Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભાગીદારી વધશે:જોઈન્ટ અને ડ્યુઅલ ડિગ્રી મુદ્દે ચર્ચા, વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસની નવી તકો મળશે

    6 hours ago

    ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પરસ્પર સહયોગ અને શૈક્ષણિક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાના હેતુ સાથે અમદાવાદ યુનિવર્સિટી ખાતે મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીની ભારત મુલાકાતના ભાગરૂપે આયોજિત આ વિશેષ બેઠકમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) જગદીશ જોશી, અમદાવાદ યુનિવર્સિટીના કુલપતિ પંકજ ચંદ્ર, ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગના ડિરેક્ટર ડૉ. વિમલ પ્રજાપતિ તેમજ સ્કોટલેન્ડ સરકાર અને સ્કોટિશ યુનિવર્સિટીઓના ઉચ્ચ અધિકારીઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બંને પ્રદેશો વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન વધારવા અને વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક પ્લેટફોર્મ તૈયાર કરવા અંગે ગહન વિચાર-વિમર્શ કરાયો હતો. જોઈન્ટ અને ડ્યુઅલ ડિગ્રી સહિત રિસર્ચ ક્ષેત્રે સહયોગ પર ભાર બેઠક દરમિયાન બંને દેશોની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે જોઈન્ટ ડિગ્રી અને ડ્યુઅલ ડિગ્રી અભ્યાસક્રમો શરૂ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને એકબીજાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ, તાલીમ અને સંશોધનની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા તેમજ ઈનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે સંયુક્ત પ્રોજેક્ટ્સ હાથ ધરવા અંગે સહમતી સધાઈ હતી. નવી ટેક્નોલોજી, ઓનલાઇન લર્નિંગ મોડેલ્સ, ઉદ્યોગોની માંગ આધારિત ઇન્ડસ્ટ્રી-લિંક્ડ અભ્યાસક્રમો અને ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સમાં સહયોગ સાધીને ભવિષ્યમાં મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવાની દિશામાં મક્કમ પગલાં ભરવા વિચારણા કરાઈ હતી. સ્કોટિશ પ્રતિનિધિમંડળે ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાત પર પસંદગી ઉતારી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, ભારતમાં કાર્યરત બ્રિટિશ કાઉન્સિલના માધ્યમથી સ્કોટલેન્ડનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે, જેમાં તેમણે શૈક્ષણિક ભાગીદારી માટે વિશેષરૂપે ગુજરાતની પસંદગી કરી છે. સ્કોટલેન્ડના પ્રથમ પ્રધાન જ્હોન સ્વીનીએ ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને અગ્રણી શિક્ષણવિદો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ગુજરાત કઈ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાઈ શકે અને સ્કોટલેન્ડના સમૃદ્ધ શૈક્ષણિક અનુભવનો લાભ લઈને રાજ્યના શિક્ષણના સ્તરને વધુ ગુણવત્તાસભર કેવી રીતે બનાવી શકાય તે તમામ પાસાંઓની સવિસ્તાર સમીક્ષા કરવામાં આવી હતી. સેમેસ્ટર એક્સચેન્જ અને ગુજરાતમાં નોડલ સેન્ટર સ્થાપવા વિચારણા ડૉ. જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે સ્કોટિશ સરકાર અને ગુજરાત સરકાર સંયુક્ત રીતે શૈક્ષણિક માળખું કેવી રીતે તૈયાર કરી શકે તે અંગે મહત્વની યોજના ઘડવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતની યુનિવર્સિટીઓ અને સ્કોટલેન્ડની યુનિવર્સિટીઓ સંયુક્ત ડિગ્રી એનાયત કરે, જેમાં વિદ્યાર્થીઓ એક કે બે સેમેસ્ટર ગુજરાતમાં અને બાકીના સેમેસ્ટર સ્કોટલેન્ડમાં અભ્યાસ કરી બંને સંસ્થાઓમાંથી માન્ય ડિગ્રી મેળવી શકે તેવી આધુનિક વ્યવસ્થા ગોઠવવા પર ચર્ચા થઈ છે. આ ઉપરાંત ગુજરાત સરકારે સ્કોટિશ ગવર્નમેન્ટને રાજ્યમાં એક વિશેષ ‘નોડલ સેન્ટર’ સ્થાપવા સૂચન કર્યું છે, જેથી ગુજરાતની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને સ્કોટલેન્ડ સાથે સીધી કનેક્ટિવિટી મળી શકે.
    Click here to Read More
    Previous Article
    મોરબી મહાપાલિકાને ફટાકડાના 4 સ્ટોલની હરરાજીથી 2.37 લાખની આવક:રવાપર ચોકડીએ ટ્રાફિક સમસ્યાના કારણે સ્ટોલને મંજૂરી ન મળી
    Next Article
    'Public Sentiment On Immigration Has Changed': India-Origin Mayors To NDTV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment