Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના 4 વિધાનસભા મતવિસ્તારની પ્રાથમિક સુધારા યાદી પ્રસિદ્ધ:14 જુલાઈ સુધી વાંધા-સૂચનો મંગાવાયા, લેખિત રજૂઆત કરવા કલેક્ટરની મતદારોને અપીલ

    3 days ago

    ભારતના ચૂંટણી પંચની સૂચના તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ-25ની જોગવાઈઓને અનુસરી પાટણ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ પાટણ સંસદીય મતવિસ્તાર હેઠળ આવતા 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ અને 19-સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારોના મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કર્યો છે. આ યાદીમાં મતદાન મથકોમાં સૂચિત સુધારા અને વધારા અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રાથમિક સુધારા યાદીનું જાહેર નિરીક્ષણ 14 જુલાઈ, 2026 સુધી સંબંધિત મતદાન મથકો, ગ્રામ પંચાયત કચેરીઓ, નગરપાલિકા કચેરીઓ, મામલતદાર કચેરીઓ, પ્રાંત અધિકારીઓની કચેરીઓ તેમજ કલેક્ટર કચેરી, પાટણના નોટિસ બોર્ડ ખાતે કરી શકાશે. મતદારો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અન્ય હિતધારકો યાદીનું અવલોકન કરી શકશે. જો કોઈ નાગરિક, રાજકીય પક્ષ અથવા અન્ય હિતધારકને પ્રાથમિક સુધારા યાદી અંગે કોઈ વાંધો કે સૂચન હોય તો તે 14 જુલાઈ, 2026 સુધીમાં કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા, પાટણ ખાતે લેખિતમાં રજૂ કરી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ તમામ સંબંધિતોને નિયત સમયમર્યાદામાં પોતાના સૂચનો અને વાંધાઓ રજૂ કરવા અનુરોધ કર્યો છે. જિલ્લા ચૂંટણી તંત્રે મતદારોને અપીલ કરી છે કે તેઓ પ્રાથમિક સુધારા યાદીનું ધ્યાનપૂર્વક અવલોકન કરે અને જો કોઈ જરૂરી સુધારો કે સૂચન હોય તો નિયત સમયમર્યાદામાં લેખિત રજૂઆત કરીને ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવામાં સહભાગી બને.
    Click here to Read More
    Previous Article
    પાટણની 144મી રથયાત્રા નિમિત્તે ત્રણ દિવસીય જગન્નાથ કથા:9થી 11 જુલાઈ સુધી ધાર્મિક મહોત્સવ યોજાશે, ઇસ્કોન મંદિરનાં નવદીપ પ્રભુજી કથાનું રસપાન કરાવશે
    Next Article
    જુગાર રમતા બોટાદના 5 શખ્સો ઝડપાયા:2.96 લાખનો મુદ્દામાલ જપ્ત, વલ્લભીપુરના દાત્રેટીયા ગામે ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment