Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- અચાનક વેચવાલીનું દબાણ પણ જોવા મળ્યું:ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ

    8 hours ago

    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વના અંત મામલે બીજા તબક્કાની મંત્રણા નહીં થઈ બન્ને પક્ષો હોર્મુઝ મામલે જીદ પર ઉતરી આવતાં અને ઈરાને હવે રશિયાના સહકાર તરફ આગળ વધતાં ફરી યુદ્વના જોખમે આજે એક તરફ ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતી પાછળ વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. અલબત ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની અને ન્યુક્લિયર મામલે વાટાઘાટ હાલ તુરત નહીં કરવાની ઓફર કર્યાના અહેવાલોએ મંદીના વેપારમાં ખેલાડીઓ, ફંડો સાવચેત રહ્યા હતા. આ જીઓપોલિટીકલ ટેન્શનની સતત અનિશ્ચિતતા અને બીજી તરફ કોર્પોરેટ પરિણામો પર યુદ્વની નેગેટીવ અસર અને એઆઈને લઈ આઈટી ઉદ્યોગની માઠી બેસી હોઈ એમ સપ્તાહના અંતે આઈટી શેરો પાછળ કડાકાએ પાછલા સપ્તાહમાં સતત શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકાની હેટ્રિકે સેન્ટીમેન્ટને ડહોળ્યું છે. મંગળના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં સ્પષ્ટ રીતે વોલેટિલિટી અને મિશ્ર સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન બજાર ક્યારેક તેજી તરફ આગળ વધતું જોવા મળ્યું તો ક્યારેક અચાનક વેચવાલીનો દબાણ પણ જોવા મળ્યો.વૈશ્વિક સંકેતો મિક્સ્ડ રહ્યા, જ્યારે સ્થાનિક સ્તરે ડીઆઈઆઈ સપોર્ટ અને એફઆઈઆઈ પ્રોફિટ બુકિંગ વચ્ચેનું ખેંચતાણ બજારને રેન્જમાં રાખતું રહ્યું. ટેકનિકલી બજાર હાલમાં કન્સોલિડેશન ફેઝમાં છે, જેમાં સ્પષ્ટ દિશા માટે ટ્રિગરની જરૂર છે. સેન્સેક્સ : સેન્સેક્સમાં આજે શરૂઆત મર્યાદિત ગેપ સાથે થઈ હતી, પરંતુ દિવસ દરમિયાન ઇન્ડેક્સમાં શાર્પ અપ-એન્ડ-ડાઉન મૂવમેન્ટ જોવા મળ્યું હતું. બેંકિંગ અને લાર્જકેપ સ્ટોક્સમાં મિશ્ર ટ્રેન્ડને કારણે ઇન્ડેક્સ એક ચોક્કસ રેન્જમાં ટ્રેડ કરતો રહ્યો. દિવસના અંતે ઇન્ડેક્સ ફ્લેટ અથવા મર્યાદિત ફેરફાર સાથે બંધ રહ્યો, જે અનિશ્ચિતતાનું પ્રતિબિંબ છે. બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 77303 સામે 77094 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 76741 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...દિવસ દરમ્યાન સરેરાશ 752 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સેન્સેક્સ સરેરાશ 412 પોઈન્ટના ઘટાડા સાથે 76886 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર : નિફ્ટી ફ્યુચર દિવસ દરમિયાન 23,800 – 24,200 ની રેન્જમાં ટ્રેડ થયું, જેમાં ઉપરના લેવલ પર વેચવાલી અને નીચલા લેવલ પર ખરીદી જોવા મળી. ટેકનિકલી, બજાર બ્રેકઆઉટ માટે કી લેવલ નજીક છે. નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24209 સામે 24119 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 24045 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ 128 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 128 પોઈન્ટના ઘટાડા સાથે 24081 પોઈન્ટ બંધ થયેલ. વૈશ્વિક પરિબળો : વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો જોવા મળ્યા હતા. મધ્ય પૂર્વમાં જીઓપોલિટિકલ તણાવ હજી યથાવત છે, જે રોકાણકારોને સાવચેત રાખે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થોડી અસ્થિરતા અને યુએસ માર્કેટ્સમાં મિશ્ર ટ્રેન્ડના કારણે વૈશ્વિક સેન્ટિમેન્ટ અનિશ્ચિત રહ્યો. વિશ્વ સમાચાર અને વૈશ્વિક પરિબળો : જીઓપોલિટિકલ તણાવ સંપૂર્ણપણે દૂર થયો નથી, જેના કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા યથાવત રહી છે અને રોકાણકારો સાવચેત અભિગમ અપનાવી રહ્યા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વોલેટિલિટી જોવા મળતા ઊર્જા ખર્ચ અને મોંઘવારી અંગેની ચિંતા વધી રહી છે, જે ઇક્વિટી બજારો માટે નકારાત્મક સંકેત છે. યુએસ અને યુરોપિયન બજારોમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળતા ગ્લોબલ સેન્ટિમેન્ટ સ્પષ્ટ દિશા વિના રહી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સમાં હલચલના કારણે કરન્સી માર્કેટમાં અસ્થિરતા વધી છે, જે ઉદયમાન બજારો પર અસર કરે છે. આ તમામ પરિબળો મળીને વૈશ્વિક ઇક્વિટી માર્કેટને દિશાહીન બનાવે છે. સ્થાનિક પરિબળો : ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજારને તળિયે મજબૂત સપોર્ટ આપે છે, જેના કારણે મોટા ઘટાડાને અટકાવવામાં મદદ મળે છે. એફઆઈઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગ અને સિલેક્ટિવ સેલિંગના કારણે બજાર ઉપર જવા માટે મર્યાદા સર્જાય છે અને તેજી અટકાય છે. ભારતીય અર્થતંત્ર મજબૂત હોવા છતાં ઊંચા વેલ્યુએશન રોકાણકારોને સાવચેત રાખે છે, જેના કારણે ખરીદી જોવા મળતું નથી. સેક્ટરવાઇઝ મૂવમેન્ટ : બેંકિંગ સેક્ટરમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં મોટા સ્ટોક્સ ફ્લેટ રહ્યા અને ઇન્ડેક્સ પર મર્યાદિત અસર રહી. આઈટી સેક્ટરમાં ગ્લોબલ સંકેતોને કારણે ઊંચી વોલેટિલિટી જોવા મળી, જેમાં દિવસ દરમિયાન તેજી અને મંદી બંને જોવા મળ્યા. મેટલ સેક્ટરમાં પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો નોંધાયો, જે અગાઉની તેજી બાદ સ્વાભાવિક હતો. ઓટોમોબાઈલ સેક્ટરમાં મર્યાદિત તેજી જોવા મળી, જેમાં માંગમાં સ્થિરતા મદદરૂપ બની. એફએમસીજી એન્ડ ફાર્મા સેક્ટરમાં ડિફેન્સિવ ખરીદી જોવા મળી, જે અનિશ્ચિત સમયમાં રોકાણકારોની પસંદગી દર્શાવે છે. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં સ્ટેબલ મૂવમેન્ટ જોવા મળ્યું, જે લાંબા ગાળાના રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. તેજી તરફી કારણો : ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજારને સપોર્ટ આપે છે અને નીચેના લેવલ પર મજબૂતી બનાવે છે. ટેકનિકલ સપોર્ટ લેવલ નજીક ખરીદી જોવા મળતા બજાર તૂટતું નથી અને રિકવરી કરે છે. ડિફેન્સિવ સેક્ટરમાં માંગ વધવાથી બજારને સ્થિરતા મળે છે. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાથી રોકાણકારો બજારમાં વિશ્વાસ જાળવી રાખે છે. મંદી તરફી કારણો : એફઆઈઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગ બજારમાં ઉપરના લેવલ પર દબાણ બનાવે છે. વૈશ્વિક અનિશ્ચિતતા રોકાણકારોને જોખમ લેતા અટકાવે છે. ક્રૂડ ઓઈલમાં વોલેટિલિટી મોંઘવારી અને ખર્ચ અંગે ચિંતા વધારતી હોય છે. ટેકનિકલ રેઝિસ્ટન્સ નજીક વેચવાલી જોવા મળતા બજાર ઉપર જઈ શકતું નથી. એફઆઈઆઈ / ડીઆઈઆઈ પ્રવૃત્તિ : ડીઆઈઆઈ દ્વારા ખરીદી બજારને તળિયે સપોર્ટ આપે છે અને ઘટાડાને મર્યાદિત રાખે છે. એફઆઈઆઈ દ્વારા મિક્સ્ડ પ્રવૃત્તિ જોવા મળે છે, જેમાં ક્યારેક વેચવાલી બજારને દબાણમાં મૂકે છે. કોમોડિટી મૂવમેન્ટ : ક્રૂડ ઓઈલના ભાવમાં વોલેટિલિટી બજારમાં અનિશ્ચિતતા સર્જે છે અને રોકાણકારોની સેન્ટિમેન્ટ પર અસર કરે છે. મેટલ્સમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં કેટલીક કોમોડિટીમાં ઘટાડો અને કેટલીકમાં સ્થિરતા રહી. કુલ મળીને કોમોડિટી માર્કેટ અસ્થિર રહ્યો. સોનું : સોનાના ભાવમાં મર્યાદિત ઉછાળો જોવા મળ્યો, કારણ કે અનિશ્ચિતતા વચ્ચે માંગ યથાવત રહી. વોલેટિલિટી દરમિયાન ગોલ્ડ રોકાણકારો માટે સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરાયું. તા. 29.04.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... Ø તા. 28.04.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24081 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24939 પોઈન્ટના પ્રથમ અને 24880 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24108 પોઈન્ટ થી 24173 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24202 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ Ø વોલ્ટાસ લીમીટેડ ( 1503 ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1484 નો પ્રથમ તેમજ રૂ. 1470 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1523 થી રૂ. 1530 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1537 ઉપર તેજી તરફી ધ્યાન...!! Ø અરબિંદો ફાર્મા ( 1430 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1404 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1390 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1447 થી રૂ. 1455 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! Ø રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1395 ) :- રૂ. 1373 નો પ્રથમ તેમજ રૂ. 1360 ના બીજા સપોર્ટથી ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1409 થી રૂ. 1420 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! Ø એચસીએલ ટેકનોલોજી ( 1202 ) :- કમ્પ્યુટર્સ - સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1217 થી રૂ. 1230 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 1173 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! Ø સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( 1087 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા પીએસયુ બેંક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1050 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1103 થી રૂ. 1120 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!! ભાવિ દિશા : ઈરાન પર દબાણ વધારી રહેલા ટ્રમ્પ શાસનના વ્યુહને જોતાં અને પાકિસ્તાનના બન્ને પક્ષોને યુદ્વના અંત માટે ફરી મંત્રણા માટે રાજી કરવાના પ્રયાસ અને ઈરાનના પ્રતિનિધિ મંડળ દ્વારા સંભવિત આ માટેની તૈયારીની સંજોગોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટેની કોઈ ડિલ થવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે વિશ્વ વેપારનું જોખમ હળવું થવાની સ્થિતિમાં આગામી સપ્તાહમાં બજાર રિબાઉન્ડ થઈ શકે છે. અન્યથા બજારની સ્થિતિ હજુ આગામી અઠવાડિયે હજુ ડામાડોળ રહી શકે છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ પાછલા સપ્તાહમાં શેરોમાં ખરીદદાર બન્યા બાદ ફરી સપ્તાહના અંતે મોટાપાયે વેચવાલ બનતાં બજારમાં મોટી ખાનાખરાબી જોવાઈ છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની નેટ ખરીદી જોવાઈ છે, પરંતુ આ ખરીદી ધીમી પડી રહ્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. બજારના સુધારા માટે એફપીઆઈ-એફઆઈઆઈઝની વેચવાલી અટકવી અને ફરી ખરીદી થવી આવશ્યક છે. ઈરાન અને અમરિકા વચ્ચે આજકાલમાં કોઈ ડિલ થઈ જવાના સંજોગોમાં નવા સપ્તાહમાં બજાર ગેપઅપ ખુલી શકે છે. અન્યથા અફડાતફડીમાં આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ 23700 થી 24500 વચ્ચે અને સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાતો જોવાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    Punjab Kings captain Shreyas Iyer after first defeat of IPL 2026: Was just not our day
    Next Article
    મધ્ય ગુજરાતમાં 4 મનપા, 10 જિ.પંચાયત, 26 નપામાં ભાજપની જીત:અમિત ચાવડાના ગઢમાં કોંગ્રેસની હાર, ચૈતર વસાવાએ AAPની લાજ રાખી; જુઓ સંપૂર્ણ પરિણામ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment