Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 4 વર્ષમાં માત્ર 30 ટકા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર:વિજ બિલ વધુ આવવાના ડરથી 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકોએ આધુનિક મીટર લગાવવા દીધા

    21 hours ago

    પીજીવીસીએલ દ્વારા છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી સ્માર્ટ મીટર નાખવાની યોજના અમલમાં મૂકી છે જોકે રાજકોટ શહેરમાં 7 લાખમાંથી 2.11 લાખ વીજ ગ્રાહકોને ત્યાં જ સ્માર્ટ મીટર લાગ્યા છે. બિલ વધુ આવે છે તેવા ડરને કારણે લોકો સ્માર્ટ મીટર નાખવાનું ઓછું પસંદ કરે છે તે આ આંકડાઓ પરથી જોઈ શકાય છે. જોકે વિજ કચેરીના સુપ્રીન્ટેન્ડિંગ એન્જિનિયરનું કહેવું છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ ઉપરાંત લોકપાલ અનુસાર સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત છે. રાજકોટ શહેર વર્તુળ કચેરીના સુપ્રીન્ટેન્ડિંગ એન્જિનિયર ટી. એન. વોરાએ જણાવ્યું હતું કે, અમારા ગઈકાલના રિપોર્ટ પ્રમાણે સૌથી પ્રથમ તો સ્માર્ટ મીટર છે એ અમારું RDSSનું સેન્ટ્રલ ગવર્મેન્ટ ડ્રીવન અને ગુજરાત સરકારના એક મોટા અભિયાન તરીકે ભવિષ્યમાં સ્માર્ટ ટેકનોલોજી દરેક ગ્રાહકો વાપરતા થાય એ હેતુથી સ્માર્ટ મીટરનું આ અભિયાન ચાલી રહ્યું છે. જેના અનુસંધાને રાજકોટમાં કુલ 7 લાખ ગ્રાહકો છે. જેમાંથી આશરે 30% જેટલા ગ્રાહકો એટલે 2 લાખ 11 હજાર જેટલા ગ્રાહકોમાં સ્માર્ટ મીટરો લાગી ચૂક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓટોમેટિક મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક જે ટીમ છે. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત થયેલી છે. જેની સાથે રહી અમારા દરેક ઇન્ડસ્ટ્રીઝ અને દુકાનોમાં જઈ અમે સ્માર્ટ મીટર બદલાવવાનું કાર્ય રોજે રોજ હાથ ઉપર લઈએ છીએ. અત્યાર સુધીમાં ઘર વપરાશમાં પણ 3 લાખ 72 હજારથી વધારે મીટરો લાગી ગયા છે. વાણિજ્યમાં પણ 1 લાખ 8 હજારથી વધારે મીટરો લાગી ગયા છે. કારખાનાઓમાં તથા એનઆરજીપી નાના કારખાનાઓમાં થઈને 17 હજાર જેટલા અમારા સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને આ કામ સતત પ્રગતિ હેઠળ છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જે ગ્રાહકો ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ઈચ્છુક છે, જાણે છે, સિસ્ટમને જાણે છે અને ભવિષ્યમાં જે કોઈ નવી ટેકનોલોજી આવી છે તેનો લાભ લેવા માટે ઉત્સુક છે તે લોકો તો સામેથી સ્માર્ટ મીટર લગાડે છે. બાકીના લોકો માટે અમે IEC એક્ટિવિટી એટલે ઈન્ટરેક્ટ કરી, એમને એજ્યુકેટ કરી, કોમ્યુનિકેટ કરી અને અમે એમને સમજાવીએ પણ છીએ કે કોઈપણ જાતના એવા ઈનપુટ કે જેમાં સ્માર્ટ મીટરને રિલેટેડ કોઈ લોકોના મનમાં દ્વિધાઓ હોય તો એ અમે કાઢી અને લોકોને પણ આહ્વાન કરીએ છીએ કે સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરવામાં કોઈપણ જાતનો પ્રોબ્લેમ નથી. શરૂઆતમાં જે થોડોઘણો વિરોધ હતો એ કોઈપણ કારણોસર હશે પણ હવે અત્યારે એ વિરોધ ઓછો થઈ ગયો છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિક એજન્સી ઓથોરિટી, ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન ઉપરાંત લોકપાલ આ બધાના પણ જુદા જુદા રિઝોલ્યુશન દ્વારા સ્માર્ટ મીટર લગાડવું હવે ફરજિયાત પણ છે. આ મીટરમાં જેમાં 11 થી 5 દરમિયાન જે વીજળી વપરાશ તમે કરો છો એમાં 60 પૈસાનો રિબેટ પણ મળે છે. અને જો પ્રિપેડ અપનાવો તો એમાં વધારાના 3% રિબેટની પણ જોગવાઈ છે. જોકે અત્યારે પ્રિપેડ મોડ છે. આ સિવાય સ્માર્ટ મીટરની એપ્લિકેશન પણ છે અને આ એપ્લિકેશનની અંદર તમને તમારો વીજ વપરાશ, ક્યા સમયે વીજ વપરાશ થયો છે, જેને અનુલક્ષીને સ્માર્ટ ગ્રાહકો હોય કે જેનો વપરાશ વધારે થાય છે તેઓ ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ, એટલે કે પોતાની ડિમાન્ડનો પોતે ક્યા સમયમાં બેસ્ટ ઉપયોગ કરી શકે એનો સ્ટડી કરી અને પણ વીજ વપરાશમાં, વીજ બિલમાં રાહત મેળવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના નિર્ણયની તપાસ કરશે:સુનાવણી કરી રહેલાં ન્યાયાધીશોમાં સહમતિ નહોતી; કમિશનરોની નિમણૂક પેનલમાંથી CJIને હટાવવાનો મામલો
    Next Article
    હિંમતનગરમાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સભા:સેવા જ્યોતિ યાત્રા નીકળી, PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment