Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પનીરમાં ભેળસેળનો પર્દાફાશ:4 જાણીતી પેઢીઓના નમૂના ફેઈલ, મનપાએ 269 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કર્યો

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તહેવારો નિમિત્તે હાથ ધરાયેલી તપાસમાં પનીરમાં ગંભીર ભેળસેળ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મનપાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લીધેલા પનીરના નમૂનાઓની ચકાસણી કરાવતાં તેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને ફોરેન ફેટ (વિદેશી ચરબી) તેમજ ભેજનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે. આ પ્રકારના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો લોકોના આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સમગ્ર મામલે ફૂડ વિભાગે 4 પેઢીઓ સામે એજ્યુડિકેશન કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે 62 પેઢીઓની તપાસ કરી 269 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો છે. ચાર જાણીતી પેઢીઓના પનીર સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર મૂકાયેલા પ્રતિબંધના સમયગાળા દરમિયાન મનપાની ટીમે વિશેષ સર્વેલન્સ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ હેઠળ લાતી પ્લોટ શેરી નંબર 4 સ્થિત 'ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ'માંથી લેવાયેલા લૂઝ પનીરના નમૂનામાં ફોરેન ફેટની માત્રા વધુ મળી આવી હતી. પુનિતનગર મેઇન રોડ પર આવેલા 'શ્રી ગાયત્રી ડેરીફાર્મ'ના પનીરમાં જરૂરી મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હતું. આ ઉપરાંત સામા કાંઠા વિસ્તારમાં સેટેલાઈટ ચોક પાસેના પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા તથા ભક્તિનગર વિજય પ્લોટ-11 ખાતે આવેલી 'ભગવતી ટ્રેડિંગ'માંથી લેવાયેલા લૂઝ પનીરના નમૂનાઓમાં પણ મિલ્ક ફેટ ઓછું અને ભેજ તેમજ ફોરેન ફેટ વધુ હોવાનું પુરવાર થયું હતું. લેબોરેટરી દ્વારા આ ચારેય સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાતાં સંબંધિત વેપારીઓ સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. મોરબી રોડ પર ફરસાણમાં વોશિંગ સોડાનો ઉપયોગ પકડાયો દિવાળી પર્વને ધ્યાને રાખીને હાથ ધરાયેલી આ ડ્રાઇવમાં સૌથી ગંભીર બેદરકારી મોરબી રોડ પુલ નીચે આવેલા 'ચામુંડા ફરસાણ' ખાતે જોવા મળી હતી. ત્યાં ફરસાણ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 21 કિલો વોશિંગ સોડા તેમજ 180 કિલો તીખી પાપડી, 30 કિલો તીખી સેવ અને 20 કિલો તીખી બુંદી સહિત કુલ 251 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર જથ્થાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહનમાં નાખી સ્થળ પર જ નષ્ટ કરી દેવાયો હતો. આ પેઢીને અસ્વચ્છતા તથા લાયસન્સ નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી રૂપિયા 5,000નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો અને ફરસાણના ચાર નમૂના પરીક્ષણ અર્થે લેબમાં મોકલાયા હતા. અન્ય એકમો સામે પણ દંડ અને નોટિસની કડક કાર્યવાહી તપાસ દરમિયાન સત્ય સાંઈ રોડ પર આવેલા 'ધ હેમ્પર સ્ટોર'માંથી એક્સપાયરી ડેટ વતી ગયેલા ચોકલેટ મોલ્ડ અને તેમાંથી બનેલી ડાર્ક ચોકલેટ સહિત 18 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરી રૂપિયા 2,000નો વહીવટી દંડ વસૂલાયો હતો. મવડી મેઈન રોડ પર સ્થિત 'અવધ ડેરીફાર્મ'માંથી મિક્સ દૂધનો નમૂનો લેવાયો હતો અને સ્વચ્છતા જાળવવા તાકીદ કરાઈ હતી. આ સિવાય ગીરીરાજ હોસ્પિટલથી જગન્નાથ ચોક વિસ્તારમાં આવેલી શિવમ મેડિસિન્સ, પ્રતીક મેડિસિન્સ, શ્રી ગણેશ ડેરીફાર્મ, સુમિત પ્રોવિઝન સ્ટોર, ચિત્રા પ્રોવિઝન સ્ટોર્સ અને સતનામ જનરલ સ્ટોર્સ પાસેથી ફૂડ લાયસન્સના નિયમભંગ બદલ પ્રત્યેક પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલાયો હતો. તેમજ જીવરાજ પાર્ક સ્થિત ક્રિષ્ના ટ્રેડિંગને નોટિસ આપી રૂપિયા 1,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. મનપાની આ આકરી કાર્યવાહીથી અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીમાં હાર પછી વ્હાઇટ હાઉસમાં ગૃહયુદ્ધ!:ટ્રમ્પનો ડર સાચો પડ્યો, જેડી વાન્સે પીઠમાં છરો ભોંક્યો, વોશિંગ્ટનથી જેરુસલેમ સુધી અંધાધૂંધી, ઇરાન યુદ્ધે કબર ખોદી
    Next Article
    વલસાડમાં સ્વદેશી મેળાનો દબદબો:10 દિવસમાં રૂ.14 લાખથી વધુનો વેપાર, મહિલાઓને મળ્યું આત્મનિર્ભરતાનું પ્લેટફોર્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment