Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 76 ગ્રામ MD ડ્રગ્સ સાથે 23 વર્ષીય યુવક ઝડપાયો:એક્ટિવા અને મોબાઈલ ફોન સહિત 2.88 લાખનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    ભરૂચ શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદે કારોબાર સામે કાર્યવાહી કરતાં બી ડિવિઝન પોલીસે 76 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 23 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. ત્રણકુવા ફાટક નજીક કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે ડ્રગ્સ, એક્ટિવા અને મોબાઈલ ફોન સહિત કુલ ₹2.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેની હેરફેરમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસની કાર્યવાહી ત્રણકુવા ફાટક નજીકથી સોન તલાવડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય ધ્રુવ નરેશભાઈ ગોહિલને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. ₹2.28 લાખનું મેફેડ્રોન, એક્ટિવા અને મોબાઈલ ફોન જપ્ત પોલીસે આરોપી પાસેથી 76 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું હતું, જેની કિંમત ₹2,28,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત ₹50,000ની કિંમતનું એક્ટિવા અને ₹10,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, પોલીસે કુલ ₹2,88,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ડ્રગ્સના સ્ત્રોત અને અન્ય સંડોવણી અંગે તપાસ ભરૂચ શહેરમાં યુવાનોને નશાના દૂષણથી બચાવવા અને માદક પદાર્થોના ગેરકાયદે વેપાર પર અંકુશ લાવવાના હેતુથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં ઝડપાયેલા યુવક પાસેથી મળી આવેલા ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તે કોને પહોંચાડવાનો હતો અને આ ગેરકાયદે કારોબારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ મામલે વધુ વિગતો સામે આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કાસા વ્યોમા સોસાયટીમાં રેડ થીમ પર ગરબાનું આયોજન, વસ્ત્રાપુર, અમદાવાદમાં નવરાત્રીની ત્રીજી રાત્રે લોકોએ લાલ કપડા પહેરી આનંદ લીધો
    Next Article
    તીથલ સ્વામિનારાયણ મંદિરમાં બાળ-બાલિકા ભક્તિ પર્વ યોજાયું:વલસાડ સહિત 4 વિસ્તારના 610 લોકોએ લાભ લીધો, ગરબા મહોત્સવ પણ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment