Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજી-હિંમતનગર રોડ પર પાર્ક કરેલી બે કારમાં આગ:ભક્તો અંબાજી દર્શન કરવા ગયા હતા, ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો, જાનહાની ટળી

    17 hours ago

    અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી મેળા દરમિયાન એક મોટી ઘટના ટળી છે. અંબાજી-હિંમતનગર રોડ પર આવેલા GIDC વિસ્તારમાં પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ લાગી હતી. આ કારો ભક્તો દ્વારા પાર્ક કરવામાં આવી હતી, જેઓ માતાજીના દર્શન કરવા ગયા હતા. આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ અંબાજી અને પાલનપુર ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બંને કારને નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઊંઝા પંથકમાંથી સગીરાનું અપહરણ:દૂધ લેવા ગયેલી દીકરી ઘરે ન આવતા પરિવારે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
    Next Article
    રાજુલામાં ગણેશ વિસર્જન વખતે 4 યુવકો ડૂબ્યા, 1નું મોત:ચાંચબંદર દરિયાકાંઠે દુર્ઘટના, તરવૈયાઓએ 3ને બચાવ્યા, 7 કલાકની શોધખોળ બાદ એકની લાશ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment