Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના વડીયામાં 4 શ્વાને બાળકને ફાડી ખાંધો:છેલ્લા 25 દિવસમાં 4 બાળકો પર જીવલેણ હુમલો થતાં ગામમાં ફફડાટ; સ્થાનિકોએ કહ્યું- 'અમને સિંહથી નહીં પણ શ્વાનથી ડર લાગે છે'

    1 week ago

    અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં હિંસક શ્વાનોનો આતંક યથાવત્ છે. આજે 4 શ્વાનોએ એક બાળક પર હિંસક હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકને ફાંડી ખાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. છેલ્લા 20 થી 25 દિવસમાં બાળકો પર શ્વાનના હુમલાનો આ ચોથો બનાવ છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. આજની ઘટના વડિયા તાલુકાના ખાન ખીજડિયા સીમ વિસ્તારમાં બની હતી. પ્રફુલ બોરડના ખેતરમાં કામ કરતા મજૂર મગન બારૈયાના 7 વર્ષીય પુત્ર રોમિત પર શ્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે, રોમિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં 4 થી 5 હિંસક શ્વાનોનું ટોળું સક્રિય છે, જે સતત નાના બાળકોને નિશાન બનાવી રહ્યું છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ચાર બાળકો પર જીવલેણ હુમલા થયા છે, જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આજે એક બાળકનું મોત થયું છે. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને આ હિંસક શ્વાનોને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે, જેથી વધુ કોઈ નિર્દોષ બાળક ભોગ ન બને. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ તથા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. ખેડૂત અરજણ હીરપરાએ જણાવ્યું હતું કે, "પહેલા પણ બે બાળકો પર હુમલા થયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. આજે આ ચોથો બનાવ છે, જેમાં મજૂરના બાળકને શ્વાનોએ ફાડી ખાધો છે. હવે વાવણીનો સમય છે અને શાળાઓ પણ શરૂ થશે, ત્યારે ખેડૂતો, મજૂરો અને બાળકો કેવી રીતે ખેતરોમાં કે શાળાએ જઈ શકશે? તેમણે સરકારને તાત્કાલિક આનો ઉપાય કરવા અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું કે, સિંહ અને દીપડાની પણ આટલી બીક નથી જેટલી આ શ્વાનોની છે. ખેડૂત જયેશ હીરપરાએ જણાવ્યું કે, અમારા ગામમાં સિંહ-દીપડા છે, એની અમને બીક નથી લાગતી. પણ આ ચાર-પાંચ કૂતરા છે તેનાથી વધુ ડર લાગે છે. છેલ્લા 20 દિવસમાં શ્વાનોએ બે છોકરાઓને ફાડી ખાધા છે અને બે છોકરાઓને તો સાવ મારી નાખ્યા છે. એટલે સીમમાં જવા જેવું રહ્યું નથી અત્યારે. સરકાર પાસે અમારી એટલી માંગ છે કે, આ શ્વાનોનું વહેલાસર કાંઈક નિરાકરણ લાવો. ગામમાં બહુ ડર લાગે છે. મજૂર તો અત્યારે કોઈ આવવા રાજી નથી. અમારા ગામમાં સીમની અંદર બાળકોને સ્કૂલે મોકલવા તો આમાં કેમ મોકલવા? શ્વાનો હાલ માનવભક્ષી બની ગયા છે. ખેડૂત ઘનશ્યામ ટોળિયાએ જણાવ્યું હતું કે, શ્વાનનો ખુબ ત્રાસ છે. સરકાર આનો કંઈક ઉપાય કરે એવી માંગણી છે. શ્વાનોનો બહુ જ લાગે છે. મજૂર પણ હવે રહેવા તૈયાર નથી. જો મજૂર નહીં રહે તો ખેડૂને કામ કેમ કરવું? ખેતીનું કામ કોણ કરશે?
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-ગાંધીનગરમાં એકાએક વાતાવરણ પલટ્યું:મહીસાગરના બાલાસિનોરમાં ભારે પવન ફૂંકાતા વીજળી ગુલ, કથાના સ્થળે ડોમને પણ નુકશાન; કેરળમાં બે દિવસમાં ચોમાસાની એન્ટ્રી
    Next Article
    મુંજપરમાં હડકાયા શ્વાનનો આંતક:શ્વાને 5થી વધુ બાળકોને બચકા ભર્યા, તમામ બાળકોને સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ખસેડાયા; 3 બાળકની હાલત ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment