Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તીથલ સ્વામિનારાયણ મંદિરમાં બાળ-બાલિકા ભક્તિ પર્વ યોજાયું:વલસાડ સહિત 4 વિસ્તારના 610 લોકોએ લાભ લીધો, ગરબા મહોત્સવ પણ થયો

    2 days ago

    વલસાડ તાલુકાના પ્રસિદ્ધ તીથલ સ્વામિનારાયણ મંદિર ખાતે બાળકો અને બાલિકાઓના સર્વાંગી વિકાસ માટે વિશેષ 'ભક્તિ પર્વ' કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક પર્વનો વલસાડ, કોસંબા, તીથલ અને ડુંગરી એમ વિવિધ ચાર વિસ્તારોમાંથી આવેલા કુલ 610 જેટલા હરિભક્તો અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. રસપ્રદ રમતો અને પ્રેઝન્ટેશનથી માર્ગદર્શન આપ્યું આ સમગ્ર ભક્તિ પર્વનું આયોજન "હાર્ટ ટુ હાર્ટ: પ્લીઝિંગ ધ સત્પુરુષ" ની વિશેષ થીમ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રસપ્રદ રમતો, પ્રેરણાદાયી વીડિયો, PPT પ્રેઝન્ટેશન અને વિદ્વાન વક્તાઓના પ્રવચનોના માધ્યમથી ઉપસ્થિત બાળ-બાલિકાઓને ગુરુહરિનો રાજીપો કેવી રીતે મેળવી શકાય તેનું સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આધ્યાત્મિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન કરાયું આ આધ્યાત્મિક અને શૈક્ષણિક કાર્યક્રમમાં 200 બાળકો, 230 બાલિકાઓ, 100 ઉત્સાહી કાર્યકરો અને 80 જેટલા વાલીઓ સીધા સામેલ થયા હતા. આ વિશિષ્ટ શિબિર દ્વારા ઉપસ્થિત તમામ ભાવી પેઢીના બાળકોને આધ્યાત્મિક મૂલ્યો, ભારતીય સંસ્કારો અને ઉત્તમ જીવનઘડતરનું પ્રેરણાદાયી જ્ઞાન તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લાઈવ ગરબા મહોત્સવ અને મહાપ્રસાદ યોજાયો કાર્યક્રમના ભવ્ય સમાપન બાદ સાંસ્કૃતિક ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક સંગીતકાર યુવકોએ લાઈવ ગરબાની રમઝટ બોલાવી હતી, જેના તાલે સૌ ખેલૈયાઓએ રાસ-ગરબાનો ભરપૂર આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં 76 ગ્રામ MD ડ્રગ્સ સાથે 23 વર્ષીય યુવક ઝડપાયો:એક્ટિવા અને મોબાઈલ ફોન સહિત 2.88 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    રાજકોટમાં યુવાનની હત્યા કરતા 3 શખ્સો ઝડપાયા:150 ફૂટ રીંગરોડ પર પાનમાવા ખાવા જેવી નજીવી તકરારમાં યુવાનને છરીના ઘા મારી પતાવી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment