Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરાટ કોહલીને બદનામ કરવા જર્મન મૉડલને લાંચ અપાઈ!:લિઝલાઝે કહ્યું, 'ક્રિકેટરની વિરુદ્ધ બોલવા મેગેઝિનોએ દબાણ કર્યું'; એક લાઇકે રાતોરાત સ્ટાર બનાવી

    6 hours ago

    ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી થોડા સમય પહેલા કથિત રીતે જર્મન મૉડલનો ફોટો લાઇક કરવાને લઈને ચર્ચામાં હતો. હવે જર્મન મૉડલ લિઝલાઝે દાવો કર્યો છે કે, વિરાટ કોહલી દ્વારા કથિત રીતે તેનો ફોટો લાઇક કર્યા બાદ કેટલીક મેગેઝિને ક્રિકેટર વિરુદ્ધ ખોટા નિવેદનો આપવા માટે પૈસા ઓફર કર્યા હતા. એક લાઇકે રાતોરાત સ્ટાર બનાવી દીધી 'ફિલ્મીમંત્રા' (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ને આપેલા ઇન્ટરવ્યુમાં લિઝલાઝે જણાવ્યું કે, વિરાટ કોહલીની કથિત લાઇક પછી તેને સતત લોકોના ફોન આવવા લાગ્યા. બધા એમ જ કહી રહ્યા હતા કે, વિરાટે તેની પોસ્ટ લાઇક કરી છે. પોતાના મનપસંદ ક્રિકેટર વિરાટ વિશે લિઝલાઝે કહ્યું, હું આનાથી ખૂબ ખુશ હતી અને થોડી ભાવુક પણ થઈ ગઈ હતી, પરંતુ મને બિલકુલ અપેક્ષા નહોતી કે આવું કંઈક થશે. મને અલગ-અલગ મેગેઝિનમાંથી આટલા બધા કોલ આવવા લાગશે. ક્રિકેટર વિરુદ્ધ બોલવા દબાણ કર્યું લિઝલાઝે એવો પણ દાવો કર્યો કે, ‘કેટલાક લોકો તમારા પર એવી વાતો બોલવાનું દબાણ પણ કરે છે, જે તમે કહેવા માંગતા નથી. કેટલાક પત્રકારોએ તો મને પૈસા ઓફર કર્યા, જેથી હું તેમના (વિરાટ કોહલી) વિશે ખોટી વાતો કહું અને એવા આરોપો લગાવું, જે તેમણે ક્યારેય કર્યા જ નથી.’ તેણે આગળ કહ્યું, ‘પણ હું આવું શા માટે કરીશ? મેં પોતે કહ્યું હતું કે તે મારા મનપસંદ ક્રિકેટર છે. પછી હું પૈસા માટે તેમના વિશે ખોટી વાતો શા માટે બોલું? હું એવી વ્યક્તિ નથી.’ શું છે આખો મામલો? નોંધનીય છે કે, લિઝલાઝના ફોટો ક્લિક કરનાર ફોટોગ્રાફર અદ્વૈત વૈદ્યે ગયા મહિને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ક્રીનશોટ શેર કરીને દાવો કર્યો હતો કે, વિરાટ કોહલીના સત્તાવાર એકાઉન્ટ પરથી લિઝલાઝની જૂની તસવીર લાઇક કરવામાં આવી હતી. અદ્વૈતે આ અંગે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. અદ્વૈતે કેપ્શનમાં લખ્યું, ‘આના પર કેવી રીતે રિએક્ટ કરવું… જ્યારે GOAT વિરાટ કોહલી, તમારી પોસ્ટ લાઇક કરી દે. હું અને લિઝલાઝ હજુ પણ અમારી આંખો ચોળીને જોઈ રહ્યા છીએ કે, આ ખરેખર થઈ રહ્યું છે કે નહીં… હાહા… આભાર GOAT.’ (GOAT એટલે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ) કોણ છે લિઝલાઝ? નોંધનીય છે કે, લિઝલાઝ એક જર્મન-સાઉથ આફ્રિકન મૉડલ, વ્લોગર અને ઇન્ફ્લુએન્સર છે, જે ભારતમાં તેની ટ્રાવેલ કન્ટેન્ટ (જેમ કે 'સમોસા સમોસા' વીડિયો) માટે જાણીતી છે. તેણે 'ફિલ્મીમંત્રા'ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વિરાટ કોહલી તેના મનપસંદ ક્રિકેટર છે. વિરાટે અવનીતનો ફોટો લાઈક કર્યો હતો નોંધનીય છે કે, ગયા વર્ષે મે-2025માં વિરાટે એક્ટ્રેસ અવનીત કૌરના એક ફોટોને લાઈક કર્યો હતો. જોકે, વિરાટે થોડા સમય પછી તે લાઈક ડિલીટ કરી દીધી હતી, પરંતુ તે દરમિયાન વિરાટના લાઈકનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો, જેના કારણે આ મામલે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. બાદમાં વિરાટે આ મામલે સ્પષ્ટતા આપવી પડી હતી. વિરાટે અલ્ગોરિધમની ભૂલ ગણાવી હતી વિરાટે કોહલીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ફીડ ક્લિયર કરતી વખતે એવું લાગે છે કે, એલ્ગોરિધમે ભૂલથી કોઈ ઇન્ટરેક્શન રજિસ્ટર કરી લીધું છે. આ પાછળ મારો કોઈ ઇરાદો નહોતો. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને બિનજરૂરી વાતો ન બનાવો. સમજવા બદલ આભાર.’
    Click here to Read More
    Previous Article
    Varanasi bullet train to cut Delhi-Lucknow travel time to just 2 hrs: Vaishnaw
    Next Article
    4 દિવસ બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળજો:હીટવેવના કારણે તાપામન 44 પાર પહોંચશે, આજે 2 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment