Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાપાલિકાને ફટાકડાના 4 સ્ટોલની હરરાજીથી 2.37 લાખની આવક:રવાપર ચોકડીએ ટ્રાફિક સમસ્યાના કારણે સ્ટોલને મંજૂરી ન મળી

    6 hours ago

    મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં ફટાકડા સ્ટોલ માટે મહાપાલિકા દ્વારા હરરાજી રાખવામા આવી હતી અને 7 પૈકીનાં 4 સ્ટોલ માટે કરવામાં આવેલ હરરાજીથી મહાપાલિકાને 2.37 લાખની આવક થયેલ છે. મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં ફટાકડાના તા 2થી 8 સુધી સ્ટોલ રાખવા માટે મહાપાલિકા દ્વારા 7 સ્ટોલ ફટાકડાના ઊભા કરવામાં આવશે અને તેની હરરાજી મહાપાલિકા ખાતે રાખવામા આવી હતી જો કે, 7 પૈકીનાં 3 સ્ટોલ ગૌશાળાના લાભાર્થે બેઝ પ્રાઈઝ ઉપર આપવામાં આવેલ છે જો કે, બાકીના 4 સ્ટોલ માટે હરરાજી કરવામાં આવી હતી જેની બોલી લગાવવામાં આવતા એક સ્ટોલના 65,000, બીજા સ્ટોલના 60,000, ત્રીજા સ્ટોલના 56,500 અને ચોથા સ્ટોલના 56,000 આસામી દ્વારા બોલવામાં આવ્યા હતા જેથી તેઓને સ્ટોલ ફાળવવામાં આવેલ છે અને વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ કુલ મળીને 59 અરજીઓ આવી હતી જેમાંથી 5 અરજીઓ રીજેક્ટ કરી હતી અને બાકીના આસામીઓએ હરરાજીમાં ભાગ લીધેલ હતો. અને મોરબીની રવાપર ચોકડી પાસે પણ ફટાકડાના સ્ટોલ માટે અરજીઓ મળી હતી જો કે ત્યાંની ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને ત્યાં સ્ટોલ માટે મંજુરી આપવામાં આવી નથી. મોરબીમાં આવાસના 48 લાભાર્થીઓએ મકાન આપવા તૈયારી મોરબી શહેર હદ વિસ્તારમાં સર્વે નં.1415 પૈકીની જગ્યામાં IHSDP યોજના હેઠળ 608 આવાસોના રીનોવેશનની કામગીરી કરવામાં આવી રહી હતી સાથોસાથ ત્યાં પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પૂરો પડવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે કામગીરી હાલમાં પૂર્ણતાને આરે છે જો કે, કામ પૂરું થયા બાદ 608 આવાસ પૈકી કામ પૂર્ણ થયેલ 48 આવાસોના નિયમોનુસાર લોકાપર્ણ કરીને લાભાર્થીઓને આપવામાં આવશે જેથી નિયત થયેલ રકમ ભરપાઈ ન કરેલ હોય તેવા લાભાર્થીઓને યોજના અન્વયેની તાત્કાલિક નિયત થયેલ રકમ ભરપાઈ કરવા અને વધુ માહિતી માટે મોરબી મહાપાલિકાના આવાસ વિભાગનો સંપર્ક કરવા માટે અધિકારી જણાવ્યુ છે.
    Click here to Read More
    Previous Article
    બે ઠગાઈના બનાવમાં 14.62 લાખની છેતરપીંડી:એલિસબ્રિજ PIને ડ્રાઇવરની ઓળખ આપી ગઠિયો જવેલર્સ પાસેથી 2.52 લાખના દાગીના ખરીદી રૂપિયા ન આપી ઠગાઈ કરી
    Next Article
    ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભાગીદારી વધશે:જોઈન્ટ અને ડ્યુઅલ ડિગ્રી મુદ્દે ચર્ચા, વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસની નવી તકો મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment