Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની 144મી રથયાત્રા નિમિત્તે ત્રણ દિવસીય જગન્નાથ કથા:9થી 11 જુલાઈ સુધી ધાર્મિક મહોત્સવ યોજાશે, ઇસ્કોન મંદિરનાં નવદીપ પ્રભુજી કથાનું રસપાન કરાવશે

    3 days ago

    ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી પરંપરાગત રથયાત્રાના પાવન અવસરને અનુલક્ષીને પાટણના જગન્નાથજી મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા 9, 10 અને 11 જુલાઈ, 2026 દરમિયાન મંદિર પરિસરમાં ત્રણ દિવસીય જગન્નાથ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં ઇસ્કોન પાટણના અધ્યક્ષ હરે કૃષ્ણ નવદીપ પ્રભુજી વ્યાસપીઠે બિરાજમાન રહી દરરોજ રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન ભગવાન જગન્નાથજીના મહિમા, રથયાત્રાના શાસ્ત્રીય મહત્વ અને જગન્નાથ સંપ્રદાયના આધ્યાત્મિક પાસાઓ પર પ્રવચન આપશે. ત્રણ દિવસીય કથા દરમિયાન ભગવાન જગન્નાથજીની પ્રાચીન પરંપરા, સનાતન ધર્મમાં રથયાત્રાનું સ્થાન તેમજ તેના આધ્યાત્મિક રહસ્યોનું વિશદ નિરૂપણ કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ, આ કથાનો મુખ્ય હેતુ રથયાત્રાની શાસ્ત્રીય પરંપરા અને સનાતન સંસ્કૃતિના મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનો છે, જેથી ભક્તજનોને ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનનો લાભ મળી શકે. હરે કૃષ્ણ નવદીપ પ્રભુજી છેલ્લા 20 વર્ષથી ઇસ્કોન સંસ્થા સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ અગાઉ 15 વર્ષ સુધી મહેસાણા સ્થિત ઇસ્કોન મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે અને મહેસાણા, વિસનગર, બહુચરાજી, કડી, વિજાપુર સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જગન્નાથજી મંદિર ટ્રસ્ટ પાટણે આ ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને નગરજનોને ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અને કથાના આધ્યાત્મિક લાભનો લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રથમ વરસાદમાં જ વલસાડના ગુંદલાવ બ્રિજની પોલ ખુલી:બ્રિજ પર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો માટે જીવનું જોખમ, અકસ્માતનો ભય વધ્યો
    Next Article
    પાટણના 4 વિધાનસભા મતવિસ્તારની પ્રાથમિક સુધારા યાદી પ્રસિદ્ધ:14 જુલાઈ સુધી વાંધા-સૂચનો મંગાવાયા, લેખિત રજૂઆત કરવા કલેક્ટરની મતદારોને અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment