Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 દિવસ બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળજો:હીટવેવના કારણે તાપામન 44 પાર પહોંચશે, આજે 2 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ

    8 hours ago

    ગુજરાતમાં આગામી ચાર દિવસ હીટવેવની શક્યતાના પગલે માથું ફાડી નાખે એવી ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર, રાજ્યમાં હજુ ગરમીનો કહેર વધવાનો છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં હજુ 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી છે. એકથી બે દિવસની અંદર ચાલુ સિઝન અને ગત વર્ષની ગરમીનો રેકોર્ટ તૂટે તેવી સંભાવના છે. આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે. 11થી 14 મે સુધી હીટવેવની આગાહી હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 11થી 14 મે સુધી ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે આગામી ત્રણ દિવસનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. તાજેતરમાં કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 45.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ઘણું વધારે છે. સુરત, પોરબંદર, કેશોદ અને કંડલા જેવા સ્થળોએ અત્યારે હીટવેવની સ્થિતિ યથાવત છે. આજે મહાનગરોમાં આગ ઝરતી ગરમી પડશે હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 43°C, અમરેલીમાં 44°C, વડોદરામાં 44°C, રાજકોટમાં 44°C, સુરતમાં 42°C, ભાવનગરમાં 42°C, ભુજમાં 43°C, દાહોદમાં 41°C, ગાંધીનગરમાં 43°C, કંડલામાં 41°C અને પોરબંદરમાં 40°C મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. 14 મે સુધી ખાસ ચેતવણી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 11થી 17 મે દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 11થી 14 મે સુધી ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે આગામી ત્રણ દિવસનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે. સુરત, પોરબંદર, કેશોદ અને કંડલા જેવા સ્થળોએ અત્યારે હીટવેવની સ્થિતિ પવનની સ્થિતિની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ગતિએ પવન ફૂંકાશે, જેની ઝડપ 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. તાજેતરમાં કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 45.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ઘણું વધારે છે. સુરત, પોરબંદર, કેશોદ અને કંડલા જેવા સ્થળોએ અત્યારે હીટવેવની સ્થિતિ યથાવત્ છે. હીટવેવ શું છે? IMD અનુસાર, દેશમાં સામાન્ય રીતે હીટવેવ ત્યારે થાય છે જ્યારે મેદાનોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયા કિનારાની નજીકના વિસ્તારોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય છે. જો કોઈ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોય, તો તેને હીટવેવ કહેવામાં આવે છે અને જો તે 6.4 ડિગ્રી વધે તો તેને સિવિયર હીટવેવ કહેવામાં આવે છે. અમદાવાદની સ્થિતિ અમદાવાદમાં રવિવારે સવારે 11 વાગ્યે જ ગરમીનો પારો 40°C પહોંચી ગયો હતો, 1 સુધીમાં 43ને પાર એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદમાં અગનભઠ્ઠી જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રવિવારે સવારે 11 વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ હતી. આગામી 4 દિવસ દરમિયાન હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યો છે. રવિવારનું દર કલાકનું તાપમાન શહેરના આ હીટ હોટસ્પોટ હવામાન વિશેષજ્ઞ એ. ટી. દેસાઈના જણાવ્યાનુસાર, એકસાથે સક્રીય થયેલી ચાર સિસ્ટમથી શહેરમાં હીટવેવ રહેશે. પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફથી ગરમ અને સૂકા પવન, એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન, પવનની ગતિ ઓછી થતા અને શહેરમાં ‘અર્બન હીટ આઇલેન્ડ’ની અસર વર્તાઈ રહી છે. 13 મેએ અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રીય થતાં 50 કિલોમીટરની ગતિના પવન ફૂંકાઈ શકે છે. શહેરના 13 વિસ્તારમાં અર્બન હીટ આઈલેન્ડની અસર એટલે કે અહીં અન્ય વિસ્તારો કરતાં 3 ડિગ્રી વધુ ગરમી શહેરના 13 વિસ્તારોમાં હીટ હોટ સ્પોટ જાહેર કરાઈ છે. એટલે કે અહીં અન્ય વિસ્તારો કરતાં બેથી ત્રણ ડિગ્રી વધુ તાપમાન રહે છે. મ્યુનિ.ની એજન્સી આ વિસ્તારોનું મેપિંગ કરી રહી છે. તેમાંય ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ, ચાંદખેડામાં એચબીકે સ્કૂલ પાસે, મકતમપુરામાં બાદરાબાદ, લાંભામાં એપોલો ઇન્ટર. સ્કૂલ તથા અસલાલી સર્કલ વિસ્તાર 15 દિવસમાં ત્રણ વખત સૌથી ગરમ રહ્યા હતા. અર્બન હીટ આઈલેન્ડ શું છે? શહેરમાં કોંક્રીટના રસ્તા, ઇમારતો, વાહનો અને એસીના ઉત્સર્જનને લીધે ગરમી પાછી ફેંકાય છે, જેને ‘અર્બન હીટ આઈલેન્ડ’ કહે છે. આ સ્થિતિમાં તાપમાન અચાનક વધે છે, પણ અર્બન હીટ આઇલેન્ડની અસરથી ઝડપથી ઘટતું નથી, જેથી મોડી રાત સુધી ગરમી, બફારો રહે છે. ઇન્ડસ્ટ્રી, ઓછાં વૃક્ષ, ખુલ્લા વિસ્તારો આ કેટેગરીમાં આવી શકે.
    Click here to Read More
    Previous Article
    વિરાટ કોહલીને બદનામ કરવા જર્મન મૉડલને લાંચ અપાઈ!:લિઝલાઝે કહ્યું, 'ક્રિકેટરની વિરુદ્ધ બોલવા મેગેઝિનોએ દબાણ કર્યું'; એક લાઇકે રાતોરાત સ્ટાર બનાવી
    Next Article
    સુરેન્દ્રનગરના દેવપુરામાં ગામે બાળલગ્ન અટકાવાયા:'બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006'ની જોગવાઈથી માહિતગાર કરાયા, વાલીઓએ ભૂલ સ્વીકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment