Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટક્કર:બરોડા ડેરીની આજે ચૂંટણી: ડેસર સહિત 4 ઝોનમાં 325 મતદાર ડિરેક્ટરોને ચૂંટશે

    11 hours ago

    બરોડા ડેરીનીમાં 4 ઝોનમાં 8 ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી યોજાશે. જેમાં 4 ઝોનમાં કુલ 325 મતદારો મત આપીને ડેરીના ડિરેક્ટરો ચૂંટશે. ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબે દ્વારા મંગળવાર સાંજે 4 વાગે ડેરી ખાતે પહોંચી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી હતી. જ્યારે 18 માર્ચે બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે. તે પછી મત ગણતરી ચાલુ થતાં સાંજે 5 વાગ્યા પહેલાં રિઝલ્ટ આવી જશે. બરોડા ડેરીના 13 ઝોનમાંથી ઝોન 3, 6, 8 અને 12માં ચૂંટણી યોજાશે. જ્યારે 1, 2, 4, 5, 7, 9, 10, 11 અને 13 નંબરના ઝોનના 9 ઉમેદવાર બિનહરીફ થયા છે. ડેરીના ઉપપ્રમુખ જી.બી.સોલંકી અને પ્રમુખ દિનુમામા બિનહરીફ થઈ ચૂક્યાં છે. 18 માર્ચે ચૂંટણી યોજાય તે પહેલાં 9 માર્ચે ચૂંટણી અધિકારીએ હરીફ અને બિનહરીફ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. નોંધનીય છે કે, ચાલુ વર્ષે ચૂંટણીમાં ડેસર બેઠક પર સૌથી વધુ ધ્યાન રહેશે. આ બેઠક પર સુરપાલસિંહની સામે કુલદીપસિંહ રાઉલજી વચ્ચે કાંટાની ટક્કર મનાય છે. સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ થતાં જ મતદારો મત આપવા પહોંચી જશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:દુર્ગંધથી આઝાદી, 10 હજાર લોકોનું ઇ-મેલ અભિયાન
    Next Article
    આરોગ્ય વિભાગમાં ફરિયાદ:ચોખંડીના લોટઘરમાંથી લીધેલા લોટના પેકેટમાંથી ઉંદર નીકળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment