Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર લાઈવ:છેલ્લા દિવસે દર મિનિટે 4 લેખે 4 કલાકમાં 900થી વધુની ઉમેદવારી

    6 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ આજે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જાણે આખો સુરેન્દ્રનગર જિલ્લો રાજકીય રંગે રંગાયો હતો. જિલ્લામાં જ્યાં જ્યાં ફોર્મ ભરવાના કેન્દ્રો હતા ત્યાં પહોંચતા રસ્તાઓ ઉમેદવારોથી ઉભરાયેલા જણાતા હતા. રાજકીય પક્ષોના ખેસ, ઝંડા, પ્રતિકોથી માહોલ કલરફૂલ જણાતો હતો. સવારના 11 વાગ્યાથી જ શહેરની ગલીઓમાંથી વાજતે-ગાજતે નીકળેલા ઉમેદવારોના રેલી સ્વરૂપના કાફલાઓ પ્રાંત અને મામલતદાર કચેરીએ પહોંચવા લાગ્યા હતા સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ફોર્મ ભરવાનું વોર્ડ નં. 1થી 5માં પ્રાંત અધિકારી વઢવાણ, વોર્ડ નં. 6થી 9ના ઉમેદવારના નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મામલતદાર કચેરી સીટી, વોર્ડ નં. 10થી 13માં જિલ્લા પુરવઠા અધિકારી કચેરીએ ફોર્મ ભરાયા હતા. જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફોર્મ તે વિસ્તારના પ્રાંત અધિકારી કચેરી અને નગરપાલિકાના નગરપાલિકા કચેરીએ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરાઇ હતી. ચૂંટણી અધિકારીની કચેરીની બહાર ઉભેલા સમર્થકોના નારા અને ઢોલ-નગારાના અવાજ વચ્ચે વહીવટી તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી. આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એક જ દિવસમાં કુલ 900 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. સવારે 11:00 વાગ્યાથી શરુ થયેલી કામગીરી સાંજે 03:00 વાગે પૂરી થઇ ત્યાં સુધીમાં (નિર્ધારિત સમય મર્યાદામાં) તમામ સંસ્થાની ચૂંટણી માટે 1393 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અંદાજે 500થી વધુ કર્મચારીઓ આજની કામગીરીમાં જોડાયા હતા. સાથે કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસને પણ ખડેપગે રખાઇ હતી. 376 બેઠક માટે 1400ની ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વઢવાણ તાલુકા પંચાયતની 2 અને ધ્રાંગધ્રા નગર પાલિકાની 1 બેઠક બીનહરીફ જાહેર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર ના વઢવાણ તાલુકા ના રામપરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાનજીભાઈ ચાવડા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને મેમકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રેખાબેન મકવાણા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.જ્યારે ધ્રાંગધ્રા વોર્ડનં.1ના ઉમેદવાર બીન હરીફ થયા હતા. વર્ષ 2021ની સરખામણએ 6 બેઠક ઘટી સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2021ની સ્થાનીક સ્વરાજની ચૂંટઓ 382 બેઠકો પર થઇ હતી.જેમાં આ વર્ષ 2026ની સ્થાનીક સ્વરાજની ચૂટણીમાં જિલ્લા પંચાયતની 2 અને વઢવાણ તાલુકા પંચાયતની 2 અને મુળી તાલુકા પંચાયતની 2 મળી કુલ 6 બેઠકો ઘટી છે.આમ 2021ની 382ની સરખામણીએ વર્ષ 2026ની ચૂંટણીમાં 377 બેઠક પર જ ચૂંટણી થઇ રહી છે. ભાસ્કર એક્સપ્લેનર: સીમાંકન પછી જ્ઞાતિ- સમાજની વસતીને ધ્યાનમાં રાખી ઉમેદવારોની પસંદગી કરાતા ચૂંટણીમાં સ્પર્ધા મજબૂત રહેશે સીમાંકન બદલાયા પછી જે નવા વિસ્તારો ભળ્યા છે, ત્યાંના મતદારોને રીઝવવા પક્ષોએ કેવા ઉમેદવારો પસંદ કર્યા છે? જવાબ : સીમાંકનમાં ખાસ મોટો ફેરફાર નથી થયો. 1000 થી 1200 મત આઘા પાછા થયા છે તેના માટે જ્યાં વધુ વસ્તી જે સમાજની છે તેમને ટિકિટ આપવામાં આવી છે. સિનિયર નેતાઓના પત્તા કપાયા છે તે કોઇપણ રાજકીય પક્ષ માટે ફાયદાકરક રહેશે કે નુકસાનકારક રહેશે ? જવાબ : સિનિયર નેતાઓના જે પત્તા કપાયા છે તે મોટાભાગના પોતાના પક્ષના સપોર્ટમાં છે આથી ખાસ કાંઈ ફેર પડશે નહીં. જે નેતાઓની ટિકિટ કપાઈ છે, તેઓ પક્ષના નવા ઉમેદવારને જીતાડવા મહેનત કરશે કે પછી અંદરખાને નુકસાન પહોંચાડશે? જવાબ : જે લોકોને ટિકિટ કપાય છે તેમાં કેટલાક લોકો જે તે પક્ષને હરાવવા માટે પ્રયત્ન કરી શકે છે પરંતુ ખાસ નુકસાન નહીં પહોંચાડી શકે. કયા વોર્ડમાં કઈ જ્ઞાતિનું વર્ચસ્વ છે, પક્ષોએ તે મુજબ જ્ઞાતિગત બેલેન્સ જાળવ્યું છે ? જવાબ : દરેક વોર્ડ અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્ઞાતિનું વર્ચસ્વ ખાસ જોવામાં આવ્યું છે. રાજકીય પક્ષોએ નવા ચહેરાઓને વધુ મહત્વ આપ્યું છે તેનું કારણ શું ? જવાબ : મોટાભાગે ત્રણ ચૂંટણી લડ્યા હોય તેને ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો હતો આથી નવા ચહેરાને સ્થાન મળ્યું છે. ઉપરાંત વધુ વાર ચૂંટણી લડી રહેલાઓ સામે એક પ્રકારનો છૂપો રોષ પણ હોય છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર મનપા જંગ:વહુ ભાજપમાં અને સાસુ આપમાં
    Next Article
    મનપાની તિજોરીમાં આવકનો પ્રવાહ વધ્યો:ટેક્સ ભરવા ધસારો, મનપાની આવકમાં દૈનિક 3 લાખનો ઉછાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment