Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 3 સ્થળે ખાનગી મેળા યોજાશે:જન્માષ્ટમીમાં નાનામવા સર્કલ, સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રીંગરોડ પરના પ્લોટમાં પ્રાઇવેટ મેળાની મંજૂરી મંગાશે

    7 hours ago

    રેસકોર્સ મેદાનમાં તા. 2 સપ્ટેમ્બરથી જિલ્લા તંત્ર દ્વારા લોકમેળો શરૂ થવાનો છે ત્યારે દર વર્ષની જેમ મહાપાલિકાએ પણ ખાનગી મેળા માટે જુદા જુદા પ્લોટ ભાડે આપવા તૈયારી શરૂ કરી છે. આ વર્ષે ખાનગી મેળા માટે ગ્રાઉન્ડ ભાડે મેળવવા ઈન્કવાયરી શરૂ થઈ હોય ત્રણ પ્લોટ ભાડે આપવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. 150 ફૂટ રીંગ રોડ પર નાનામવા સર્કલના કોર્નર પરનો પેટ્રોલપંપની બાજુનો ટીપીનો 9,438 ચો.મી.નો પ્લોટ, સાધુવાસવાણી રોડ પર રાજ પેલેસ બિલ્ડીંગની સામે આવેલો ટીપીનો 5,388 ચો.મી.નો પ્લોટ અને 150 ફૂટ રીંગ રોડ પર અમિન માર્ગના કોર્નર પર ઝેડબ્લુની સામે આવેલો 4,669 ચો.મી.નો પ્લોટ ખાનગી મેળા માટે આપવા માટે કમિશ્ર્નર પાસે ફાઇલ મુકાશે. વરસાદને લીધે ઓખા - મુંબઈ અને ઓખા - અમદાવાદ રદ, 4 ટ્રેન ડાયવર્ટ વરસાદ તેમજ રેલ સેક્શનમાં પાણી ભરાવવાના કારણે રાજકોટ રેલવે ડિવિઝનની 2 ટ્રેન ઓખા - મુંબઈ અને ઓખા - અમદાવાદ રદ કરવામાં આવી છે. જ્યારે 4 ટ્રેન ડાયવર્ટ રૂટ પર દોડશે. અમદાવાદ-વીરમગામ રેલ સેક્શનમાં પાણી ભરાવાને કારણે તેમજ બિલીમોરા-વઘઈ નેરોગેજ રેલ સેક્શનમાં ટ્રેક ધોવાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સંચાલનમાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ, તારીખ 26 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા ઈસ્ટ અને વિરમગામ સ્ટેશનો વચ્ચે ભારે વરસાદ, જળભરાવ તથા પરિચાલન સંબંધી કારણોસર ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (26 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડનારી) રદ રહેશે. જ્યારે મુંબઈ ડિવિઝનમાં ભૂસ્ખલનના કારણે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનોનું સંચાલન ડાયવર્ટ કરાયેલા માર્ગ પર કરાશે રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 1)ગાડી સંખ્યા 22718 સિકંદરાબાદ–રાજકોટ એક્સપ્રેસ, જે 27 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડશે, તે દૌંડ–મનમાડ–જળગાંવ–પલધી–સુરત માર્ગ પર ચલાવવામાં આવશે. 2) ગાડી સંખ્યા 22717 રાજકોટ–સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 27 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડશે, તે સુરત–પલધી–જળગાંવ–મનમાડ–દૌંડ–સોલાપુર માર્ગ પર ચલાવવામાં આવશે. 3) ગાડી સંખ્યા 20968 પોરબંદર–સિકંદરાબાદ એક્સપ્રેસ, જે 28 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડશે, તે સુરત–પલધી–જળગાંવ–મનમાડ–દૌંડ–સોલાપુર માર્ગ પર ચલાવવામાં આવશે. 4) ગાડી સંખ્યા 16613 રાજકોટ–કોયમ્બતૂર એક્સપ્રેસ, જે 26 જુલાઈ 2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડશે, તે સુરત–પલધી–જળગાંવ–મનમાડ–દૌંડ–સોલાપુર માર્ગ પર ચલાવવામાં આવશે. ભાદરમાં રાજકોટ માટે પોણા બે માસના પાણીનો સંગ્રહ રાજકોટમાં બે દિવસથી પડી રહેલા ધીમા વરસાદ અને આજુબાજુના ભાગોમાં પડી રહેલા વરસાદના કારણે રાજકોટની જીવાદોરી જેવા આજી, ન્યારી અને ભાદર ત્રણે ડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે. તેમાં ભાદરમાં આજ સવાર સુધીમાં ચાર ફુટથી વધુ નીર આવતા રાજકોટ માટે પણ બે મહિનાના પાણીનો સંગ્રહ થવાથી મહાનગર અને મનપા તંત્રને ટેકો મળ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરના શેત્રુંજય બાદ સૌથી મોટા એવા ભાદર-1 ડેમમાં 4.04 ફૂટ પાણીની આવક થવા પામી છે. રાજકોટ માટે ભાદર ડેમમાંથી 40 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ ભાદર ડેમમાં રાજકોટને બે માસ સુધી ચાલે તેટલું પાણી આવ્યું છે.જ્યારે ન્યારી ડેમમાં 6 દિવસ સુધી ચાલે તેટલું પાણી આવ્યું છે. જ્યારે આજી ડેમમાં માત્ર બે દિવસનું પાણી આવ્યું છે. ભાદર ડેમની જળ સપાટીમાં 4.04 ફૂટનો વધારો થયો છે. 34 ફૂટે ઓવરફ્લો થતાં ભાદર ડેમની સપાટી 18.10 ફૂટે પહોંચી છે. ડેમમાં કુલ 1501 એમસીએફટી પાણી સંગ્રહિત છે નવુ 471 એમસીએફટી પાણી આવ્યું છે. રાજકોટને કરાર મુજબ ભાદર ડેમમાંથી રોજ 40 એમએલડી પાણી આપવામાં આવે છે. રાજકોટના સૌથી જુના અને શહેરની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં નવું 0.43 ફૂટ પાણી આવ્યું છે. 29 ફૂટે ઓવરફ્લો થતાં આજીની સપાટી 21.10 ફૂટે પહોંચી જવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પૂરું:કહ્યું- ત્રણેય માંગણીઓ સ્વીકારી, પ્રધાનનું રાજીનામું મંજૂર; જંતર-મંતર ખાલી થવાનું શરૂ, પ્રદર્શનકારીઓ પાછા ફરવા લાગ્યા
    Next Article
    'तरीके बदलेंगे'- Rahul Gandhi से मिलकर लौटीं AISA लीडर Anjali ने क्या बताया? CJP Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment