Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્ય ગુજરાતમાં 4 મનપા, 10 જિ.પંચાયત, 26 નપામાં ભાજપની જીત:અમિત ચાવડાના ગઢમાં કોંગ્રેસની હાર, ચૈતર વસાવાએ AAPની લાજ રાખી; જુઓ સંપૂર્ણ પરિણામ

    1 day ago

    વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. મધ્ય ગુજરાતમાં આવતી 4 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, આણંદ અને નડિયાદમાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થયો છે અને ભાજપની ભવ્ય જીત થઈ છે. 11 જિલ્લા પંચાયતમાં એક પણ સીટ કોંગ્રેસ જીતી નથી. જ્યારે નર્મદા જિલ્લા પંચાયત જીતી ચૈતર વસાવાએ AAPની લાજ રાખી છે. 28 નગરપાલિકામાંથી 26 નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે તો 2 નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઈ છે. 85 તાલુકા પંચાયતમાંથી 69 તાલુકા પંચાયતમાં ભાજપ તો એકમાં કોંગ્રેસ, 6માં AAP અને 9 તાલુકા પંચાયતની બેઠક અનિર્ણિત રહી છે. તો આવો જાણીએ મધ્ય ગુજરાતની 4 મહાનગરપાલિકા, 11 જિલ્લા પંચાયત, 28 નગરપાલિકા અને 85 તાલુકા પંચાયતનું રિઝલ્ટ… મધ્ય ઝોનમાં આ પરિણામોએ ચોંકાવ્યા ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા પંચાયત ભાજપ પાસેથી છીનવી નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી છે. જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી AAPનો 15 બેઠક પર અને ભાજપની 7 બેઠક પર જીત થઈ છે. ભાજપ પાસેથી આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત છીનવી છે. ચૈતર વસાવાએ AAPની લાજ રાખી છે. ઉલ્લેખનીય છે કે 34 જિલ્લા પંચાયતમાંથી 33 ભાજપે જીતી લીધી છે. ભાજપ 34 જિલ્લા પંચાયત જીતીને ક્લિપ સ્વીપની તૈયારીમાં હતું, પરંતુ ચૈતર વસાવાએ એક જિલ્લા પંચાયત જીતી ભાજપને રોકી દીધો છે. કોમી રમખાણ બાદ આઝાદી પછી પહેલીવાર બહિયલમાં ભાજપ જીત્યું ગાંધીનગર જિલ્લા પંચાયતની બહિયલ બેઠક પર ભાજપની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા વખત અગાઉ થયેલા કોમી છમકલા પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી આરતી કરવા ગયા હતા. અત્યાર સુધી બહિયલ બેઠક પર કોંગ્રેસ જ આવતી હતી. જેને ભાજપે પડાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે કોમી રમખાણ બાદ આઝાદી પછી પહેલીવાર બહિયલમાં ભાજપ જીત્યું છે. બહિયલમાં ગરબામાં પથ્થર ફેંક્યા પહેલાં શું થયું? વડોદરા જિ.પંચાયતની પોર બેઠક પર અંકિતા પરમાર જીતી વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર સોશિયલ મીડિયા સ્ટાર અને ભાજપના ઉમેદવાર અંકિતા પરમારની 6400 વોટથી જીત થઈ છે. વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 14માં મધુ શ્રીવાસ્તવની દીકરીની જીત વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 14માં ભાજપ-કોંગ્રેસ 2-2 બેઠક જીત્યા છે. અહીં કોંગ્રેસમાંથી દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવની જીત થઈ છે. આમોદ નગરપાલિકામાં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા છીનવી ભરૂચમાં આમોદ નગરપાલિકામાં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા છીનવી છે. કોંગ્રેસનો 15 બેઠક પર તો ભાજપનો 8 પર અને એક બેઠક પર અપક્ષ જીત્યું છે. અહીં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા છીનવી છે. ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 10માં AIMIMની પેનલ જીતી ભરૂચ નગરપાલિકામાં AIMIMની પતંગ ઉડી છે. વોર્ડ નંબર 10માં AIMIMનું ખાતું ખુલ્યું છે. AIMIMના ફઇમ શેખ, મનોજ વસાવા, મુનિરાબાનુ કુરેશી, સાદીકાબીબી શેખ સહિતના ચાર ઉમેદવારો જીત્યા છે. કઠલાલ નગરપાલિકામાં 5 બેઠક પર સમાજવાદી પાર્ટીની જીત ખેડામાં કઠલાલ નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે, પરંતુ અહીં ચોંકાવનારી વાત એ છે કે 5 બેઠક પર સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. જ્યારે 19 બેઠક પર ભાજપ જીત્યું છે. મધ્ય ગુજરાત 1.અમદાવાદ 2.ગાંધીનગર 3.આણંદ 4.ખેડા 5.વડોદરા 6.મહિસાગર 7.દાહોદ 8.પંચમહાલ 9.છોટા ઉદેપુર 10.ભરૂચ 11. નર્મદા
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- અચાનક વેચવાલીનું દબાણ પણ જોવા મળ્યું:ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ
    Next Article
    મોદી-શાહના પ્રચાર વગર પણ ગુજરાતમાં ભાજપ ધૂરંધર:પહેલી પરીક્ષામાં જગદીશ વિશ્વકર્મા ફૂલ પાસ; રવિવાર, મંગળવાર અને જીતનો અનોખો સંયોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment