Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગાર રમતા બોટાદના 5 શખ્સો ઝડપાયા:2.96 લાખનો મુદ્દામાલ જપ્ત, વલ્લભીપુરના દાત્રેટીયા ગામે ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

    3 days ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગતરોજ(6 જુલાઈ) વલ્લભીપુર તાલુકાના દાત્રેટીયા ગામે એક દુકાનની પાછળ આવેલા ખુલ્લા વાડામાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2.96 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુલ્લા વાડામાં જુગાર રમતા હતા ને પોલીસ ત્રાટકી ભાવનગર જિલ્લાના પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે દાત્રેટીયા ગામે આવેલી સંજય વિઠ્ઠલભાઇ જાદવની પાન-માવાની દુકાનની પાછળના ખુલ્લા વાડામાં કેટલાક ઇસમો પૈસા અને ગંજીપત્તા વતી તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત રેઇડ પાડીને જુગાર રમી રહેલા પાંચ શખ્સોને આબાદ ઝડપી લીધા હતા. જુગાર રમતા બોટાદના 5 શખ્સો ઝડપાયા પકડાયેલા આરોપીઓમાં નવીન ગોવીંદભાઇ ઝીંઝરીયા, મેપા કેશાભાઇ ઝીંઝરીયા, ઢોલા લાલજીભાઇ મેર, મનસુખ ખોડાભાઇ મેર અને ભરત હેમજીભાઇ મેરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 2.96 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ. 16,650ની રોકડ રકમ, જુગારનું સાહિત્ય, બે મોબાઈલ ફોન, એક કાર અને એક બાઈક મળી કુલ રૂ. 2,96,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવ અંગે પાંચેય આરોપીઓ વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના 4 વિધાનસભા મતવિસ્તારની પ્રાથમિક સુધારા યાદી પ્રસિદ્ધ:14 જુલાઈ સુધી વાંધા-સૂચનો મંગાવાયા, લેખિત રજૂઆત કરવા કલેક્ટરની મતદારોને અપીલ
    Next Article
    8 Weird But True Chocolate Facts Every Chocolate Lover Should Know

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment