Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમિર ખાનના ભાણેજ એક્ટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ:28 ઓક્ટોબર સુધીની મુદત, અમેરિકન નાગરિક છે: જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના પ્રદર્શનમાં જોડાયા હતા

    7 hours ago

    એક્ટર ઇમરાન ખાનને મુંબઈ પોલીસે નોટિસ જારી કરીને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાના નિર્દેશ આપ્યા છે. ઇમરાન 10 ઓક્ટોબરે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને યોજાયેલા પ્રદર્શનમાં સામેલ થયા હતા. મુંબઈ પોલીસે ઇમરાન ખાનને 10 ઓક્ટોબરે કસ્ટડીમાં લીધા હતા. તેઓ 22-23 જુલાઈએ નીટ પેપર લીકના વિરોધમાં યોજાયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં પણ સામેલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઇમરાન ભારતીય નાગરિક નથી અને તેઓ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ મામલે તેમની વિરુદ્ધ ઇમિગ્રેશન એક્ટની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઇમરાન ખાનનો જન્મ અમેરિકામાં થયો હતો ઇમરાનનો જન્મ અમેરિકાના વિસ્કોન્સિનમાં થયો હતો. જન્મથી જ તેમની પાસે અમેરિકાની નાગરિકતા અને અમેરિકન પાસપોર્ટ છે. તેઓ કાયદેસર રીતે ભારતના નાગરિક નથી. ભારતમાં રહેવા અને કામ કરવા માટે તેઓ ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડનો ઉપયોગ કરે છે. ભારતમાં વિદેશી નાગરિકોના પ્રવેશ, રહેઠાણ અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 લાગુ છે. આ કાયદા હેઠળ સરકાર વિદેશી નાગરિકોના ભારતમાં રહેવા અને તેમની પ્રવૃત્તિઓ પર શરતો મૂકી શકે છે. જો કોઈ વિદેશી નાગરિક લાગુ નિયમો અથવા વિઝાની શરતોનું ઉલ્લંઘન કરે, તો તેની સામે કાર્યવાહી કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    A journalist’s day in detention: A reluctant baton, a press ID ignored, and stranger’s help
    Next Article
    ઓપરેશન સિંદૂર બાદ ડ્રોન વૉરની તૈયારી તેજ:સેના 9 એન્ટી-ડ્રોન સિસ્ટમ અને 10 લાંબા અંતરના સર્વેલન્સ ડ્રોન ખરીદી રહી છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment