Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપરટોડામાં જાહેરમાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા:લાલપુર પોલીસે દરોડો પાડી રૂ. 10,260 રોકડા જપ્ત કર્યા

    19 hours ago

    લાલપુર પોલીસે પીપરટોડા ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ચાર વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં પંકજસિંહ નારૂભા જાડેજા, ચંદ્રસિંહ ભીખુભા જાડેજા, નરેન્દ્રસિંહ ભદુભા જાડેજા અને ધર્મેન્દ્રસિંહ મુળુભા જાડેજાનો સમાવેશ થાય છે. તેઓ સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીત કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા 10,260 અને ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. આમ, કુલ ₹૧૦,૨૬૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી લાલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. એસ.પી. ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વધુ એક ઝડપાયો:તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ટેક્નિકલ દશરથ પરમારની ધરપકડ, આરોપીઓની કુલ સંખ્યા 53 થઈ
    Next Article
    ભાવનગર લઠ્ઠાકાંડ: બનાસકાંઠામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:પાલનપુરમાં પ્રદર્શનકારીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ;ચક્કાજામનો પ્રયાસ કરતા કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment