Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બાસ્કેટબોલનો મહાકુંભ શરૂ:ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દિશાંત શાહ દ્વારા આયોજિત 'બરોડા બાસ્કેટબોલ લીગ-3'નો શાનદાર પ્રારંભ

    9 hours ago

    વડોદરામાં રમતગમત ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દિશાંત શાહ દ્વારા આયોજિત ‘બરોડા બાસ્કેટબોલ લીગ–સીઝન 3’નો સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો છે. 1 થી 4 ઑક્ટોબર દરમિયાન યોજાનારી આ રોમાંચક લીગમાં 6 પુરુષ અને 4 મહિલા ટીમો ભાગ લઈ રહી છે. વિશેષ વાત એ છે કે, વડોદરામાં પ્રથમ વખત આ લીગમાં પુરુષોની સાથે વિમેન્સ ટીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને અન્ય રાજ્યોના ખેલાડીઓનો જમાવડો આ લીગના સ્થાપક અને આયોજક દિશાંત શાહે 8 વર્ષ સુધી ભારતીય બાસ્કેટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાંથી 4 વર્ષ તેઓ કેપ્ટન પણ રહ્યા હતા. પોતાના અનુભવનો લાભ યુવા ખેલાડીઓને મળે તે હેતુથી તેમણે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. દિશાંત શાહ દ્વારા ખેલાડીઓની કિટ, એનર્જી ડ્રિન્ક્સ સહિતની તમામ જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ટીમમાં વડોદરા બહારના બે ખેલાડીઓનો સમાવેશ કરાયો છે, જેમાં ગુજરાત બહારના 4 પુરુષ અને 2 મહિલા ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી રમી ચૂકેલા સહજ પટેલ અને હાલમાં રાષ્ટ્રીય ટીમમાં રમી રહેલા આંતરરાષ્ટ્રીય ખેલાડી આયુષ સિંહની ભાગીદારી લીગનું વિશેષ આકર્ષણ બની છે. 3 લાખની રોકડ ઇનામી રકમ અને આકર્ષક પુરસ્કારો આ સ્પર્ધામાં કુલ 3 લાખ રૂપિયાની રોકડ ઇનામી રકમ રાખવામાં આવી છે. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કુલ 6 ખેલાડીઓને (3 પુરુષ અને 3 મહિલા) નિવિયાના સ્પોર્ટ્સ શૂઝની જોડી આપવામાં આવશે. આ ઉપરાંત ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નિવિયાના બાસ્કેટબોલ, ટ્રોફીઓ અને અન્ય અનેક આકર્ષક ઉપહારો પણ રાખવામાં આવ્યા છે. દિશાંત શાહ અને BCA પ્રમુખ પ્રણવ અમીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દિશાંત શાહે જણાવ્યું હતું કે, "આ લીગના આયોજનનો મુખ્ય હેતુ બરોડા અને ગુજરાતના ખેલાડીઓ માટે એક પ્રોફેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ખેલાડીઓ પોતાની ક્ષમતા ચકાસી શકે અને નવું યંગ ટેલેન્ટ બહાર આવે જે ભવિષ્યમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે. બરોડાનું બાસ્કેટબોલ ટેલેન્ટ ખૂબ જ સારું છે." BCAના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, "બરોડા એક સ્પોર્ટિંગ સિટી છે. જેમ ક્રિકેટમાં છોકરીઓનો રસ વધ્યો છે, તેમ બાસ્કેટબોલમાં પણ પ્રથમ વખત વિમેન્સ લીગ શરૂ થવાથી તેમનો રસ વધશે. રમતગમતથી બાળકોમાં શિસ્ત અને ધીરજ આવે છે, રમતમાં હાર્યા પછી ફરીથી કઈ રીતે ઊભા થવું તે શીખવું જિંદગીમાં સૌથી મહત્વનું છે." ઉદ્ઘાટન સમારોહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ આ ભવ્ય લીગના ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, આવકવેરા વિભાગનાં એડિશનલ ડિરેક્ટર ભાવના સિંહ, જોઈન્ટ કમિશનર કમલદીપ સિંહ, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અમીન, લીગના મુખ્ય ટાઇટલ સ્પોન્સર જીડેનના સ્થાપક જિગર ઠક્કર, નવરચના એજ્યુકેશન સોસાયટીનાં ચેરપર્સન તેજલ અમીન, ફાર્મસનના પ્રેસિડેન્ટ રાહુલ શર્મા, મેરિયટ હોટેલ્સના એમડી અમિતાભ ચક્રવર્તી, ડૉ. મનોજ મહેતા અને સિગ્મા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ હર્ષ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઇરાકમાં નોકરી કરતા NRI સાથે વડોદરામાં છેતરપિંડી:ફાર્મહાઉસનું અધૂરું બાંધકામ છોડી કોન્ટ્રાક્ટરે હાથ ઊંચા કર્યા, પોલીસ ફરિયાદ દાખલ
    Next Article
    Police Unearth Illegal Cannabis Plantation Hidden In Gujarat Border Village

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment