Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલુપુરથી જાસપુર રિક્ષામાં જતા 4 યુવકને છરી બતાવી લૂંટ:વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણના કામ માટે ઝારખંડથી આવેલા યુવકો પાસેથી 28 હજાર રોકડા પડાવ્યા, રિક્ષા ચાલક સહિત બેની અટકાયત

    1 day ago

    અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટેન્ડ પર બહારગામથી આવનારા લોકોને રીક્ષા ચાલકો દ્વારા લૂંટવામાં આવતા હોવાના બનાવો બનતા હોય છે. ત્યારે મૂળ ઝારખંડના રહેવાસી ચાર યુવક અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી જાસપુર વિશ્વ ઉમિયા ધામ જવા નીકળ્યા હતા. આ સમયે રીક્ષા ચાલકે ગીતામંદિર આરોગ્ય ભવન ખાતે લઈ જઈ છરી બતાવી રોકડા રૂપિયા 28 હજાર અને ઓનલાઈન 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ બીજી રિક્ષામાં બેસાડી સાબરમતી રેલવે સ્ટેશન મોકલી દીધા હતા. આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસે રિક્ષાચાલક અને તેના સાથી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તો ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જાસપુર જવા કાલુપુરથી બેઠા હતા ઝારખંડના 4 યુવક મૂળ ઝારખંડના બોકારો જિલ્લાના ચંદ્રપુરા ગામનો રહેવાસી વિવેક મહંતો 24 ઓગસ્ટના રોજ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન ખાતે આવ્યો હતો. વિવેકની સાથે તેના અન્ય ત્રણ મિત્રો પણ આવ્યા હતા. જે તમામે જાસપુરમાં વિશ્વ ઉમિયા ધામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમાં કાર્પેન્ટરનું કામ કરવા જવાનું હતું. સવારના સમયે કાલુપુર રેલવે સ્ટેશનથી એક રિક્ષામાં વિશ્વ ઉમિયાધામ જવા માટે નીકળ્યા હતા. રીક્ષા ચાલક અન્ય એકને લઈ આવી યુવકો પાસે પૈસા માંગ્યા રીક્ષા ચાલક તેને બેસાડીને જમાલપુર ગીતામંદિરથી સફળ ટ્રાવેલ્સ નજીક આરોગ્ય ભવનના કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તમારા ચારમાંથી ભાડું કોણ આપશે તેમ કહ્યું હતું જેથી વિવેકે કહ્યું હતું કે અમારું ભાડું શેઠ આપશે. આ વાતચીત બાદ રીક્ષા ચાલક ધમકાવી ડરાવીને ત્યાં રિક્ષા મૂકીને જતો રહ્યો હતો. બાદમાં તેના બીજા મિત્રને લઈ આવ્યો હતો. આ સમયે બંનેએ જણાવ્યું હતું કે, તમારી પાસે જે પૈસા હોય આપી દો. પરંતુ મુસાફરોએ કહ્યું કે અમારી પાસે પૈસા નથી. એક વ્યક્તિએ છરી બતાવી 28 હજાર રોકડા પડાવી લીધા આ સમયે બેમાંથી એક વ્યક્તિએ છરી કાઢી અને ગળાના ભાગે રાખીને બળજબરીથી ફરિયાદીના પેન્ટના ખિસ્સામાં રહેલા 28 હજાર રૂપિયા કાઢી લીધા હતા. આ ઉપરાંત ફોન પેના એકાઉન્ટમાંથી બીજા 10 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા. જે બાદ બીજી રિક્ષામાં બેસાડીને સાબરમતી રેલવે સ્ટેશન ઉતારી દેવા કહ્યું હતું અને 400 રૂપિયા આપી દીધા હતા. આ સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે શ્રીલંકાને ફોલોઓન આપ્યું:SL પહેલી ઇનિંગમાં 290 રનમાં ઓલઆઉટ, પ્રસિદ્ધ ક્રિષ્ના-માનવ સુથારને 3-3 વિકેટ, સોનલ દિનુષાની સદી
    Next Article
    દુનિયાનો સૌથી મોટો રોકેટ લોન્ચ કોમ્પ્લેક્સ બનાવશે મસ્ક:આ મેનહટ્ટન શહેર કરતાં 8 ગણી મોટી જમીન પર બનશે, દર વર્ષે હજારો સ્ટારશિપ રોકેટ લોન્ચ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment