Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 જિલ્લા માથે માવઠાનો ખતરો:પાંચ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ, વડોદરાના કોટના બીચ પર 9 ડૂબ્યાં-2નાં મોત, પ્રેમસંબંધમાં યુવકનું જાહેરમાં અપહરણ

    14 hours ago

    11મીએ PM મોદી બનશે ગુજરાતના મહેમાન 11મીએ PM મોદી બનશે ગુજરાતના મહેમાન..સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે. વડોદરામાં 150 કરોડના ખર્ચે બનેલા સરદાર ધામ-3નું લોકાર્પણ કરશે. બંગાળમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પીએમ મોદી પહેલીવાર આવતા હોવાથી વડોદરામાં રોડ શો યોજાય તેવી પૂરી શક્યતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક માવઠાંએ ખેડૂતોની મુશ્કેલી વધારી આજે વહેલી સવારથી દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. તો આ તરફ અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 40ને પાર પહોંચી ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 12 વર્ષના કિશોરે 4 વર્ષની બાળકી પર કર્યું દુષ્કર્મ પોરબંદરમાં 12 વર્ષના કિશોરે 4 વર્ષની બાળકી પર ત્રણવાર દુષ્કર્મ આચર્યું..બાળકીની તબિયત લથડતા પરિવારજનોને જાણ થઈ. પોલીસે કિશોર સામે જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રેમસંબંધમાં યુવકનું જાહેરમાં અપહરણ, માતાની હત્યા અમરેલીમાં યુવતીના પરિવારજનોએ યુવકનું અપહરણ કરી 30 કિ.મી સુધી કારમાં પટ્ટા-પાઇપથી ફટકાર્યો હતો. દીકરાને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ કારથી કચડી નાખી હતી.. યુવતીને પરિણીત યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પરિવારજનોએ આ કૃત્ય કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કળિયુગી મા-બાપની ક્રુરતાએ મમતા લજવી પોરબંદરમાં મહિલાએ તેના અનૈતિક સંબંધો છુપાવવા માટે નવજાતની હત્યા કરી જમીનમાં દાટી દીધું. તો બીજી તરફ મોરબીમાં પિતાએ તેના એક વર્ષના પુત્રની હત્યા કરી. પિતાએ ચાર લગ્ન કર્યા હતા, ચોથી પત્નીએ ત્રીજી પત્નીનું બાળક સાચવવાની ના પાડતા પિતાએ તેને મરવા માટે ઝાડીઓમાં છોડી દીધું . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો. કોટના બીચ પર નહાવા પડેલા 2 લોકોના મોત વડોદરાના કોટના બીચ પર ન્હાવા પડેલા 9 લોકોમાંથી બે યુવકોના મોત નીપજ્યા.સાતને સ્થાનિકોએ બચાવી લીધા. મૃતકોમાંથી એક ભાજપ કાર્યકરનો દીકરો હતો.. નેતાઓ હોસ્પિટલ દોડી આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા પંચમહાલના કાલોલ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું મોત નીપજ્યું. જ્યારે 8 વર્ષની પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પરિવાર કુટુંબી ભાઈના તેરમાની વીધી માટે વતન જતો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોગસ લિવિંગ સર્ટિફિકેટ મામલે કલ્પના કોડેકર સામે ફરિયાદ બોગસ લિવિંગ સર્ટિફિકેટ મામલે અમદાવાદના મહિલા કોર્પોરેટર કલ્પના કોડેકર સામે ફરિયાદ નોંધાઈ..સ્કૂલ રજિસ્ટરની તપાસમાં તેમનું નામ જ ન મળ્યું, તો કોર્પોરેટરનું કહેવું છે કે તે 1 થી 8 ધોરણ ત્યાં જ ભણ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગળા પર વાયર વીંટેલી હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ વડોદરામાં ઘરેથી મહેંદી મૂકવા નીકળેલી યુવતીની હત્યા કરવામાં આવી. મૃતદેહના ગળા પર વાયર વીંટેલો મળી આવ્યો. યુવતીના ભાઈએ રડતા રડતા કહ્યું કે'પોલીસે ખરા સમયે મદદ કરી હોત તો મારી બહેન જીવતી હોત' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાયબર ગઠિયાઓના નિશાને સરકારી કચેરીઓ રાજકોટમાં સરકારી કચેરીઓને નિશાન બનાવી સાયબર ઠગાઈ કરતી ગેંગ સક્રિય..PGVCL MDના નામે પૈસા માંગતા અધિકારીએ 45 લાખનું પેમેન્ટ કરી નાખ્યું તો, RUDAના CEOના નામે પણ 30 લાખ માંગી સાયબર ફ્રોડનો પ્રયાસ કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Karl Marx Uncovered: Surprising Facts About the Mind Behind Marxism
    Next Article
    હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદે 250 કુંડાનું વિતરણ કર્યું:ઉનાળામાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment