Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર લઠ્ઠાકાંડ: બનાસકાંઠામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:પાલનપુરમાં પ્રદર્શનકારીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ;ચક્કાજામનો પ્રયાસ કરતા કાર્યકરોની અટકાયત

    18 hours ago

    ભાવનગર લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યાઘાતો રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે, જેના ભાગરૂપે બનાસકાંઠાના પાલનપુરમાં ગુરુનાનક ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતાઓએ લઠ્ઠાકાંડ મુદ્દે રાજ્ય સરકારની ઘોર નિષ્ફળતા ગણાવી ગૃહમંત્રીના રાજીનામાની પ્રબળ માંગ કરી હતી. કોંગ્રેસના અગ્રણીઓએ ભાજપ સરકાર સામે કર્યા સૂત્રોચ્ચાર આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શિત કરતી વખતે કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ સરકારની નીતિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસ-કાર્યકરો વચ્ચે ખેંચતાણ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ગુરુનાનક ચોક ખાતે રસ્તો રોકીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ સ્થળ પર તૈનાત પોલીસે તાત્કાલિક હરકતમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી સ્થિતિ કાબૂમાં લીધી ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની પોલીસે સ્થળ પરથી જ અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ તથા થોડી ખેંચતાણ દ્રશ્યમાન થઈ હતી, પરંતુ પોલીસે ટૂંક સમયમાં પરિસ્થિતિ પર પૂર્ણ કાબૂ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પીપરટોડામાં જાહેરમાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા:લાલપુર પોલીસે દરોડો પાડી રૂ. 10,260 રોકડા જપ્ત કર્યા
    Next Article
    Ex-India Star Adds New Angle To Sachin Tendulkar-Virat Kohli Comparison: "Significant Difference"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment