Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય શાયર મેઘાણીના પૌત્રી ડો. શેણી મેઘાણીનું યોગ પર મતંવ્ય:અમેરિકાના જિરિયાટ્રિશિયને કહ્યું- મોબાઈલને રિચાર્જ કરવો પડે, તેમ શરીર અને મનને પણ રોજેરોજ રિચાર્જ કરવું અનિવાર્ય

    1 day ago

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્રી અને અમેરિકાના જાણીતા જિરિયાટ્રિશિયન ડો. શેણી મેઘાણીએ વધતી ઉંમરે શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે યોગને સર્વોત્તમ માધ્યમ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, જેમ મોબાઈલ ફોનને નિયમિત રિચાર્જ કરવો પડે છે, તેમ શરીર અને મનને પણ રોજેરોજ રિચાર્જ કરવું અનિવાર્ય છે. વિશ્વ યોગ દિવસ-2026ની વૈશ્વિક થીમ 'સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' (Yoga for Healthy Ageing) નિર્ધારિત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોગ અને જનજાગૃતિના કાર્યક્રમો યોજી રહી છે. ૨૧ જૂન, વિશ્વ યોગ દિવસના અવસરે ડિજિટલ માધ્યમથી સંવાદ સાધતા ડો. શેણી મેઘાણીએ જણાવ્યું હતું કે, ઉંમર વધવાની સાથે શરીર, મન અને મગજ પર તેની અસરો સ્વાભાવિક છે. આ પડકારોનો સામનો કરવા જીવનશૈલીમાં કોઈ અઘરા ફેરફારોની જરૂર નથી, પરંતુ રોજિંદા જીવનમાં નાના અને સરળ ફેરફારો અપનાવીને સ્વાસ્થ્યમાં મોટો સકારાત્મક બદલાવ લાવી શકાય છે. વડીલો માટે શારીરિક હલનચલન અત્યંત મહત્વનું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ માટે દોડવાની કે અખાડામાં જઈ દંડ-બેઠક કરવાની જરૂર નથી. ઘરમાં, શેરીમાં કે બગીચામાં નિયમિત ચાલવું પૂરતું છે. જો એકલા ચાલવામાં કંટાળો આવે તો મિત્રો, પડોશીઓ કે પરિવારના સભ્યોને સાથે રાખી શકાય છે, જેનાથી મન પ્રસન્ન રહેશે અને સામાજિક સંબંધો મજબૂત બનશે. આહાર અંગે તેમણે સલાહ આપી કે, દરેક વડીલે ડોક્ટરની સલાહ મુજબ પોતાના શરીરને અનુકૂળ આવે તેવો ખોરાક યોગ્ય પ્રમાણમાં લેવો જોઈએ. શારીરિક સ્વાસ્થ્યની સાથે મન અને મગજને તેજ તેમજ સચેત રાખવું પણ એટલું જ જરૂરી છે. ગમે તે ઉંમરે નવું જાણવું અને નવું શીખવું એ મગજની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. વડીલોએ પોતાની રુચિ પ્રમાણે વાંચન, સંગીત, ગરબા, રમત-ગમત કે પ્રવાસ-યાત્રા જેવા શોખમાં મન પરોવી રાખવું જોઈએ, જે તેમના માનસિક સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે અને તેમને બેઠાડું જીવન તરફ ધકેલાતા અટકાવે છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ બેકરી, ધ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ:અન્હાઇજેનિક કંડીશનમાં ખાદ્યપદાર્થોના વેચાણ, એક્સપાયરી માલના જથ્થાના આઇસોલેશન - લેબલિંગનો અભાવ
    Next Article
    રાજકોટમાં બે સગીરાઓ પર અવારનવાર દુષ્કર્મ:વાવડીમાં 14 વર્ષીય દીકરીને રાતેના ઘરેથી ભગાડી ગયો, થોરાડમાં ધો.9માં ભણતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી શરીરસંબંધ બાંધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment