્રેલિયા સત્સંગ યાત્રા પૂર્ણ કરીને સુખરૂપ રાજકોટ ગુરુકુલ પધાર્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment