Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલામાં ગણેશ વિસર્જન વખતે 4 યુવકો ડૂબ્યા, 1નું મોત:ચાંચબંદર દરિયાકાંઠે દુર્ઘટના, તરવૈયાઓએ 3ને બચાવ્યા, 7 કલાકની શોધખોળ બાદ એકની લાશ મળી

    17 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચબંદર ગામ નજીક દરિયામાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના બની હતી. ચાર યુવકો દરિયામાં ડૂબી ગયા હતા. જોકે, સ્થાનિક લોકોની મદદથી ત્રણ યુવકોને બચાવી લેવાયા, જ્યારે એક યુવક લાપતા હતો. જેની આજે લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતાં મામલતદાર, TDO અને પીપાવાવ મરીન પોલીસ સહિતનો તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મોડી રાત સુધી લાપતા યુવકની શોધખોળ ચાલી હતી. સ્થાનિક તરવૈયાઓ અને લોકોએ પણ મદદ કરી હતી. લાપતા યુવક વીરસીંગભાઈ જેરામભાઈ ગુજરીયાનો મૃતદેહ મોડી રાતે લગભગ 7 કલાકની શોધખોળ બાદ દરિયામાંથી મળ્યો હતો. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગણેશ વિસર્જન માટે વાજતે-ગાજતે ગયેલા લોકો શોકમય વાતાવરણમાં પાછા ફર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અંબાજી-હિંમતનગર રોડ પર પાર્ક કરેલી બે કારમાં આગ:ભક્તો અંબાજી દર્શન કરવા ગયા હતા, ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો, જાનહાની ટળી
    Next Article
    ડિજિટલ મીડિયાના ઉપયોગ પર નેશનલ પોલિસી બનાવવાની માંગ:સ્કૂલોમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ હોય, 15 વર્ષ સુધીના બાળકો સોશિયલ અકાઉન્ટ બનાવી ન શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment