Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-ગાંધીનગરમાં એકાએક વાતાવરણ પલટ્યું:મહીસાગરના બાલાસિનોરમાં ભારે પવન ફૂંકાતા વીજળી ગુલ, કથાના સ્થળે ડોમને પણ નુકશાન; કેરળમાં બે દિવસમાં ચોમાસાની એન્ટ્રી

    1 week ago

    હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર, મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સોમવારે રાત્રે 9 વાગ્યાથી વીજળીના ભયંકર કડાકા-ભડાકા તથા તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આ આકસ્મિક વાવાઝોડા અને ભારે વરસાદના કારણે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પાવર કટ થતાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના લીધે સમગ્ર પંથક અંધારપટમાં ડૂબી ગયો છે. ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર શહેરમાં ફૂંકાયેલા ભારે પવને ભારે તારાજી સર્જી છે. બાલાસિનોર શહેરમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાના સ્થળે વાવાઝોડાના કારણે મુખ્ય પંડાલ (ડોમ) ને મોટું નુકસાન પહોંચ્યું છે. ઓચિંતો વરસાદ અને વાવાઝોડું શરૂ થતાં જ કથાના આયોજકો અને સેવાભાવીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી, અને તેમણે તાત્કાલિક તાડપત્રીની મદદથી કથાના સાહિત્ય તેમજ અન્ય કીમતી સામાનને ઢાંકવાની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદના વાતાવરણમાં મોડી રાત્રે પલટો આવ્યો છે. ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. દિવસ દરમિયાન ભારે ગરમી અને બફારા બાદ અચાનક જ પવન ફૂંકાયો છે. ગાંધીનગરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો ગાંધીનગર જિલ્લાના વાતાવરણમાં આજે મોટો પલટો આવ્યો છે, જેના ભાગરૂપે માણસા તાલુકાના કાનપુર અને વાસણા ચૌધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત સ્થાનિક નાગરિકોને આ વરસાદના કારણે મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, બીજી તરફ આ વખતના તોફાની વરસાદ અને ભારે પવનના લીધે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે, કારણ કે પંથકમાં પાછોતરા વાવેતર કરેલા બાજરી અને જુવારના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોની સાથે-સાથે ગાંધીનગર શહેરી વિસ્તારમાં પણ અચાનક ધૂળની ડમરીઓ અને ભારે પવન ફૂંકાવા સાથે હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે આગામી સમયમાં અહીં પણ વરસાદી માહોલ જામવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં દસ્તક દે છે, પરંતુ આ વખતે તેની ગતિ થોડી ધીમી રહી છે.હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે હવામાન અનુકૂળ બન્યું છે. આ સાથે બંગાળની ખાડીના ઘણા વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધી શકે છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) બીજી તરફ, મધ્યમ વાવાઝોડાની અસર બનાસકાંઠા, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને પંચમહાલ જિલ્લાઓ માટે પણ 'વૉચ' રાખવાની સૂચના આપવામાં આવી છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે અને પવનના ઝાપટાં સાથે મધ્યમ વરસાદની ખૂબ સંભાવના છે. આ જિલ્લાઓમાં પણ વાદળોથી જમીન પર વીજળી ત્રાટકવાની 30% થી 60% જેટલી મધ્યમ શક્યતા છે. આ ઉપરાંત, પાટણ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં વાતાવરણ પ્રમાણમાં શાંત અને હળવું રહેશે. આ વિસ્તારોમાં ફૂંકાનારા પવનની મહત્તમ ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની ધારણા છે અને ક્યાંક-ક્યાંક 5 મિલીમીટર પ્રતિ કલાકથી ઓછો હળવો વરસાદ થઈ શકે છે. આ જિલ્લાઓમાં વીજળી પડવાની શક્યતા 30% થી પણ ઓછી એટલે કે નહિવત જેવી છે મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો, ગરમીમાં રાહત આવતીકાલથી 2 દિવસ(4મે સુધી) સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી દરમિયાન પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક આસપાસ રહેશે. આજથી આગામી 3 દિવસ (4મે સુધી)સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી ગરમીમાં રાહત મળશે. અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 2થી 3 દિવસમાં કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આમ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ બનશે. વાવાઝોડા અને પવનની સ્થિતિને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ શહેરની વાત કરીએ તો, આગામી સમયમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. મોડી રાત્રિ અથવા સવારના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. દેશમાં ચોમાસા ક્યાં પહોચ્યું? દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. તે અરબી સમુદ્રના દક્ષિણ ભાગો, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. આગામી 4થી 5 દિવસમાં ચોમાસું કેરળ અને તમિલનાડુ તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. મહત્તમ તાપમાન અંગેની આગાહી આગામી 4 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 4°Cનો ક્રમિક ઘટાડો થવાની સંભાવના છે. આગામી દિવસો દરમિયાન રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40°C કે તેથી આસપાસ નોંધાઈ શકે છે, અને ગરમીનું જોર ઘટશે. અમદાવાદ સહિત મોટાભાગના શહેરમાં 40°Cને પાર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન મુજબ, અમદાવાદમાં 41.5 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 41.1 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, સુરતમાં 35.8 ડિગ્રી, દમણમાં 36.2 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી, નલિયામાં 35.1 ડિગ્રી, કંડલા બંદરમાં 38.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 39 ડિગ્રી, અમરેલીમાં 39.9 ડિગ્રી, ભાવનગરમાં 40.5 ડિગ્રી, દ્વારકામાં 35.3 ડિગ્રી, ઓખામાં 34.7 ડિગ્રી, પોરબંદરમાં 35.2 ડિગ્ર, રાજકોટમાં 40.9 ડિગ્રી, વેરાવળમાં 33.3 ડિગ્રી, દીવમાં 33.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તો મહુવામાં 35.6 ડિગ્રી અને કેશોદમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ પણ વાંચો દેશભરમાં હીટવેવ ખતમ, વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો: 2-3 દિવસમાં ચોમાસું કેરલમ્ પહોંચશે દેશના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે વરસાદ અને વાદળોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશભરમાં હાલમાં હીટવેવની સ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે હવામાનમાં બદલાવ આવ્યો છે. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં સતત બીજા દિવસે ધૂળભરી આંધી ચાલી, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો. જેસલમેરમાં રેતીનું તોફાન આવ્યું. આનાથી વિઝિબિલિટી પર અસર થઈ, જોકે કોઈ નુકસાન થયું નથી. રાજ્યના ફલોદીમાં મહત્તમ તાપમાન 42.6°C રહ્યું. ઉત્તર પ્રદેશના બલિયામાં 34.4mm અને મુરાદાબાદમાં 21.8mm વરસાદ થયો. લખનઉમાં પણ 2.4mm વરસાદ થયો. અહીં મહત્તમ તાપમાન 36.3°C રહ્યું, જે સામાન્ય કરતાં 3.9°C ઓછું છે. લઘુત્તમ તાપમાન 24.7°C રહ્યું. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકવી પડી. ચંપાવતના શ્રી રીઠા સાહિબ ગુરુદ્વારાના વાર્ષિક જોડ મેળા દરમિયાન ઉછળતી નદીમાં 50 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા, જેમને બાદમાં બચાવવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર નવતપામાં બાળકોને લૂ લાગવાનું જોખમ સૌથી વધુ, 14 લક્ષણોને અવગણશો નહીં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ઘણા શહેરોમાં આ દિવસોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે. નવતપા દરમિયાન ઊંચા તાપમાન અને ગરમ પવનોને કારણે લૂ (હીટ સ્ટ્રોક)નું જોખમ વધી જાય છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર પડે છે. ખરેખર, બાળકોનું શરીર વધુ ગરમી કે ઠંડી માટે તૈયાર હોતું નથી. શરીર અનુકૂલન શીખી રહ્યું હોય છે, તેને મદદની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, થોડી બેદરકારીથી બાળકની સ્થિતિ ગંભીર બની શકે છે. બાળકોની દિનચર્યા અને ખાનપાનમાં કેટલાક ફેરફારો કરીને તેમને હીટ સ્ટ્રોક એટલે કે લૂથી બચાવી શકાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    મંગળવારનું રાશિફળ:મેષ અને સિંહ રાશિના પારિવારિક વિવાદો ઉકેલાશે; મિથુન, મકર અને મીન રાશિએ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું
    Next Article
    અમરેલીના વડીયામાં 4 શ્વાને બાળકને ફાડી ખાંધો:છેલ્લા 25 દિવસમાં 4 બાળકો પર જીવલેણ હુમલો થતાં ગામમાં ફફડાટ; સ્થાનિકોએ કહ્યું- 'અમને સિંહથી નહીં પણ શ્વાનથી ડર લાગે છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment