Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે ઠગાઈના બનાવમાં 14.62 લાખની છેતરપીંડી:એલિસબ્રિજ PIને ડ્રાઇવરની ઓળખ આપી ગઠિયો જવેલર્સ પાસેથી 2.52 લાખના દાગીના ખરીદી રૂપિયા ન આપી ઠગાઈ કરી

    5 hours ago

    અમદાવાદ શહેરમાં વિશ્વાસઘાત અને ઠગાઈના બે અલગ-અલગ કિસ્સાઓમાં ભોગ બનનારાઓ પાસેથી કુલ ₹14.62 લાખની મિલકત પડાવી લેવામાં આવી છે. પ્રથમ કિસ્સામાં એલિસબ્રિજ પોલીસ મથકના પીઆઈના ડ્રાઇવર તરીકેની ઓળખ આપીને એક આઉટસોર્સ ચાલકે સાબરમતીના જ્વેલર્સ સાથે ₹2.52 લાખની છેતરપિંડી આચરી છે. જ્યારે બીજા બનાવમાં સુરતના એક ગઠિયાએ ફિનલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને અમદાવાદના વિઝા કન્સલ્ટન્ટ સાથે ₹12.10 લાખની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવતાં સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. ભગવતી જ્વેલર્સમાંથી ₹3.47 લાખની માળાઓ ખરીદી માત્ર ₹95 હજાર ચૂકવ્યા સાબરમતી અચેર ઠાકોરવાસ પાસે 'ભગવતી જ્વેલર્સ' ધરાવતા મહેશકુમાર જગદીશચંદ સોનીની દુકાને આરોપી મુકેશસિંહ દિપસિંહ રાઠોડે પોતે એલિસબ્રિજ પોલીસ મથકમાં પીઆઈના ડ્રાઇવર હોવાની ઓળખ આપી પારિવારિક ઓળખાણ કેળવી હતી. 17 નવેમ્બર, 2025ના રોજ આરોપીએ દુકાને આવીને ₹3.20 લાખની 22 કેરેટ સોનાની રુદ્રાક્ષની માળા તેમજ ₹27 હજારની ભગવાન કૃષ્ણની મૂર્તિવાળી સોનાની માળા મળી કુલ ₹3.47 લાખના દાગીના ખરીદ્યા હતા. એક અઠવાડિયામાં પૈસા ચૂકવવાનો વાયદો આપી દાગીના લઈ ગયા બાદ આરોપીએ માત્ર ₹95 હજાર જ ચૂકવ્યા હતા અને બાકીના ₹2.52 લાખ ન આપી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વેપારી પોલીસ મથકે પહોંચતાં આરોપીએ ચેક આપ્યો હતો પરંતુ, બાદમાં ચેક બેંકમાં ન ભરવા જણાવી રોકડા આપવાના બહાને આજદિન સુધી રૂપિયા ન આપતાં સાબરમતી પોલીસે મુકેશસિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફિનલેન્ડના વર્ક વિઝાના નામે 18 ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા બીજા બનાવમાં વેજલપુરમાં રહેતા અને ફ્રીલાન્સ વિઝા સલાહકાર તરીકે કામ કરતા દેવાંગભાઈ ઉપાધ્યાય સાથે મોટી છેતરપિંડી થઈ છે. ગ્રાહકોના વિઝા પ્રોસેસ અર્થે તેઓ આશ્રમ રોડ સ્થિત રત્ના બિઝનેસ સ્ક્વેરમાં આવેલી મહંત ટ્રાવેલ્સની ઓફિસે ગયા ત્યારે સુરતના ધવલ મહેન્દ્રકુમાર દોશી સાથે તેમનો સંપર્ક થયો હતો. આરોપી ધવલ દોશીએ પોતે ફિનલેન્ડનું તમામ વિઝા કામકાજ સંભાળતો હોવાનું કહી પ્રતિ વ્યક્તિ ₹7.55 લાખમાં વિઝા કરાવી આપવાની બાંહેધરી આપી હતી. જેમાં રજિસ્ટ્રેશન પેટે ₹55 હજાર અને વિઝા ન મળે તો ₹40 હજાર પરત કરવાની ખાતરી આપી હતી. ફરિયાદીએ તેની વાતોમાં આવી 18 ગ્રાહકોના વર્ક વિઝા માટે ટુકડે-ટુકડે પોતાના બેંક ખાતામાંથી કુલ ₹12.10 લાખ આરોપીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. દિલ્હી બોલાવી કરાર કર્યો, બોગસ લેટર્સ અને બનાવટી આઈ.ડી. પકડાયા નાણાં મેળવ્યા બાદ આરોપી ધવલ દોશીએ ફરિયાદીને દિલ્હી એફ.એસ.એસ. સેન્ટર ખાતે બોલાવી કરાર કર્યા હતા અને ત્યારબાદ ઈ-મેઈલ મારફતે ફિનલેન્ડની ફી રસીદો, મિગ્રી લેટર, પાતોસ લેટર તેમજ રેસિડન્સ વિઝાની નકલો અને એર ટિકિટો મોકલી આપી હતી. જોકે, સંબંધિત કચેરીઓમાં ચકાસણી કરાવતાં આ તમામ દસ્તાવેજો અને ટિકિટો સંપૂર્ણ બોગસ સાબિત થયા હતા. વધુ તપાસમાં આરોપીએ આપેલા ઓળખકાર્ડ અને રહેઠાણનું સરનામું પણ બનાવટી હોવાનું ખુલ્યું હતું. લાખો રૂપિયા પડાવી લઈને વિઝા ન આપતાં આખરે દેવાંગભાઈએ નવરંગપુરા પોલીસ મથકમાં ધવલ દોશી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    DK Shivakumar's 'Sting Op Using Meta Glasses' Charge Against Industrialist
    Next Article
    મોરબી મહાપાલિકાને ફટાકડાના 4 સ્ટોલની હરરાજીથી 2.37 લાખની આવક:રવાપર ચોકડીએ ટ્રાફિક સમસ્યાના કારણે સ્ટોલને મંજૂરી ન મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment