Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના દેવપુરામાં ગામે બાળલગ્ન અટકાવાયા:'બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006'ની જોગવાઈથી માહિતગાર કરાયા, વાલીઓએ ભૂલ સ્વીકારી

    6 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં બાળલગ્ન જેવી સામાજિક બદીને ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર સદાય કટિબદ્ધ રહ્યું છે. તાજેતરમાં લીંબડી તાલુકાના દેવપુરા ગામે એક સગીરાના બાળલગ્ન થવાના હોવાની ચોક્કસ બાતમી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીના ચીફ ઓફિસર ચિંતન એન. પટેલ દ્વારા મળેલી અરજી અન્વયે ટીમ દ્વારા તાકીદે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દેવપુરા ગામની સગીરાના લગ્ન ધોળકા તાલુકાના સરગવાળા ગામના યુવક સાથે યોજાવાના હતા, જેને કાયદેસર રીતે અટકાવવામાં આવ્યા છે. આ સફળ કામગીરી અભયમ 181, ચાઇલ્ડ હેલ્પલાઇન અને પાણશીણા પોલીસના સંયુક્ત સહયોગથી પાર પાડવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈ બંને પક્ષોને 'બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006'ની કડક જોગવાઈઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાયદા મુજબ, બાળલગ્ન કરાવવા અથવા તેમાં સહભાગી થવા બદલ 2 વર્ષની જેલની સજા અને રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઈ હોવાની ગંભીરતા સમજાવવામાં આવી હતી. તંત્રના સમજાવટભર્યા પ્રયાસોને અંતે વાલીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને દીકરીના પુખ્ત વય થયા બાદ જ લગ્ન કરવાની ખાતરી આપી હતી. બાળલગ્નથી સમાજમાં થતી વિપરીત અસરો અંગે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. નાની ઉંમરે લગ્ન કરવાથી દીકરી પર સામાજિક અને આર્થિક જવાબદારીઓનું ભારણ અકાળે વધી જાય છે. આ ઉપરાંત, કુમળી વયે થતા લગ્ન દીકરા-દીકરી બંનેના શારીરિક અને માનસિક આરોગ્ય પર ગંભીર નકારાત્મક અસરો પાડે છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યમાં અવરોધક બને છે.
    Click here to Read More
    Previous Article
    4 દિવસ બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળજો:હીટવેવના કારણે તાપામન 44 પાર પહોંચશે, આજે 2 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
    Next Article
    Hantavirus, Covid, Norovirus, Legionnaires': Why Are Cruise Ships So Prone To Disease Outbreaks?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment