Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ વરસાદમાં જ વલસાડના ગુંદલાવ બ્રિજની પોલ ખુલી:બ્રિજ પર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો માટે જીવનું જોખમ, અકસ્માતનો ભય વધ્યો

    3 days ago

    દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ વલસાડ નજીક નેશનલ હાઈવે-48 પર આવેલા ગુંદલાવ બ્રિજની દયનીય હાલત સામે આવી છે. પ્રથમ વરસાદમાં જ બ્રિજ પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજ હજારો નાના-મોટા અને ભારે વાહનો પસાર થતા આ મહત્વના માર્ગ પર હવે અકસ્માતનો ભય પણ વધી ગયો છે. વાહનચાલકોનું કહેવું છે કે કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવા છતાં સુરક્ષિત માર્ગની સુવિધા આપવામાં નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) નિષ્ફળ રહી છે. ગુંદલાવ બ્રિજ પર 15 દિવસ પહેલાં જ સમારકામ કરાયું હતું સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગુંદલાવ બ્રિજનો એક ભાગ માત્ર 15 દિવસ પહેલાં જ સમારકામ બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. જોકે પ્રથમ વરસાદમાં જ આ નવો ભાગ ધોવાઈ જતાં કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાહનચાલકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવાને બદલે માત્ર કામચલાઉ સમારકામ કરીને જવાબદારી પૂર્ણ કરવામાં આવે છે. સ્થિતિ એવી છે કે મશીનો સ્થળ પરથી હટે તે પહેલાં જ પાછળનો રસ્તો ફરીથી તૂટી જતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. બ્રિજ પર પડેલા ઊંડા ખાડાઓથી વાહનચાલકો માટે જીવનું જોખમ બ્રિજ પર પડેલા ઊંડા ખાડાઓને કારણે ખાસ કરીને રાત્રિના સમયે અને ભારે વરસાદ દરમિયાન વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. ખાડામાંથી પસાર થતાં વાહનોના ટાયર ફાટવાના બનાવો વધી રહ્યા છે, જ્યારે કમાની-પટ્ટા સહિતના સ્પેરપાર્ટ્સને નુકસાન થતાં વાહનચાલકોને આર્થિક ફટકો પણ પડી રહ્યો છે. અચાનક ખાડા આવતાં વાહનચાલકો બ્રેક મારવા મજબૂર બનતા પાછળથી આવતા વાહનો સાથે અથડામણ થવાની શક્યતા પણ વધી ગઈ છે, જેના કારણે નાના-મોટા અકસ્માતો સામાન્ય બન્યા હોવાનું સ્થાનિકો જણાવે છે. ગુંદલાવ બ્રિજ અને હાઈવેનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યારે હાઈવેની આવી બિસ્માર હાલતને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકોની માંગ છે કે ગુંદલાવ બ્રિજ અને હાઈવેનું તાત્કાલિક ધોરણે મજબૂત અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે, જેથી વાહનચાલકોને રાહત મળે અને કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં જ યોગ્ય પગલાં લેવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સાર્વત્રિક જળબંબાકાર, રસ્તાઓ બેટમાં ફેરવાયા:ઝાડ પડવાના કોલ શરૂ, બોટ-ટ્રેક્ટરો સાથે ટીમો એલર્ટ; આજે 5 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    પાટણની 144મી રથયાત્રા નિમિત્તે ત્રણ દિવસીય જગન્નાથ કથા:9થી 11 જુલાઈ સુધી ધાર્મિક મહોત્સવ યોજાશે, ઇસ્કોન મંદિરનાં નવદીપ પ્રભુજી કથાનું રસપાન કરાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment