Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીમાં હાર પછી વ્હાઇટ હાઉસમાં ગૃહયુદ્ધ!:ટ્રમ્પનો ડર સાચો પડ્યો, જેડી વાન્સે પીઠમાં છરો ભોંક્યો, વોશિંગ્ટનથી જેરુસલેમ સુધી અંધાધૂંધી, ઇરાન યુદ્ધે કબર ખોદી

    1 day ago

    શું ખાલી એક ખોટા યુદ્ધનો નિર્ણય દુનિયાના સૌથી બે શક્તિશાળી નેતાઓની ખુરશી છીનવી શકે છે? નવેમ્બર 2026ના પહેલા જ અઠવાડિયામાં વોશિંગ્ટન ડીસી અને યરુસલેમમાં જે પોલિટિકલ ભૂકંપ આવ્યો તેણે આખી દુનિયાને હચમચાવી દીધી છે. દાવ પર માત્ર ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદ અને બેન્જામિન નેતન્યાહુની સત્તા જ નહોતી, તેની સાથે દુનિયાની ઈકોનોમી, ક્રુડ સપ્લાય અને તેની કિંમતોનું પણ ભવિષ્ય અટવાયેલું હતું. તો આજે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની મિડ ટર્મ ઈલેક્શનમાં હાર પછી તેના શિસ્તબદ્ધ રિપબ્લિકન પક્ષમાં શું ઉથલપાથલ થયો? કેવી રીતે જેડી વેન્સે ટ્રમ્પથી પોતાને અલગ રાખીને રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો ક્લિયર કરી નાખ્યો? નેતન્યાહુના વિરોધી આઈઝનકોટ આરબ સાથે મળીને સરકાર બનાવશે તો યહુદીઓ કેટલો મોટો હોબાળો કરી શકે તેની. નમસ્કાર... આપણે આજે જે કંઈ પણ વાત કરીશું તેનું સેન્ટર ફેબ્રુઆરી 2026માં શરું થયેલું અમેરિકા અને ઈઝરાયલે ભેગા મળીને ઈરાન પર કરેલું યુદ્ધ છે. વ્હાઈટ હાઉસમાં બેઠેલા એનાલિસ્ટને એમ હતું કે આ યુદ્ધ 4-5 અઠવાડિયામાં પતી જશે અને ઈરાન ઘૂંટણિયે પડી જશે. પણ ટ્રમ્પના ખાસ લોકો અને એક્સપર્ટ્સની કેલ્ક્યુલેશન ઊંધે માથે પડી. યુદ્ધ લાંબુ ખેંચાયું અને ટ્રમ્પમાં હવે યુદ્ધ ખતમ કરવાની ત્રેવડ નથી બચી. ઉપરથી મિડ ટર્મ ઈલેક્શનમાં ઈરાન યુદ્ધ ટ્રમ્પ માટે રાજકીય કબર સાબિત થઈ. 3 નવેમ્બર 2026ના રોજ યોજાયેલી અમેરિકાની મિડ ટર્મ ઈલેક્શનમાં અમેરિકન્સે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને ટાટા-બાય-બાય કહ્યું. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટ એમ બંને હાઉસમાં કબજો મેળવી લીધો. આ હારથી ટ્રમ્પના હાથ કપાઈ ગયા અને જાન્યુઆરી 2027થી ડેમોક્રેટ્સ ટ્રમ્પ સામે ત્રીજીવાર મહાભિયોગ લગાવવાની તૈયારીઓ કરવા લાગ્યા છે એવા સમાચારો પણ આવી રહ્યા છે. જેડી વેન્સે ટ્રમ્પનો ધજાગરો કર્યો પણ તેનાથી પણ મોટો ધડાકો તો ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એના બીજા દિવસે એટલે કે 4 નવેમ્બરે થયો. જ્યારે રિપબ્લિકન પાર્ટી પોતાની હારનો શોક મનાવી રહી હતી અને આઘાતમાં હતી ત્યારે ખુદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સોશિયલ મીડિયા પર પોતાની જ સરકારની ધજ્જિયા ઉડાવી દીધી. વાન્સે કોઈ પણ જાતના ડર કે શેહ શરમ રાખ્યા વગર જાહેરમાં સ્વીકાર્યું કે, “આપણે અમેરિકન મિડ ટર્મ ઈલેક્શન હાર્યા તેનું એક માત્ર મોટું કારણ ઈરાનનું યુદ્ધ અને ઈઝરાયલ માટેની આપણી વિદેશ નીતિ રહ્યું” ડોનાલ્ટ ટ્રમ્પના દીકરાએ જેડી વાન્સનો સપોર્ટ કર્યો અમેરિકાના ઈતિહાસમાં ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈ ઉપરાષ્ટ્રપતિએ પોતાના જ રાષ્ટ્રપતિના સૌથી મોટા લશ્કરી અભિયાનને જાહેરમાં ફ્લોપ શો ગણાવ્યું હશે. વાન્સના આ ખુલ્લા બળવાને ટ્રમ્પના જ દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે 100 ટકા સાચી વાત કહી દીધી. જ્યારે વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ટ્રમ્પનો બચાવ કરતા આ યુદ્ધને લીડરશીપની કોસ્ટ ગણાવી. આનો સીધો મતલબ થયો કે 2028ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ રિપબ્લિકન પાર્ટી ઊભે-ઊભી ફાટી ગઈ છે. ટ્રમ્પે ઈઝરાયલની મદદ કરવાની ઘસીને ના પાડી પણ વોશિંગ્ટનમાં લાગેલી આ આગની સાત સમંદર પાર ઈઝરાયલને પહેલા જ દઝાડી ગઈ. અમેરિકન મતદારોનો ગુસ્સો જોઈને ટ્રમ્પે મતદાનના જ દિવસે જાહેરાત કરી દીધી કે અમેરિકા 2026ના અંતથી ઈઝરાયલને અપાતી અંદાજે 32 હજાર કરોડ રૂપિયાની લશ્કરી સહાય બંધ કરી દેશે. ટ્ર્મ્પે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, “ઈઝરાયલ પાસે ઘણા પૈસા છે, હવે તેમણે અમારા હથિયારો ખરીદવા પડશે.” અમેરિકા તરફથી મળેલા આ આંચકાની પહેલા જ ઈઝરાયલની અંદર પણ સત્તા પલટાઈ ગઈ છે. 6 નવેમ્બરની સવાર સુધીમાં બેન્જામિન નેતન્યાહુના શાસનનો અંત આણવા માટે વિપક્ષી નેતા અને પૂર્વ આર્મી ચીફ ગાદી આઈઝનકોટ પાસે 120માંથી 67 સાંસદોનું સમર્થન ભેગું કરવા મથી રહ્યા છે. પણ અહીં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે આઈઝનકોટની પોતાની ઝાયોનિસ્ટ પાર્ટીઓ પાસે માત્ર 48 બેઠકો જ છે. અને આઈઝનકોટને સરકાર બનાવવા માટે 19વાળી પેલેસ્ટાઈન સમર્થક આરબ પક્ષોના ટેકાની જરૂર છે. ઈરાને હોર્મુઝના જોરે અમેરિકા અને દુનિયાની નસ દબાવી કોઈ પણ સરકાર જ્યારે જનતાની નાડ પારખવામાં થાપ ખાય ત્યારે મતદારો બેલેટ બોક્સથી કેવો હિસાબ ચૂકતે કરે છે તેનો સૌથી મોટો પુરાવો અમેરિકા ચૂંટણીના આંકડા છે. જૂન 2026માં જ્યારે ઈરાન સાથેનો પહેલો સમજૂતી કરાર તૂટી પડ્યો ત્યારે ઈરાને સીધી લશ્કરી લડાઈને બદલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધી કરીને દુનિયાની આર્થિક નસ બદાવી દીધી. ઈરાન યુદ્ધમાં અમેરિકાને ધુમાડો અને ખોટ નવેમ્બર 2026માં યુદ્ધ આઠમાં મહિનામાં એન્ટ્રી મારી ગયું ત્યાં સુધીમાં પેન્ટાગોનના ઓફિશિયલ આંકડા મુજબ 23 અમેરિકન સોલ્જર્સના મોત થઈ ચૂક્યા હતા અને 865 સૈનિકો ઘાયલ થયા હતા. હોર્મુઝની નાકાબંધીને કારણે ક્રુડ ઓઈલ 100 ડોલરને પાર કરી ગયું અને અમેરિકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા. ઓક્ટોબરના અંત સુધીમાં ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ગગડીને 36 ટકાથી ગગડીને 33 ટકા પર આવી ગયું. ટ્રમ્પે પોતાની પાર્ટીના ગઢમાં પણ હારના ઝંડા લહેરાવ્યા 3 નવેમ્બર 2026ના 11.9 અબજ ડોલરના રેકોર્ડ ખર્ચ સાથે લડાયેલી મિડ ટર્મ ચૂંટણીમાં મોંઘવારી અને યુદ્ધનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. ડેમોક્રેટિક પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં બહુમતિ માટે જરૂરી 218 આંકડાને વટાવીને રિપબ્લિકન્સ પાસેથી 40થી વધુ બેઠકો આંચકી લીધી અને પોતાનો આંકડો 240 ઉપર બેઠકનો પહોંચાડી દીધો. પણ ભૂકંપ તો સેનેટમાં આવ્યો. ચૂંટણી પહેલા સેનેટમાં રિપબ્લિકન પાર્ટી પાસે 47થી 53 બેઠકોની મજબૂતી હતી. પણ ડેમોક્રેટ્સે રિપબ્લિકન પાર્ટીના વર્ષો જૂના ગઢ ગણાતા ટેક્સાસ, કેન્સાસ, ઓહાયો, આયોવા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને મેઈન સહિત કૂલ 7 બેઠકો છીનવી લીધી. આ સાથે 100 સભ્યોની સેનેટમાં ડેમોક્રેટ્સ વધીને 54 બેઠકો પર પહોંચી ગયા અને રિપબ્લિકન્સનો 44 બેઠકમાં ઉલાળિયો વળી ગયો. વાન્સની નારાજ મતદારોને ચાર શરત આ કારમી હાર પછી ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વાન્સે પોલસ્ટરના સર્વેને ટાંકીને ડેટા મૂક્યો તેણે રિપબ્લિકન પાર્ટીની આંખો ખોલી નાખી. વાન્સે ખુલાસો કર્યો કે જે મતદારોએ 2024માં ટ્રમ્પને મત આપ્યો હતો તેમણે જ 2026માં ડેમોક્રેટ્સને મત આપ્યો છે. આ નારાજ મતદારોએ પાછા ફરવા માટે ચાર શરતો મૂકી હતી. ઈરાન યુદ્ધ પૂરું કરો, મોંઘવારી કન્ટ્રોલ કરો, અમેરિકા ફર્સ્ટ નીતિ ગ્રાઉન્ડ પર દેખાડો અને ઈઝરાયલ સાથે સંબંધ સુધારો. વોશિંગ્ટનના આ આંકડાઓની અસર જેરુસલેમની સંસદના ગણિત પર પડી. 27 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલી ઈઝરાયલની ચૂંટણીમાં દાયકાઓનું સૌથી વધુ એટલે કે 77.9 ટકા મતદાન થયું. તેમાં પણ સૌથી મોટો ચમત્કાર ઈઝરાયલની વસ્તીમાં 20 ટકા હિસ્સો ધરાવતા આરબ-ઈઝરાયલી નાગરિકોએ કર્યો, તેમનું મતદાન બમણાથી વધીને 80 ટકા પર પહોંચી ગયું હતું. આ જ ફેરફારોના કારણે 120 સભ્યોની ઈઝરાયલી સંસદમાં બહુમતી માટે જરૂરી 61 બેઠકો પર કોઈ એક ગઠબંધનને ન મળી શકી. નેતન્યાહુના જમણેરી બ્લોકની બેઠકો ગઈ સંસદના 68 નંબરથી ઘટીને સીધી 53 પર સમેટાઈ ગઈ. તેમાં પણ 5 નવેમ્બરે નેતન્યાહુના જ સાથી પક્ષ UTJ જેમની પાસે 7 બેઠકો છે તેમણે તટસ્થ રહેવાનો નિર્ણય લેતા નેતન્યાહુનું સંખ્યાબળ ઘટીને 46 પર આવી ગયું. બીજી બાજુ પૂર્વ લશ્કરી વડા ગાદી આઈઝનકોટના વિપક્ષી બ્લોકને 48 બેઠકો મળી હતી. પણ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે મન્સૂર અબ્બાસની રામ પાર્ટી જેની પાસે 8 પાર્ટી છે તે અને જોઈન્ટ લિસ્ટ જેમની પાસે 11 બેઠકો છે તે બધા મળીને 19 આરબ સાંસદોએ નેતન્યાહુને હટાવવા માટે ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈઝેક હર્ઝોગ સામે આઈઝનકોટના નામની ભલામણ કરી છે. આઈઝનકોટની અહીં ઊંઘ હરામ થઈ ગઈ આ સાથે જ આઈઝનકોટ પાસે 6 સાંસદોનું સમર્થન ભેગું થઈ ગયું છે, જે 2015 પછી કોઈ પણ ઉમેદવારને મળેલી સૌથી મોટી ભલામણ છે. પણ અહીં એક એવો આંકડો છે જે આઈઝનકોટની ઊંઘ હરામ કરી રહ્યો છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના સપ્ટેમ્બર 2026ના ડેટા મુજબ ઈઝરાયલના 64 ટકા યહૂદી નાગરિકો પેલેસ્ટાઈન સાથેના ટુ સ્ટેટ સોલ્યુશનની વિરોધમાં છે. એટલે કે એક બાજુ અમેરિકામાં ડેમોક્રેટ્સ પાસે ટ્રમ્પને હટાવવા માટે સેનેટમાં જરૂરી 67 મતો નથી, તો બીજી બાજુ ઈઝરાયલમાં આઈઝન કોટ પાસે 67 સાંસદોનું સમર્થન હોવા છતાં સરકાર બનાવવી અઘરી લાગી રહી છે. આ બંને દેશોમાં આ આંકડા પાછળ ખતરનાક રમત રમાઈ રહી હોવાના સમાચાર છે. આપણને એવું લાગે કે વોશિંગ્ટનમાં ડેમોક્રેટ્સ જીતી ગયા અને યરુસલેમમાં નેતન્યાહુ હારી ગયા. પણ પડદા પાછળ તો કંઈક અલગ જ રાજકીય શતરંજની ગેમ ચાલી રહી છે. આ રમત પાછળ ત્રણ મોટા છૂપા રહસ્યો સંતાયેલા છે. આનાથી પણ મોટો પેચ એ છે કે આઈઝનકોટના પોતાના જ ગઠબંધનના જમણેરી નેતા અવિગ્ડોર લિબરમેન જેમની પાસે 7 બેઠકો છે તે આરબ પક્ષોના ટેકાવાળી સરકારમાં બેસવા તૈયાર નથી. લિબરમેને આનો તોડ કાઢવા માટે નેતન્યાહુથી નારાજ થયેલા અલ્ટ્રા-ઓર્થોડોક્સ પક્ષો અને શાસને લશ્કરી ભરતીમાં છૂટછાટ આપીને પોતાની તરફ ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પણ જો આઈઝનકોટ હરેદી પક્ષોની આ શરત માને, તો તેમના પોતાના જ ધર્મનિરપેક્ષ મતદારો બળવો કરી દેશે! અને બરાબર આ જ ગૂંચવણનો ફાયદો ઉઠાવીને બેન્જામિન નેતન્યાહુ પોતાનો છેલ્લો દાવ રમી રહ્યા છે. નેતન્યાહુએ આઈઝનકોટના ગઠબંધનને આતંકના સમર્થકો પર ટકેલો ડિઝાસ્ટર બ્લોક ગણાવીને રસ્તા પર પ્રદર્શનો શરૂ કરાવી દીધા છે, જેથી દબાણમાં આવીને આઈઝનકોટના સાંસદો તૂટી જાય. ઈઝરાયલના રાષ્ટ્રપતિ સરકાર બનાવવા આમંત્રણ આપશે હવે રવિવારે જ્યારે રાષ્ટ્રપતિ હર્ઝોગ સરકાર બનાવવાનું આમંત્રણ આપશે, ત્યારે આઈઝનકોટ પાસે બહુમતી સાબિત કરવા માટે માત્ર 28થી 42 દિવસ હશે. જો તેઓ આરબ પક્ષો કે હરેદી પક્ષોમાંથી કોઈ એક સાથે સમાધાન નહીં કરી શકે, તો 2027ની શરૂઆતમાં ઈઝરાયલ ફરી એકવાર નવી ચૂંટણીમાં ધકેલાઈ જશે. આ આખી ઘટના એક જ સત્ય સાબિત કરે છે: નેતાઓ પોતાની ગણતરીથી યુદ્ધ શરૂ તો કરી શકે છે, પણ તે યુદ્ધની રાજકીય કિંમત હંમેશા જનતા જ વસૂલે છે! અને છેલ્લે… અમેરિકા-ઈઝરાયલના આ ખેલ વચ્ચે ભારતમાં અલગ જ ખિચડી રંધાઈ ગઈ. જ્ઞાનેશ કુમાર સામેના SIR વિરોધ પછી ચૂંટણી પંચે રાતોરાત દસ મોટા બદલાવ કરી નાખ્યા. જેમાં એજેન્ડા સાથે મિનિટ-ટુ-મિનિટનાં પણ શેડ્યુલ તૈયાર થઈ રહ્યા છે. હવે સાત રાજ્યોની ચૂંટણીમાં કંઇ નવાજૂની થશે? તેના પર સૌની નજર રહેશે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
     'वर्क वीजा पर भारत में हूं...' सुकेश चंद्रशेखर केस में नोरा फतेही ने कोर्ट में दर्ज कराया बयान
    Next Article
    રાજકોટમાં પનીરમાં ભેળસેળનો પર્દાફાશ:4 જાણીતી પેઢીઓના નમૂના ફેઈલ, મનપાએ 269 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કર્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment